બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / VTV વિશેષ / DGP order if drugs caught in area suspend PI and PSI after vtv operation gujarat bachao
ADVERTISEMENT

રાજ્યમાં ચાલી રહેલા ડ્રગ્સના વેપાર મામલે VTVGujarati.com એ ઓપરેશન ગુજરાત બચાવોનો અહેવાલ રજૂ કર્યો હતો. VTVGujarati.comએ રજૂ કરેલા અહેવાલની અસર થઈ છે. VTVGujarati.comના અહેવાલ બાદ તંત્ર જાગ્યુ છે. ત્યારે હવે રાજ્યના DGP શિવાનંદ ઝાએ નશાના કારોબાર રોકવા માટેના આદેશ આપ્યા છે. આગામી દિવસમાં જો કોઈ પણ વિસ્તારમાંથી નશાનો કારોબાર ઝડપાશે, તો સ્થાનિક પોલીસ ઈન્સપેક્ટર અને પોલીસ સબ ઈન્સપેક્ટર જવાબદાર ગણાશે.
ADVERTISEMENT

શું આદેશ આપ્યા DGP શિવાનંદ ઝાએ?
ADVERTISEMENT
જે વિસ્તારમાં કેફીદ્રવ્યો પકડાશે ત્યાનાં સ્થાનિક PI-PSI ને સસ્પેન્ડ કરવામાં આવશે. આ માટે નશીલા પદાર્થોના ખરીદ-વેચાણ માટે સ્થાનિક પોલીસતંત્ર જવાબદાર ગણાશે.
ADVERTISEMENT
ડ્રગ્સ વેચનાર અને ખરીદનારને નહીં બક્ષવામાં આવે
કેફીદ્રવ્યોનું સેવન કરનાર સામે કડક પગલા લેવા માટે DGP એ આદેશ આપ્યા છે તેમણે વેચનારને પણ સખતમાંથી સખત સજા થાય અને તરત જ ઝડપાઈ જાય તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું છે.
ADVERTISEMENT
ક્યાં ક્યા રખાશે સઘન ચેકિંગ
શૈક્ષણિક સંસ્થાઓ પાસે બાજ-નજર રાખવા આદેશ અપાયા છે. રેલવે પોલીસ સાથે સંકલન કરી સતત ચેકિંગ કરવાના ઓર્ડર છે.આગામી દિવસોમાં નવરાત્રીમાં કડક ચેંકિંગ કરીને આ વખતે માફિયાઓને નિષ્ફળ બનાવવા કટીબધ્ધતા દાખવવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.