બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:08 AM, 29 August 2025
અશ્વિન કૃષ્ણ પક્ષની પ્રતિપદાથી લઈને અમાસ સુધીનો સમય પિતૃ પક્ષ અથવા શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખાય છે. વર્ષ 2025માં પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બરથી શરૂ થઈને 21 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ દિવસોમાં પૂર્વજોનું સ્મરણ કરવામાં આવે છે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે.
ADVERTISEMENT
એવી માન્યતા છે કે પિતૃ પક્ષ દરમિયાન મૃત્યુ પામેલા પિતૃઓ પોતાના કુટુંબજનોને મળવા પૃથ્વી પર આવે છે અને સર્વપિતૃ અમાસના દિવસે પરત જાય છે.
પિતૃ પક્ષના સમયમાં પિતૃઓની આત્માની શાંતિ અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે પિંડદાન, શ્રાદ્ધ તથા તર્પણ જેવી ક્રિયાઓ કરવામાં આવે છે. આ દિવસોમાં ભોજનને લઈને અનેક નિયમો પાળવા પડે છે, કોઈ મંગલકાર્ય કરવામાં આવતું નથી અને ઘણી બાબતો પર પ્રતિબંધ હોય છે.
ADVERTISEMENT

ગર્ભવતી સ્ત્રીઓ ખાસ ધ્યાન રાખે
ADVERTISEMENT
આ સમયગાળા દરમિયાન ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓએ સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. જો ગર્ભવતી સ્ત્રીઓ આ નિયમોનું ધ્યાન નહીં રાખે તો તેનો પ્રતિકૂળ પ્રભાવ ગર્ભમાં રહેલા બાળક પર પણ પડી શકે છે. તેથી જાણો કે પિતૃ પક્ષના આ 15 દિવસોમાં ગર્ભવતી સ્ત્રીઓએ શું ન કરવું જોઈએ?
ગર્ભવતી સ્ત્રીઓએ આટલું ધ્યાન રાખવું
ADVERTISEMENT

ADVERTISEMENT
આ વખતે પિતૃ પક્ષ રહેશે ખાસ
વર્ષ 2025ના પિતૃ પક્ષમાં એક ખાસ બાબત એ છે કે આ વખતે પિતૃ પક્ષના પહેલા દિવસે અને છેલ્લા દિવસે બંને દિવસે ગ્રહણ લાગશે. આવી સ્થિતિમાં ગર્ભવતી સ્ત્રીઓએ વધુ સંભાળ રાખવી જરૂરી છે. ગ્રહણ સમયે ઘરની બહાર ન નીકળવું, પેટ પર ગેરુ લગાવવું અને તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ.
ADVERTISEMENT
વધુ વાંચો: અમદાવાદમાં પ્રાચીન રામજી મંદિર, એક સદીથી પ્રજ્વલિત છે જ્યોત, દર્શન માત્રથી દિવ્ય આનંદની અનુભૂતિ
જણાવી દઈએ કે પિતૃ પક્ષના પહેલાના દિવસે પૂર્ણ ચંદ્ર ગ્રહણ છે જ્યારે છેલ્લા દિવસે એટલે કે સર્વપિતૃ અમાસે સૂર્ય ગ્રહણ લાગશે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.