બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:04 AM, 15 July 2025
મંગળા ગૌરી વ્રત
ADVERTISEMENT
શ્રાવણનો પવિત્ર મહિનો ભગવાન શિવ અને તેમના પરિવાર માટે ખૂબ ખાસ માનવામાં આવે છે. આ મહિનાના સોમવારે જ્યાં ભગવાન શિવની પૂજા-અર્ચના કરવામાં આવે છે, ત્યાં મંગળવાર માતા પાર્વતીને સમર્પિત કરવામાં આવ્યો છે, જેને માતા મંગળા ગૌરીનું નામ આપવામાં આવ્યું છે.
એવું કહેવામાં આવે છે કે મંગળા ગૌરી વ્રત રાખવાથી પતિની લાંબી આયુષ્ય થાય છે અને વિવાહિતાનું વૈવાહિક જીવન પણ સુખી બને છે. તેમજ, જેઓના લગ્ન નથી થતા, એવી યુવતીઓ પણ આ વ્રત રાખીને સારા વર માટે કામના કરે છે. આજે એટલે કે 15 જુલાઈએ પહેલું મંગળા ગૌરી વ્રત છે. હાલ ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. એ મુજબ આજે ત્યાં મંગલા ગૌરી વ્રત ઉજવવમાં આવે છે.
ADVERTISEMENT

શા માટે ખાસ છે શ્રાવણનો મંગળવાર?
ADVERTISEMENT
શ્રાવણ મહિનાના દરેક મંગળવારે મંગળા ગૌરી વ્રત રાખવામાં આવે છે. આ વ્રત જાતકના લગ્નમાં આવતાં વિઘ્નો દૂર કરે છે અને વિવાહિત લોકોના દાંપત્ય જીવનને સુખી બનાવે છે. ધાર્મિક માન્યતા છે કે આ વ્રત કરવાથી જાતકના કુંડળીમાં રહેલા મંગળ દોષનો પ્રભાવ પણ ઓછો થઈ જાય છે, જેના કારણે લગ્નમાં મોડું થવું કે વૈવાહિક જીવનમાં આવી રહેલી દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.

ADVERTISEMENT
કેવી રીતે કરવી જોઈએ પૂજા?
ADVERTISEMENT
વધુ વાંચો: ત્રણ ગામના સીમાડે આવેલું છે મા ખોડિયારનું આ પ્રસિદ્ધ મંદિર, 200 વર્ષ જુનો છે ઇતિહાસ
મંગળા ગૌરી વ્રત માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહીં, પરંતુ વૈવાહિક જીવનમાં પ્રેમ, સમર્પણ અને સુખ-શાંતિ જળવાઈ રહે તે માટે પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શ્રાવણમાં આ વ્રત રાખવાથી માતા ગૌરીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, પતિની આયુષ્ય લાંબી થાય છે અને દાંપત્યજીવન આનંદમય બની રહે છે. જેઓના લગ્નમાં વિઘ્નો આવે છે, તેઓ માટે પણ આ વ્રત વિશેષ લાભદાયક ગણાય છે.
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.