બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આવતીકાલે અનંત ચતુર્દશી: તો નોટ કરી લેજો ગણેશ વિસર્જનની પૂજા વિધિથી લઇને શુભ મૂહુર્ત

ધર્મ / આવતીકાલે અનંત ચતુર્દશી: તો નોટ કરી લેજો ગણેશ વિસર્જનની પૂજા વિધિથી લઇને શુભ મૂહુર્ત

Shilpa Parmar

Last Updated: 03:28 PM, 5 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ganesh Visarjan 2025 : 10 દિવસ સુધી ગણપતિ બાપ્પાની પૂજા અર્ચના કર્યા બાદ આવતીકાલે તેમના વિસર્જનનો દિવસ આવી ગયો છે. જો તમે પણ ગણેશ વિસર્જનની તૈયારી કરી રહ્યા છો તો જાણી લો પૂજા વિધિથી લઇને શુભ મૂહુર્ત સુધીની દરેક માહિતી.

ગણપતિ બાપ્પાની દસ દિવસ પૂજા કર્યા બાદ અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવે છે. ગણેશ વિસર્જન સાથે જ 10 દિવસ સુધી ચાલતા ગણેશ મહોત્સવનું સમાપન થાય છે. આ દિવસે ઘર અને પંડાળમાં સ્થાપિત કરાયેલા ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.

આ વર્ષે અનંત ચતુર્દશી 6 સપ્ટેમ્બરના દિવસે આવી રહી છે. ગણેશ વિસર્જનના દિવસે ભગવાન ગણેશની મૂર્તિને માન-સન્માન અને ધામધૂમ સાથે વિસર્જન કરવામાં આવે છે. ગણેશજીની મૂર્તિનું વિસર્જન ન થાય ત્યાં સુધી કેટલાક નિયમો પાળવામાં આવે છે. જાણી લો ગણેશ વિસર્જનની પૂજા વિધિના નિયમોથી લઇને શુભ મૂહુર્ત સુધીની દરેક માહિતી.

ગણેશ વિસર્જન માટે શુભ મુહૂર્ત

  • પ્રાતઃ મુહૂર્ત (શુભ): સવારે 07:36 થી 09:10 સુધી
  • અપરાહ્ન મુહૂર્ત (ચર, લાભ, અમૃત): બપોરે 12:19 થી સાંજે 05:02 સુધી
  • સાંજનું મુહૂર્ત (લાભ): સાંજે 06:37 થી 08:02 સુધી
  • રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચર): રાત્રે 09:28 થી વહેલી સવારે 01:45 (7 સપ્ટેમ્બર સુધી)
  • ઉષા કાળ મુહૂર્ત (લાભ): વહેલી સવારે 04:36 થી 06:02 (7 સપ્ટેમ્બર)

ગણેશ વિસર્જનની પૂજાવિધિ

  • ભગવાન ગણેશની સ્થાપિત મૂર્તિની વિધિપૂર્વક પૂજા-અર્ચના કરો.
  • વિસર્જન કરતા પહેલા આરતી જરૂર કરો.
  • વિસર્જન માટે સ્વચ્છ પાણીવાળો વિસ્તાર પસંદ કરો. જેમ કે નદી, તળાવ કે સમુદ્ર.
  • વિસર્જન માટે મૂર્તિને લઈ જતાં પહેલા ઘરમાં અથવા પંડાળમાં અખંડ ચોખા છાંટો.
  • આનંદ સાથે ગીતો ગાતાં ગાતાં મૂર્તિને લઈ જવી.
  • વિસર્જન સમયે “ૐ ગં ગણપતયે નમઃ” અથવા “જય દેવ જય દેવ જય મંગલ મૂર્તિ” જેવા મંત્રોનો જાપ કરો.
  • મૂર્તિને ધીમેથી પાણીમાં વિસર્જિત કરો.
  • શક્ય હોય તો પાણીમાં મૂકતા પહેલાં મૂર્તિને સ્પર્શી આશીર્વાદ લો.
  • વિસર્જન પછી થોડો સમય પાણી પાસે ઊભા રહી ભગવાનનો આભાર વ્યક્ત કરો.
  • અંતે બધા ભક્તો મળીને “ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે જલ્દી આવજો”નો જયકાર કરો.

વધુ વાંચો : જાણો આજના દિવસે જ કેમ ઉજવાય છે ઈદ-એ-મિલાદ, જાણો ધાર્મિક મહત્વ અને ઇતિહાસ

આ રીતે વિધિવત પૂજા કરીને બાપ્પાનું વિસર્જન કરવામાં આવે તો ભગવાન ગણેશ ભક્તોની દરેક ઈચ્છા પૂરી કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ganesh Visarjan Puja Ritual Ganesh Visarjan 2025 Ganesh Visarjan shubh Muhurat
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ