બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શનિની સાડાસાતી-ઢૈય્યાથી છો પરેશાન? તો અપનાવો આ ઉપાય, મળશે છૂટકારો

માન્યતા / શનિની સાડાસાતી-ઢૈય્યાથી છો પરેશાન? તો અપનાવો આ ઉપાય, મળશે છૂટકારો

Shilpa Parmar

Last Updated: 08:12 AM, 13 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shani Dosh Mukti Upay : શનિદેવની પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. શનિદેવ ભક્તોના તમામ દુઃખોને દૂર કરે છે, જ્યારે દુષ્કર્મ કરનારને અશુભ ફળ આપે છે. જો તમે શનિની સાડાસાતી અને ઢૈય્યાથી પરેશાન છો તો જાણી લો શનિ દેવને ખુશ કરવાના ખાસ ઉપાય.

શનિદેવને કર્મફળનો દાતા કહેવાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ સૌથી ધીમી ગતિએ ચાલનાર ગ્રહ છે. શનિ એક રાશિમાં લગભગ સાડા બે વર્ષ સુધી રહે છે. આ કારણે શનિને એક રાશિચક્ર પૂર્ણ કરવા માટે આશરે 30 વર્ષનો સમય લાગી જાય છે. તમે ઘણી વાર સાંભળ્યું હશે કે શનિની સાડાસાતી અને ઢૈય્યાના કારણે લોકો ચિંતિત થઈ જાય છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, આ બંને સમયગાળો આર્થિક અને શારીરિક કષ્ટ વધારતો માનવામાં આવે છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે શનિ જે રાશિમાં બેઠા હોય તે લોકો હંમેશા દુઃખી જ રહે. ઘણી વખત શનિનો પ્રભાવ નુકસાન સાથે લાભ પણ લઈને આવે છે. ચાલો, જાણીએ શનિની સાડાસાતી અને ઢૈય્યા શું છે અને તેનાથી બચવાના ખાસ ઉપાયો શું છે?

shni-dev-upay-2

શનિની સાડાસાતી શું છે?

શનિની સાડાસાતી ત્યારે શરૂ થાય છે, જ્યારે શનિ તમારી જન્મ રાશિથી બારમાં, પહેલા અને પછી બીજા ભાવમાં ગોચર કરે છે. આ સમયગાળો આશરે 7.5 વર્ષનો હોય છે. આ દરમિયાન જીવનમાં મોટા બદલાવ આવે છે. ઘણીવાર આ બદલાવ સકારાત્મક કરતાં નકારાત્મક વધુ હોય છે. જેમ કે, કારકિર્દીમાં ઊથલપાથલ, આરોગ્ય સંબંધિત તકલીફો અને નાણાકીય તંગી.

શનિની સાડાસાતીના મુક્તિ ઉપાય

  • સવારે સ્નાન કર્યા બાદ શનિદેવની પૂજા કરો. આ દરમિયાન 11 વખત શનિ સ્તોત્રનો પાઠ કરો.
  • શનિવારે સરસવના તેલમાં પોતાનું મુખ જોઈને, તે તેલનું દાન કરવું. જો દાન લેવા કોઈ ન મળે તો તેલમાં મુખ જોઈને પીપળના વૃક્ષ નીચે મૂકી આવવું.
  • દર શનિવારે પીપળના વૃક્ષ નીચે તેલનો દીવો પ્રગટાવી શનિદેવને પોતાના દોષ માટે ક્ષમા યાચના કરવી.
  • હનુમાનજીની પૂજા કરવી અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
  • શનિવારે શનિદેવની પૂજા કરીને કાળા તલ અને કાળા વસ્ત્રોનું દાન કરવું.
Shanidev

શનિની ઢૈય્યા શું છે?

જન્મકુંડળીમાં જ્યારે શનિ ચોથા કે આઠમાં ભાવમાં હોય ત્યારે શનિની ઢૈય્યા લાગતી હોય છે. આ સમયગાળો લગભગ સાડા બે વર્ષનો હોય છે. આ દરમિયાન માનસિક તણાવ, આરોગ્યની મુશ્કેલીઓ અને નાણાકીય તંગી થઈ શકે છે. ઢૈય્યાનો અર્થ છે શનિનો અશુભ પ્રભાવ. તેને સાડાસાતી કરતાં ઓછી કષ્ટદાયક માનવામાં આવે છે.

શનિની ઢૈય્યાના મુક્તિ મેળવવાના ઉપાય

  • હનુમાન ચાલીસાનું પાઠ કરવાથી ઢૈય્યાનો પ્રભાવ ઓછો થાય છે.
  • ભગવાન શિવની પૂજા કરવી અને શિવમંત્રનો જાપ કરવો.
  • પ્રાણીઓની સેવા કરવાથી પણ ઢૈય્યાથી મુક્તિ મળે છે. ગાય, કુતરા, કાગડો વગેરેને રોટલી ખવડાવવી જોઈએ.
  • ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અન્નદાન કરવું જોઈએ.

વધુ વાંચો : શ્રાદ્ધ કર્મ કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખજો, નહીંતર પિતૃઓ થશે કોપાયમાન

શનિની સાડાસાતી અને ઢૈય્યા બંને શનિ સાથે જોડાયેલ સમયગાળા છે. પરંતુ સાડાસાતી લાંબા સમય સુધી રહે છે જ્યારે ઢૈય્યા ટૂંકા સમય માટે હોય છે. સાડાસાતીનો પ્રભાવ વધારે ઊંડો માનવામાં આવે છે, જ્યારે ઢૈય્યાનો પ્રભાવ ઓછો હોય છે. એટલે કે, સાડાસાતી લાંબા ગાળાનો અસરકારક સમય છે, જ્યારે ઢૈય્યા તુલનાત્મક રીતે ટૂંકો અને ઓછો કષ્ટદાયક સમય હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shani Dev Remedies Shani Dosh Mukti Upay Shani Dev
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ