બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઇને શિવસેના અને ભારતીય જનતા પાર્ટીમાં ચાલી રહેલ ખેંચતાણની વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે મોટું નિવેદન આપ્યું છે. મંગળવારે એમને કહ્યું કે શિવસેનાની માંગો પર મેરિટના આધાર પર વિચાર થઇ રહ્યો છે, અમારી પાસે કોઇ પ્લાન B અથવા C નથી, આ વાત પાક્કી છે કે હું જ મુખ્યમંત્રી બનીશ.
સામનાના લખાણથી BJP નારાજ?
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું કે મીડિયામાં જે પણ આવી રહ્યું છે એનાથી એ સ્પષ્ટ છે કે ભાજપની આગેવાનીમાં જ સરકારનું ગઠન થવા જઇ રહ્યું છે શિવસેનાનું ન્યૂઝપેપર 'સામના' માટે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે સામનામાં જે પણ લખવામાં આવે છે એ ઠીક નથી. આ વાત બગાડવાનું કામ કરી રહી છે.
ADVERTISEMENT
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે બુધવારે ધારાસભ્ય દળની બેઠક થશે, જેમાં નેતાની ચૂંટણી કરવામાં આવશે. એમને કહ્યું કે શિવસેના પાંચ વર્ષ માટે મુખ્યમંત્રી પદ ઇચ્છે છે, પરંતુ માંગવું અને પ્રેક્ટિકલ થવું બે અલગ વાત છે. મુખ્યમંત્રી પદને લઇને ક્યારે કોઇ 50-50 ફોર્મૂલા નક્કી થઇ નથી.
મુખ્યમંત્રી પદ પર સતત આક્રમક છે શિવસેના
નોંધનીય છે કે શિવસેના તરફથી સતત મુખ્યમંત્રી પદ પર નિવેદન આપવામાં આવી રહ્યું છે. મંગળવારે પણ શિવસેનાના સંજય રાઉતે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કોઇ દુષ્યંત નથી, જેના પિતાને જેલથી બહાર નિકળાવામાં આવશે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે અમારી પાસે પણ વિકલ્પ છે.
ADVERTISEMENT
જો કે સંજય રાઉતે પણ કહ્યું કે અમ એ વિકલ્પો પર વિચાર કરવાનું પાપ કરવા ઇચ્છતા નથી. શિવસેનાની તરફથી કહેવામાં આવ્યું છે કે અમે સત્તાના ભૂખ્યા નથી. અમે એ પાર્ટીઓની સાથે નહીં જઇ શકીએ. જેમને અમારી વિરુદ્ધ ચૂંટણી લડી.
જણાવી દઇએ કે મહારાષ્ટ્રમાં આવેલા પરિણામમાં શિવસેના અને ભાજપના બહુમતને ગઠબંધન મળ્યું છે, બંને પાર્ટીઓને 161 સીટો મળી છે. એમાં ભાજપને 105, શિવસેનાને 56 સીટો મળી છે. હવે શિવસેના આ વાત પર અડી ગઇ છે કે વાયદા પ્રમાણએ ભાજપને સરકારમાં 50-50ની ફોર્મૂલા અપનાવી જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.