બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / પિતૃપક્ષના દિવસે જરૂરથી અપનાવો આ ઉપાય, મળશે પિતૃદોષથી મુક્તિ

માન્યતા / પિતૃપક્ષના દિવસે જરૂરથી અપનાવો આ ઉપાય, મળશે પિતૃદોષથી મુક્તિ

Shilpa Parmar

Last Updated: 12:15 PM, 5 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pitru Paksha 2025 : દર વર્ષે ભાદરવા માસના કૃષ્ણ પક્ષની પૂર્ણિમા તિથિથી પિતૃપક્ષની શરૂઆત થાય છે. આ વર્ષે પિતૃપક્ષની શરૂઆત 7 સપ્ટેમ્બરથી થવા જઈ રહી છે. જાણી લો પિતૃપક્ષ દરમિયાન પિતૃદોષથી મુક્તિ મેળવવા કયા ઉપાયો કરવા જોઈએ?

વર્ષ 2025માં 7 સપ્ટેમ્બરથી લઈને 21 સપ્ટેમ્બર સુધી પિતૃપક્ષની પૂજા કરવામાં આવશે. આ 15 દિવસ પિતૃઓની પૂજા, પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણ જેવા કાર્યો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

જોકે, આ સમયગાળા દરમિયાન કેટલાક ખાસ ઉપાયો કરીને પણ પિતૃઓને પ્રસન્ન કરી શકાય છે. જાણી લો પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને ખુશ કરવા માટેના અસરકારક ઉપાયો.

સનાતન ધર્મમાં પિતૃપક્ષના દરેક દિવસને વિશેષ મહત્વ અપાયું છે. દર વર્ષે ભાદરવા મહિનાની પૂર્ણિમાથી લઈને અશ્વિન મહિનાની અમાવસ્યા સુધી પિતૃપક્ષ ઉજવાય છે. આ વર્ષે પિતૃપક્ષ 7 સપ્ટેમ્બર 2025થી શરૂ થઈ રહ્યો છે અને 21 સપ્ટેમ્બર 2025, રવિવારે પૂર્ણ થશે.

PITRU-PAKSH-1

પિતૃદોષ

ધાર્મિક માન્યતા પ્રમાણે જે લોકો પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની પૂજા, પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણ જેવા કાર્ય કરે છે, તેઓને પિતૃઓની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. સાથે સાથે પિતૃદોષ દૂર થાય છે. કહેવાય છે કે, જેમના પર પિતૃ પ્રસન્ન હોય છે, તેમના કુટુંબનો સદા વિકાસ થાય છે. ઘરમાં રોજબરોજ ઝઘડા નથી થતા, પરિવારજનોમાં પ્રેમ અને સંતુલન જળવાય છે. પૂજા-પાઠ સિવાય પિતૃપક્ષમાં કેટલાક ખાસ ઉપાયો કરવાથી પણ લાભ મળે છે.

જ્યોતિષીઓના જણાવ્યા મુજબ, જન્મકુંડળીમાંથી પિતૃદોષ દૂર કરવા માટે પિતૃપક્ષનો સમય સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. પિતૃપક્ષના 15 દિવસ દરમિયાન પિતૃઓને પ્રસન્ન કરવા અને તેમનો આશીર્વાદ મેળવવા માટે અનેક પ્રકારના ઉપાય કરવામાં આવે છે.

PITRU-COVER

પિતૃદોષ દૂર કરવાના ઉપાય

પિતૃઓના આશીર્વાદ સાથે સાથે પિતૃદોષ નિવારણ માટે પણ પિતૃપક્ષમાં કેટલાક ખાસ ઉપાય કરવાથી લાભ મળે છે:

  • પિતૃદોષ દૂર કરવા માટે શ્રાદ્ધ અને તર્પણ કરવું સૌથી મોટો ઉપાય ગણાય છે. પૂર્ણ ભક્તિભાવથી પાણી અને તલ અર્પણ કરો અને પિતૃઓનું સ્મરણ કરો.
  • આ ઉપરાંત, પિતૃપક્ષ દરમિયાન ઘરની દક્ષિણ દિશાની દિવાલ પર પિતૃઓની તસવીર રાખવી અને તેમની સામે દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે.
  • કુંડળીમાંથી પિતૃદોષ દૂર કરવા શ્રાદ્ધની તિથિએ બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને ભોજન કરાવવું અને દાન આપવું પિતૃઓને તૃપ્ત કરે છે. આ પિતૃદોષ દૂર કરવાનો સૌથી અસરકારક ઉપાય માનવામાં આવ્યો છે.
  • પિતૃપક્ષ દરમિયાન પિતૃદોષ નિવારણ માટે પીપળના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો અને પાણી અર્પણ કરવું પણ ખૂબ શુભ ગણાય છે.
  • સાથે સાથે દરરોજ પિતૃ સ્તુતિનો પાઠ કરવો અને પિતૃઓને નિયમિત ભોગ ચઢાવવાથી પણ લાભ થાય છે.

વધુ વાંચો : ચંદ્ર ગ્રહણ આ રાશિના જાતકો માટે ભારે, જીવનમાં અણધારી આફતથી ઉથલપાથલ

જો તમને લાગે કે તમારા પિતૃઓ તમારાથી નારાજ છે તો પિતૃપક્ષ દરમિયાન દરરોજ સાંજે પૂજા કર્યા પછી ઘરના એક ખૂણામાં છાણાં સળગાવો. છાણાં સળગાવતા પહેલા તેમાં ગોળ અને ઘી અવશ્ય ઉમેરો. આ સમયે પોતાની ભૂલો માટે ક્ષમા માંગી પિતૃઓને યાદ કરો. આવું કરવાથી તમને પિતૃદોષમાંથી મુક્તિ મળશે. સાથે સાથે તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિમાં પણ સુધારો થશે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pitru Dosha Pitru Paksha 2025 Astrology
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ