બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આ મંદિરે દર 12 વર્ષે પડે છે વિજળી, ખંડિત થાય શિવલિંગ, જાણો રહસ્ય

શ્રાવણ સ્પેશિયલ / આ મંદિરે દર 12 વર્ષે પડે છે વિજળી, ખંડિત થાય શિવલિંગ, જાણો રહસ્ય

Published By: Jay Bhatt

Last Updated: 09:00 AM, 26 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં શિવના અનેક અદભૂત મંદિરો આવેલા છે. તેમાથી એક મંદિર એવું છે જે વીજળી મહાદેવ(bijli mahadev) તરીકે ઓળખાય છે. ચાલો જાણીએ તેનો ઈતિહાસ અને નામ પાછળની કહાની.

ગુજરાતમાં શ્રાવણ મહિનો શરુ થઈ ગયો છે. ઠેર ઠેર મહાદેવના મંદિરે ભકતોનું ઘોડાપૂર જોવા મળ્યું છે. દેશમાં ગુજરાત પહેલા પંદર દિવસે શ્રાવણ મહિનાની શરુઆત થઈ છે. દેશમાં મહાદેવના અનેક મંદિર છે જ્યાં શ્રદ્ધાળુઓ દર્શનઅર્થે જતા હોય છે. દેશમાં એક એવું મંદિર પણ છે જે વીજળી મહાદેવ તરીકે પ્રખ્યાત છે. આ મંદિર સમુદ્ર સપાટીથી 7874 ફૂટની ઊંચાઈએ સ્થિત છે.

દર 12 વર્ષે પડે છે વીજળી

હિમાચલ પ્રદેશમાં ઘણા ધાર્મિક સ્થળો છે, પરંતુ કુલ્લુ શહેરમાં બ્યાસ અને પાર્વતી નદીના સંગમ નજીક બિજલી મહાદેવ એક એવું ધાર્મિક અને સુંદર સ્થળ છે જે તેની સુંદરતા અને મનોહર દૃશ્યોથી લોકોને આકર્ષિત કરે છે. અહીં આજે પણ ભગવાન શિવ મંદિરના પૂજારીને દર વર્ષે આદેશ આપે છે. આ મહાદેવ મંદિરની અંદર, દર 12 વર્ષે પિંડીમાં વીજળી પડે છે, જેને કારણે શિવલિંગ ખંડીત થઈ જાય છે.

વીજળી પડવાનો કોઈ નિશ્ચિત સમય નથી

આ પછી પૂજારીઓ ફરીથી ખંડીત શિવલિંગને જોડે છે અને માખણ લગાવે છે. વીજળી પડવાનો કોઈ નિશ્ચિત સમય નથી. તે ગમે ત્યારે પિંડીમાં પડે છે. થોડા મહિના પછી, શિવલિંગ એક નક્કર સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય છે. આ શિવલિંગ પર દર બાર વર્ષમાં શા માટે વીજળી પડે છે અને આ સ્થળનું નામ કુલ્લુ શા માટે છે તેની પાછળ એક દંતકથા છે. જો કે, શિવલિંગ પર પડતી વીજળી પાછળનું રહસ્ય હજી સુધી કોઇ વ્યક્તિ ઉકેલી શક્યું નથી.

શું છે માન્યતા?

વીજળી શિવલિંગ પર પડવા અંગે કહેવામાં આવે છે કે ભગવાન ભોલેનાથ લોકોને બચાવવા માટે આ વીજળી પોતાના પર વરસાવે છે. આ જ કારણ છે કે ભગવાન શિવને અહીં બિજલી મહાદેવ કહેવામાં આવે છે. ભાદરવા મહિનામાં આ સ્થળે મેળો યોજાય છે. કુલ્લુ શહેરથી વીજળી માહાદેવ સુધી પહોંચવા 7 કિલોમીટરનું અંતર રહેલું છે. શ્રાવણ તેમજ શિવરાત્રી દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. શિયાળામાં અહીં બરફનું આવરણ જોવા મળે છે.

કેવી રીતે પડ્યું કુલ્લુ નામ?

આ શિવલિંગ પર દર વર્ષે વીજળી કેમ પડે છે અને આ સ્થળનું નામ કુલ્લુ કેમ પડ્યું તેની પાછળ એક પૌરાણિક કથા છે. કુલાન્ત રાક્ષસે અજગરનું સ્વરૂપ લીધુ હતું. તે આ રૂપ ધારણ કરીને ધોગ્ધરધાર, લાહૌલા સ્પીતિ સેમથાણ ગામમાં ગયો હતો. દૈત્યરૂપી અજગર કોકડું વળીને બ્યાસ નદીમાં બેઠો જેથી નદીના પાણીને રોકી શકાય અને આ સ્થળને ડૂબાડી શકાય. ભગવાન શિવ કુલાન્તની આ યોજનાથી ચિંતિત થયા.

વધુ વાંચો: સોમનાથ મંદિરમાં ગઝનવીએ એવું શું જોયું હતું કે તે ડરી ગયો? સૌરાષ્ટ્રમાં આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ હતું ચમત્કારિક

અજગરને મહામહેનતે ભગવાન શિવે વિશ્વાસમાં લીધો અને ભગવાન શિવે તેના કાનમાં કહ્યું તારી પૂંછડીમાં આગ લાગી છે. શિવની આ વાતથી તે પાછળની તરફ વળ્યો અને ભગવાન શિવે તેના મસ્તક પર વાર કર્યો અને તેનું મોત થયું. કુલાન્તના મોત બાદ તેનું શરીર એક વિશાળ પર્વતમાં પરિવર્તીત પામ્યું આ સ્થળે કુલાન્ત પરથી કુલ્લુ થયું હતું.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને પ્રચલિત માન્યતાઓ અને સર્વસામાન્યા જાણકારીને આધારિત છે. VTV Digital તેની પુષ્ટિ કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bijli Mahadev mystery Shiv temple Shravan special

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ