બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:26 PM, 7 September 2025
દેશમાં આજે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ રાત્રે 9 વાગીને 57 મિનિટથી શરૂ થઈ મધરાત્રે 1 વાગીને 23 મિનિટ સુધી રહેશે. ચંદ્રગ્રહણ સમાપ્ત થયા પછી કેટલાક વિશેષ કાર્ય કરવા જોઈએ. તેનાથી સુખ-સમૃદ્ધિ સાથે જ વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીએ ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ શું કરવું જોઈએ?
ADVERTISEMENT
ભગવાનનું પૂજન
ચંદ્રગ્રહણ દરમિયાન ભગવાન ગ્રહોના પ્રભાવથી ઘેરાયેલા હોય છે. તેથી ભજન-કીર્તન કરવું અનિવાર્ય છે. ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરી ભગવાનનું પૂજન-અર્ચન કરવું જોઈએ. જો ચંદ્રગ્રહણ મોડી રાત્રે પૂર્ણ થાય, તો ઘરના મંદિર કે પૂજાગૃહમાં ભગવાનની આરાધના કરવી જોઈએ.
ADVERTISEMENT
દાન આપવું
ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ શક્ય હોય તો દાન આપવું જોઈએ. દાન કરવાથી ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે અને મનની દરેક ઈચ્છા પૂરી કરે છે. દાનમાં વસ્ત્ર, અનાજ અને આભૂષણ આપવાથી અલગ-અલગ ફળ મળે છે.
ADVERTISEMENT

ચંદ્રદોષ હોય તો આટલું કરો
ADVERTISEMENT
જો તમારી કુંડળીમાં ચંદ્રદોષ છે તો ચાંદીના આભૂષણ કે સિક્કાનું દાન કરવું જોઈએ. આવું કરવાથી તમારો ચંદ્ર ગ્રહ મજબૂત બને છે. તેનાથી માનસિક તણાવ દૂર થાય છે.
સફેદ વસ્તુઓનું દાન
ADVERTISEMENT
ચંદ્રનો રંગ સફેદ છે, તેથી સફેદ વસ્તુઓનું દાન કરવું જરૂરી માનવામાં આવે છે. જે કોઈ વસ્તુ કે સામાન દાન કરવો હોય, તેને ગ્રહણ શરૂ થાય તે પહેલાં સ્પર્શ કરી રાખવો જોઈએ અને ગ્રહણ પૂરુ થયા બાદ દાન આપવું જોઈએ.
અનાજનું દાન
ADVERTISEMENT
ચંદ્રગ્રહણ દરમિયાન અનાજનું દાન કરવું પણ અત્યંત પુણ્યદાયી માનવામાં આવ્યું છે. ઘઉં હોય કે ચોખા, મગની દાળ કે અન્ય ખાદ્ય સામગ્રી, બધું જ દાન કરી શકાય છે. પૌરાણિક માન્યતા મુજબ અન્નદાન કરવાથી તમારા ઘરમાં તિજોરી ક્યારેય ખાલી નથી થતી.
વધુ વાંચો: ગ્રહણ કાળમાં સેક્સ સંબંધ બાંધશો તો બનશે આ ખૌફનાક ઘટના, જાણો શું કહે છે શાસ્ત્ર
આ ચંદ્રગ્રહણ સાથે જ પિતૃપક્ષની શરૂઆત થઈ રહી છે. આવા સમયમાં પોતાના પિતૃઓની આત્મશાંતિ માટે ગાયનું દૂધ, ગંગાજળ, કાળા તલ અને જવ વગેરેનું દાન કરી શકાય છે. આવું કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેઓ તમને આશીર્વાદ આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.