બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / વાત્રકના કિનારે છે 73 ફૂટ ઉંચુ ગણપતિનું આ મંદિર, મુંબઇના સિદ્ધિ વિનાયકથી લવાઇ છે અખંડ જ્યોત
Last Updated: 06:30 AM, 2 September 2025
અમદાવાદથી ડાકોર જતા રસ્તામાં મહેમદાવાદ પાસે વાત્રક નદીના કિનારે સિદ્ધિ વિનાયક ગણપતિજીનુ મંદિર આવેલું છે. મંદિરની ઉંચાઈ 73 ફૂટ છે. મુંબઈના જાણીતા સિદ્ધિવિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ આ મંદિરે સ્થાપિત કરવામાં આવી છે. મુંબઈ દાદરના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરના માર્ગદર્શન અનુસાર ગણેશનું મંદિર બનાવવું હોય તો નર્મદા કે વાત્રક નદીનો કિનારો હોવો જોઇએ તેમજ તે સ્થળે સફેદ આકડો હોવો જરૂરી છે. એટલે જ મહેમદાવાદ પાસે વાત્રક નદીના કિનારે મંદિરને નિયમો મુજબ બનાવવામાં આવ્યુ છે.
ADVERTISEMENT

નેપાળ, શ્રીલંકા, થાઈલેન્ડ અને જાપાન સહિત અન્ય 10 જેટલા દેશોમાં સ્થાપિત ગણેશજીની પ્રતિકૃતિઓ મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે. મંદિરને પાંચ માળમાં બનાવવામાં આવેલુ છે. મંદિરમાં બીજા માળે ભક્તો માટે ભજન કિર્તન કરવાની સુવિધા કરવામાં આવી છે. અને સત્સંગ માટે ખાસ હોલ પણ બનાવવામાં આવ્યો છે.દેશના સૌથી મોટા મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાંથી અખંડ જ્યોત લાવીને મહેમદાવાદના મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે. અમદાવાદ શહેરથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલા સિદ્ધિવિનાયક મંદિરમાં વર્ષે લાખો ભક્તો દર્શન કરવા આવી ધન્ય બને છે.
ADVERTISEMENT

દર મંગળવારે દાદાના મંદિરે મોટા પ્રમાણમાં ભીડ ઉમટી પડે છે. વાત્રક નદીના કાંઠે મહેમદાવાદ ખાતે 2011માં મંદિરનું ભૂમિપૂજન કરી આશરે રૂ. 14 કરોડના ખર્ચે મંદિરનુ નિર્માણ કરવામાં આવ્યું હોવાનું મનાય છે.સિદ્ધિવિનાયક ગણેશજીના મંદિરમાં સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી ફક્ત જમીનની 20 ફૂટ નીચે શિલાનું ફાઉન્ડેશન છે અને એક જ શિલા પર મંદિર ઉભુ કરવામાં આવ્યુ છે.
ADVERTISEMENT
સિદ્ધિવિનાયક ગણેશ મંદિરમાં ભગવાન ગણેશના દર્શનની સાથે અન્ય પણ આકર્ષણો છે. પરિસરમાં હર્બલપાર્ક, નાના અન્ય મંદિરો, યાત્રાળુઓ માટે નિવાસ સ્થાન, ભોજનાલય અને કાફેટેરિયાની ઉત્તમ સુવિધા કરવામાં આવી છે. મંદિરમાં ગણેશજીની અખંડ જ્યોત છે. સમગ્ર ભારતમાં આ એકમાત્ર દણપતિજીનુ મંદિર છે જેના સૌથી ઉપરના માળે ગણપતિજી બિરાજમાન છે, ભાવિકોને દર્શન કરવા માટે લિફ્ટની પણ સુવિધા રાખવામાં આવી છે.

ADVERTISEMENT
મહેમદાવાદના સિદ્ધિવિનાયક મંદિરમાં ભાવિકો દૂર દૂરથી પોતાની મનોકામના સાથે દર્શન કરવા આવે છે. મંગળવારે અને ચોથના દિવસે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં પરિવાર સાથે દાદાના દર્શને આવી ધન્ય થાય છે. ભગવાન ગણેશજીના દર્શન કરી મંદિર પરિસરમાં સતત વાગતી શ્રી ગણેશજીની ધૂન શાંતિ સાથે દૈવિક દિવ્યતાનો અનુભવ કરાવે છે.
સિદ્ધિવિનાયક ગણેશ મંદિરમાં ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. મહિલાઓ પોતાની માનતા માટે મંદિરે ઘઉંના દાણાથી ઉંધો સાથિયો બનાવે છે અને ભગવાન સામે હાથ જોડી પ્રાર્થના કરે છે અને તે માનતા પૂર્ણ થાય ત્યારે મંદિરે આવી દર્શન કરી તે જ ઘઉંના દાણાથી સીધો સાથિયો બનાવી બાધા માનતા પૂર્ણ કરે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ઘરે ગણપતિના વિસર્જન દરમ્યાન ક્યારેય ન કરતા આવી ભૂલો, જાણો બાપ્પાની વિદાય વિધિ
ADVERTISEMENT
ભગવાન સિદ્ધિવિનાયકનુ પવિત્ર મંદિર સેલ્ફી શોખીનો માટે પણ વિશેષ છે કારણ કે મંદિરના આગળના ભાગે મૂષક અને હાથીની હૂબહૂ પ્રતિમા બનાવવામાં આવેલી છે. બગીચાના શાંત વાતાવરણમાં આવેલી આ પ્રતિમાઓ સાથે ભક્તો પોતાના બાળકો પરિજનો મિત્રોની સેલ્ફી લઈ દર્શન સાથે પોતાની યાદો કેદ કરી લઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.