બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગણેશ વિસર્જન વખતે આટલું અવશ્ય ધ્યાન રાખજો, નહીંતર બાપ્પા થઇ જશે નારાજ!

ધર્મ / ગણેશ વિસર્જન વખતે આટલું અવશ્ય ધ્યાન રાખજો, નહીંતર બાપ્પા થઇ જશે નારાજ!

Shilpa Parmar

Last Updated: 03:49 PM, 5 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ganesh Visarjan 2025: દસ દિવસ બાપ્પાની સેવા કર્યા બાદ અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જન કરવામાં આવે છે. પરંતુ વિસર્જન કરતાં પહેલાં કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે, નહીંતર બાપ્પા થઇ જશે નારાજ! જાણો ગણેશ વિસર્જન દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

સનાતન હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. આ વર્ષે આ તહેવાર 27 ઓગસ્ટ 2025થી શરૂ થયો હતો.

ભક્તો દસ દિવસ સુધી વિધિપૂર્વક ગણેશજીની પૂજા-અર્ચના કરે છે. ત્યારબાદ ઘરમાં કે પંડાલમાં સ્થાપિત થયેલી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. માન્યતા છે કે વિસર્જન વખતે જો કેટલીક બાબતોની કાળજી રાખવામાં ન આવે અને તેના નિયમોનું પાલન કરવામાં ન આવે તો બાપ્પા નારાજ થઈ જાય છે.

જો તમે પણ તમારા ઘર કે પંડાલમાં સ્થાપિત ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા જઈ રહ્યા છો તો આ નિયમો જાણી લો. તેનાથી ભગવાન ગણેશની કૃપા તમારા પરિવાર પર સદાય બનેલી રહે છે અને ભગવાન તમારી દરેક ઈચ્છા પૂરી કરે છે.

ગણેશ વિસર્જનના નિયમો :

  • વિદાય પહેલાં પૂજા કરો

ગણેશજીના વિસર્જન પહેલાં તેમની આરતી અને પૂજા કરવી જરૂરી છે. પૂજા દરમિયાન ફળ-ફૂલ, ચોખા, સોપારી, 21 દુર્વા, હળદર અને કંકુ અર્પણ કરવું. સાથે જ ભગવાનને લાડુ અને મીઠાઈનો ભોગ અવશ્ય ઘરો.

  • પ્રસાદ અર્પણ કરો

વિસર્જન પહેલાં ભક્તોએ ગણેશજીને પાંચ મોદક અર્પણ કરવા જોઈએ. ત્યારબાદ આ મોદકને અન્ય ભક્તો વચ્ચે પ્રસાદ રૂપે વહેંચવા જોઈએ.

  • બાપ્પાનો આશીર્વાદ લો

પ્રતિમાના વિસર્જન પહેલાં ભક્તોએ ગણેશજીના ચરણોમાં નમન કરીને પોતાના પરિવાર માટે સુખ, શાંતિ, ધન-સમૃદ્ધિ અને સારા આરોગ્ય માટે પ્રાર્થના કરવી જોઈએ અને બાપ્પાના આશીર્વાદ લેવા જોઈએ.

  • પ્રતિમાની દિશા ઘર તરફ રાખો

ગણપતિ બાપ્પાની પ્રતિમાને વિસર્જન માટે લઈ જતી વખતે તેમનું મુખ તમારા ઘર તરફ રાખવું જોઈએ. માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં ભગવાન ગણેશજીની કૃપા અને આશીર્વાદ સતત રહે છે.

  • મંત્ર અને જયકાર

વિસર્જન પહેલાં ભક્તોએ ઘડિયાળની દિશામાં ત્રણ વાર પરિક્રમા કરવી જોઈએ. ત્યારબાદ "ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે જલ્દી આવજો" જેવા જયકારા સાથે ગણેશ મંત્રનો જાપ કરતાં બાપ્પાને વિદાય આપવી.

વધુ વાંચો : આવતીકાલે અનંત ચતુર્દશી: તો નોટ કરી લેજો ગણેશ વિસર્જનની પૂજા વિધિથી લઇને શુભ મૂહુર્ત

જો તમે ઘરે જ ગણેશ વિસર્જન કરી રહ્યા છો તો સ્વચ્છ વાસણ કે ડોલમાં શુદ્ધ પાણી ભરો. વિધિ-વિધાનપૂર્વક ગણપતિ બાપ્પાનું વિસર્જન કરો અને ત્યારબાદ તે પાણી કોઈ વૃક્ષની નીચે અર્પણ કરી દો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ganesh Visarjan 2025 Ganesh Visarjan Rules Ganesh Visarjan shubh Muhurat
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ