બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / Deep sea whales once lived on land

આશ્ચર્ય! / વ્હેલની ખોપડીને સ્કેન કરતા મળી આવી એવી જાણકારી કે, દુનિયાભરના વૈજ્ઞાનિકો થઈ ગયા સ્તબ્ધ

Published By: Mayur

Last Updated: 05:36 PM, 13 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વ્હેલ દુનિયાનો સૌથી મોટો જીવ છે. વ્હેલના ઈતિહાસના કોયડાએ વૈજ્ઞાનિકોને મુંજવણમાં મુક્યા. અધ્યયનમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે, જે વ્હેલ પહેલા જમીન પર રહેતી હતી, હવે તે કઈ રીતે મહાસાગરમાં આવીને રાજ કરવા લાગી.

  •  એક સમયે જમીન પર રહેતી હતી, અગમ્ય સમુદ્ધમાં રહેવા વાળી વ્હેલ - શોધ
  •  વ્હેલના ઈતિહાસમાં તેમનુ કઈ રીતે વિકાસ થયું?
  •  તે કઈ રીતે મહાસાગરમાં આવીને રાજ કરવા લાગી. 

અવશેષોનું અધ્યયન આપણા જીવ વૈજ્ઞાનિકો માટે ખુબજ જરૂરી હોય છે, કારણ કે તેનાથી તેઓ જીવના વિકાસ ક્રમનો અનુમાન લગાવામાં સરળતા રહે છે. ડાર્વિનના સમયગાળા બાદથી દુનિયા ભરમાં જીવોના ઉદ્ભવના અધ્યયન પર વિશેષ જોર આપવામાં આવી રહ્યું છે. સસ્તન પ્રાણીના વિકાસ બાબતે પહેલાથી જ ખૂબ જાણકારી એકઠી કરવામાં આવી છે. પરંતુ વૈજ્ઞાનિકો વ્હેલ અને તેમના વિભિન્ન પ્રજાતિઓ વિશે વધુ ખબર લાવી શક્યા નથી. હવે, નવા અધ્યયને વ્હેલનાં જીવન ઈતિહાસે નવી દિશામાં મહત્વપૂર્ણ જાણકારી એકઠી કરવામાં સફળતા મેળવી છે. તેઓ એ મેળવ્યુ છે કે, એક સમયે વ્હેલ ધરતી પર રહેતી હતી.

ત્રણ વિકાસકાળ 
અત્યાર સુધી વૈજ્ઞાનિકો એ વાત જાણી નહોતા શક્યા કે વ્હેલ કઈ રીતે જુદી જુદી પ્રજાતીઓમાં વિકસિત થઈ. પરંતુ આ મોટા અને મહત્વપૂર્ણ અધ્યયનમાં શોધકર્તાઓએ પોતાના અધ્યયનમાં વ્હેલનાં ત્રણ પ્રમુખ વિકાસકાળ વિશે જાણકારી એકઠી કરી છે. એટલુ જ નહી તે સમયાગાળા દરમિયાન વ્હેલનો વિકાસ ખૂબ ઝડપથી થયો હતો.

5 કરોડ વર્ષની જાણકારી 
'ધ ટેમ્પ કેટેશિયન કાર્નિયલ ઇવોલ્યુશન' નામના આ અભ્યાસના પરિણામો કરંટ બાયોલોજી જર્નલમાં પ્રકાશિત થયા છે. જેમા શોધકર્તાઓએ વ્હેલની આશરે 113 વિલુપ્ત અને 88 જીવિત પ્રજાતિઓની ખોપડીઓના 3D સ્કેનથી તપાસ કરી અને વ્હેલના વિકાલ કાળના પુરા 5 કરોડ વર્ષના સમયની જાણકારી નિકાળી છે.

ફ્કત ત્રણ એવા અવસર
સ્મિથસનિયનના નેશનલ મ્યૂઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીના પોર્ટ ડોક્ટોરલ ફેલો અને આ અધ્યયનની લેખક ડો.એલેનએ જણાવ્યુ કે તેમની ટીમે પૃથ્વી પર મળતી વ્હેલની સૌથી મોંધી ક્રાનિયલ ડેટાસેટને મેળવ્યું છે.આ અધ્યયનમાં આ ખુલાસો થયો છે કે વ્હેલના ઉદ્ભવ કાળમાં ત્રણ પ્રમુખ સમય આવ્યા છે.જ્યારે તેમનો વિકાસ ખૂબ ઝડપથી થયો હતો.

બીજા સમયગાળામાં શું થયું
તેમજ બીજા વિકાસ કાળખંડમાં વ્હેલના બે પ્રમુખ સમૂહ એકબીજાથી અલગ થઈ ગયા હતા. વિચલન દાંતો વાળી વ્હેલ, બલીન વહેલ, ઓડોન્ટોસેટી અને મિસ્ટીસેટી વ્હેલોમાં જોવામાં આવી છે. શોધકર્તાઓએ મેળવ્યું કે ઓડોન્ટોસેટી પ્રજાતીની વ્હેલની ખોપડીમાં મોઢા અને નાકના હિસ્સામાં ખૂબ મોટા બદલાવ જોવા મળ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Biologists Gujarati News Whale research of Whale fossils OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ