બ્રેકિંગ ન્યુઝ
VTV / Travel / Delhi restaurant introduces Article 370 thali, gives Rs 370 discount to J&K residents
જો તમે જમ્મૂ કાશ્મીરથી છો તો દિલ્હીના કનોટ પેલેસની એક હોટલની સુપર સાઈઝ થાળી પર 370 રૂપિયાની છૂટ મેળવી શકો છો. મોટી ગણાતી આ થાળીમાં તમે લગભગ દરેક રાજ્યોનો સ્વાદ ચાખી શકો છો. આડરેર 2.1 નામની રેસ્ટોરાંમાં અનેક સ્વાદિષ્ટ વ્યંજનો માટે જાણીતી છે. હાલમાં તમે જમ્મૂ કાશ્મીરનું ઓળખપત્ર દર્શાવીને આર્ટિકલ 370 થાળી પર 370 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
ADVERTISEMENT


ADVERTISEMENT
અહીં શાકાહારી થાળીની કિંમત 2370 રૂપિયા છે. અને નોનવેજની થાળીની કિંમત 2669 રૂપિયા છે. જમ્મૂ કાશ્મીરના શાકાહારી મેનૂમાં કાશ્મીરી પુલાવ, ખમીરની રોટલી, નદરૂની શમી, દમ આલુ અને કહવા સામેલ છે. તો નોન વેજમાં કાશ્મીરી પુલાવ, ખમીરની રોટલી, નદરૂની શમી, રોગન જોશ અને કહવા સામેલ છે.

ADVERTISEMENT
રેસ્ટોરાં આ પહેલાં પણ અલગ પ્રકારની થાળી શરૂ કરવા માટે જાણીતી રહી છે. અહીં 'મોદીજી 56 ઈંચ થાળી' અને બાહુબલી પિક્ચર જેવી થાળી પણ લોકપ્રિય રહી છે. આ સિવાય ચૂંટણીનો ઉત્સવ મનાવવા માટે 'યૂનાઈટેડ ઈન્ડિયા થાળી' પણ રાખવામાં આવી હતી. અહીં અન્ય એક ખાસ થાળી મળે છે જેમાં 30 વાનગીઓ પીરસવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.