બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ચંદ્ર ગ્રહણ 8 રાશિના લોકો માટે અશુભ, રવિવારની રાત્રે ઘરની બહાર નીકળતા જ નહીં

જ્યોતિષ શાસ્ત્ર / ચંદ્ર ગ્રહણ 8 રાશિના લોકો માટે અશુભ, રવિવારની રાત્રે ઘરની બહાર નીકળતા જ નહીં

Shilpa Parmar

Last Updated: 08:53 PM, 5 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandra Grahan 2025 : 7 સપ્ટેમ્બરના દિવસે લાગનારું ચંદ્ર ગ્રહણ કેટલીક રાશિના જાતકો માટે અશુભ સાબિત થવાનું છે. આ લોકોએ ભૂલથી પણ ચંદ્ર ગ્રહણ ન જોવું જોઈએ. જાણી લો ચંદ્ર ગ્રહણ દરમિયાન કયા ઉપાય કરવા જોઈએ?

સમગ્ર દેશમાં 7 સપ્ટેમ્બરને રવિવારે ચંદ્ર ગ્રહણ લાગવાનું છે. આ ચંદ્ર ગ્રહણ 8 રાશિના જાતકો માટે ખૂબ જ અશુભ અને કષ્ટદાયક સાબિત થઈ શકે છે. આ રાશિના લોકો એ ભૂલથી પણ ચંદ્ર ગ્રહણ ન જોવું જોઈએ.

જો તમે ભૂલથી વર્ષનું આ છેલ્લું ચંદ્ર ગ્રહણ જોઈ લો છો તો જાણી લો તેના અશુભ પ્રભાવને ટાળવા માટે કયા ઉપાય કરવા જોઈએ?

ચંદ્ર ગ્રહણનો સમય

જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર, આ ચંદ્ર ગ્રહણ 7 સપ્ટેમ્બરની રાત્રે 9:57 વાગ્યે શરૂ થશે અને મધરાતે 1:27 વાગ્યા સુધી ચાલુ રહેશે. સાડા ત્રણ કલાકનું આ ગ્રહણ પૂર્ણ ચંદ્ર ગ્રહણ કરતા પણ વધુ પ્રભાવશાળી સાબિત થશે અને આકાશમાં સ્પષ્ટપણે જોવા મળશે.

Lunar_eclipse.width-800

ચંદ્ર ગ્રહણના બે પ્રકારના પ્રભાવ પડે છે, એક વૈશ્વિક અને બીજો વ્યક્તિગત. વ્યક્તિગત પ્રભાવ વ્યક્તિની રાશિ પ્રમાણે બદલાય છે.

7 સપ્ટેમ્બરે લાગનાર આ ચંદ્ર ગ્રહણ ભાદ્રપદ માસની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ લાગશે. આ ચંદ્ર ગ્રહણ સમગ્ર ભારતમાં જોવા મળશે.

ચંદ્ર ગ્રહણ 8 રાશિ માટે અશુભ

આ ચંદ્ર ગ્રહણ મેષ, વૃષભ, કન્યા અને ધન રાશિ માટે લાભદાયક રહેશે. પરંતુ મિથુન, કર્ક, સિંહ, તુલા, વૃશ્ચિક, મકર, કુંભ અને મીન રાશિવાળાઓ માટે આ ચંદ્ર ગ્રહણ અશુભ અને કષ્ટદાયક સાબિત થશે.

Lunar_Eclips_2.width-800

ભૂલથી ચંદ્ર ગ્રહણ જોઈ લો તો કરો આ ઉપાય

  • જે રાશિ માટે આ ગ્રહણ અશુભ છે, તેઓએ આ ગ્રહણ ભૂલથી પણ ન જોવું જોઈએ. જો કોઈ વ્યક્તિ ભૂલથી કે અજાણતા આ ચંદ્ર ગ્રહણ જોઈ લે તો ગ્રહણ પૂરેપુરી રીતે સમાપ્ત થયા પછી સ્નાન કરવું જોઈએ અને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ.
  • ત્યારબાદ કાંસાના વાસણમાં ચોખા ભરી તેમાં ચાંદી, સોનું, લોખંડ કે તાંબાનો નાગ મૂકી દાન કરવું જોઈએ. આ અત્યંત શુભ માનવામાં આવે છે. આ ઉપાયથી અશુભ પ્રભાવ ઘટી જાય છે.
Lunar_eclipse_2.width-800

ખગ્રાસ ચંદ્ર ગ્રહણ

આ એક ખગ્રાસ ચંદ્ર ગ્રહણ છે, એટલે કે આ પૂર્ણ ચંદ્ર ગ્રહણ કરતાં વધુ આકાશના ભાગને આવરી લેશે. દેશ માટે આ ગ્રહણ અશુભ નહીં હોય. જો કે, આ ગ્રહણ પછી સૂર્ય ગ્રહણની પરિસ્થિતિ બનશે, પણ એ સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. તેથી તેનો પ્રભાવ આપણાં દેશમાં નહીં પડે.

વધુ વાંચો : 100 વર્ષ પછી 7 સપ્ટેમ્બરે દુર્લભ ચંદ્રગ્રહણ, જાણો શું કરવું અને શું ન કરવું

જ્યારે ખગ્રાસ ગ્રહણ થાય છે ત્યારે કેટલીક અશાંતિ, અસ્થિરતા અને અસંતોષની પરિસ્થિતિ ઊભી થતી હોય છે. ગ્રહણ દરમિયાન સૂતક કાળમાં ભોજન કરવાની મનાઈ હોય છે, પરંતુ બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો માટે તેમાં છૂટ આપવામાં આવે છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chandra Grahan 2025 Lunar eclipse Chandra Grahan Remedy
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ