બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:11 AM, 14 September 2025
રવિવારનો દિવસ સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યદેવને ગ્રહોના રાજા કહેવામાં આવ્યા છે. સૂર્યદેવની કૃપાથી પ્રગતિ, આરોગ્ય, સુખ, શાંતિ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે. જ્યારે કુંડળીમાં સૂર્ય નબળો હોય તો બીમારી, મુશ્કેલીઓ અને નિષ્ફળતાઓનો સામનો કરવો પડે છે.
ADVERTISEMENT
રવિવારના દિવસે કેટલાક સરળ ઉપાય કરીને તમે આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો. આ ઉપાયો કરવાથી સૂર્યદેવની કૃપા મળે છે. રવિવારના દિવસે ખાસ ઉપાય કરવાથી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. જાણી લો રવિવારના ખાસ ઉપાય.

ADVERTISEMENT
રવિવારના દિવસે કરો આ ઉપાય
ADVERTISEMENT
રવિવારે સૂર્યોદય પહેલાં ઊઠીને સ્નાન કરવું જોઈએ. સ્વચ્છ કપડાં પહેરી સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. સૂર્યદેવને અર્ઘ્ય આપતી વખતે "ૐ સૂર્યાય નમઃ, ઓમ વાસુદેવાય નમઃ, ઓમ આદિત્ય નમઃ" મંત્રનો જપ કરવો. સૂર્યદેવને લાલ ફૂલ, લાલ ચંદન, અક્ષત અને નાળિયેર અર્પણ કરો. ધૂપ અને દીવો પ્રગટાવો અને સૂર્ય સ્તોત્રનો પાઠ કરો.
ADVERTISEMENT
સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે રવિવારે સૂર્યનમસ્કાર કરવું જોઈએ. તે આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. સૂર્યનમસ્કારથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને પાચનક્રિયા સુધરે છે. મન અને શરીર બંને તંદુરસ્ત રહે છે. સૂર્યનમસ્કાર કરવાનો શ્રેષ્ઠ સમય સૂર્યોદય પહેલાંનો છે.

ADVERTISEMENT
સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે રવિવારે ગોળ, દૂધ, ચોખા, લાલ કપડાં અને તાંબાનું વાસણ દાન કરવું જોઈએ. દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને ગ્રહોની દશામાં સુધારો થાય છે.
ADVERTISEMENT
રવિવારનો દિવસ સૂર્યદેવનો દિવસ છે અને તેમને લાલ રંગ ખૂબ પસંદ છે. તેથી રવિવારે લાલ રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે. લાલ કપડાં પહેરી પૂજા કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને સફળતા મળે છે.
રવિવારે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ ઘીનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે તેનાથી સૂર્યદેવ સાથે મા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને ધનની પ્રાપ્તિના યોગ બને છે.
આ દિવસે ચંદનનું તિલક લગાવીને જ ઘરથી બહાર નીકળવું જોઈએ. માન્યતા છે કે તેનાથી કાર્યોમાં અવરોધ આવતો નથી. તમે જે કામ માટે બહાર જાઓ છો તે ચોક્કસ પૂરું થાય છે.
વધુ વાંચો : શનિની સાડાસાતી-ઢૈય્યાથી છો પરેશાન? તો અપનાવો આ ઉપાય, મળશે છૂટકારો
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.