બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / મુંબઈ / અમદાવાદના સમાચાર / સુરતના સમાચાર / Darshan Zardosh announces to start 3 trains which were closed during Corona period
Last Updated: 10:11 AM, 28 May 2022
ADVERTISEMENT
દેશમાં કોરાનાએ તો આર્થિક રીતે કમર ભાંગી નાંખી. કેટલાક ઉદ્યોગ ધંધાઓ બંધ કરવાનો વારો આવ્યો. અનેક લોકો બેરોજગાર થઇ ગયા. જો કે હવે કોરોનાના કેસ ઓછા થતા બધુ ધીરે ધીરે પૂર્વવત થઇ રહ્યું છે. ત્યારે કોરોના કાળમાં બંધ થયેલી મુસાફરો માટેની સુવિધા શરુ થતા પ્રવાસીઓને રાહત મળી છે. ગુજરાત સહિત મહારાષ્ટ્રના પ્રવાસીઓને મોટી રાહત થશે.
ત્રણ ટ્રેનો ફરી કરાશે શરૂ
ADVERTISEMENT
કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોષે અમદાવાદ-મુંબઇ વચ્ચે 3 ટ્રેનો શરુ કરવાની જાહેરાત કરી છે. મુંબઇ-અમદાવાદ,વલસાડ-વડોદરા અને સુરત-ભુસાવળ વચ્ચે ટ્રેન શરૂ કરવામાં આવશે. જો કે આ કોઇ નવી ટ્રેનો નથી. અગાઉ પણ ચાલતી જ હતી. પરંતુ કોરોનાકાળ અને વીજળના સંકટને કારણે આ ટ્રેનો બંધ કરાઇ હતી. રોજબરોજ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકો આ ટ્રેનો બંધ થવાને લીધે હાલાકી વેઠી રહ્યા હતા. ત્યારે હવે ફરીથી ટ્રેનો શરુ થતા પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે.
કેન્દ્રીય રેલ રાજયમંત્રીએ ટ્વિટ કરીને આપી માહિતી
આ અંગે કેન્દ્રીય મંત્રીએ ટ્વિટ કરતા માહિતી આપતા જણાવ્યું હતું કે રોજિંદી મુસાફરી કરતા લોકોની સગવડતાને ધ્યાને રાખીને ભારતીય રેલ દ્વારા ટ્રેન સેવા ફરીથી કાર્યરત કરવામાં આવે છે.
રોજીંદી મુસાફરી કરી રહેલા લોકોની સગવડ ને ધ્યાનમાં લઈ, ભારતીય રેલ દ્વારા નીચે મુજબની ટ્રેન સેવા ફરીથી કાર્યરત કરી છે.
— Darshana Jardosh (@DarshanaJardosh) May 27, 2022
- ટ્રેન નં. ૫૯૦૪૯/૫૦ (૦૯૧૬૧/૬૨):
વલસાડ - વડોદરા
- ટ્રેન નં. ૫૯૦૧૩/૧૪ (૧૯૦૦૫/૦૬):
સુરત - ભૂસાવલ
- ટ્રેન નં. ૫૯૩૪૯/૫૦ (૧૯૪૧૭/૧૮) :
મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ
જેમાં ટ્રેન નંબર- ૫૯૦૪૯/૫૦ વલસાડથી વડોદરા. ટ્રેન નંબર ૫૯૦૧૩/૧૪ .સુરત - ભૂસાવલ તથા ટ્રેન નંબર ૫૯૩૪૯/૫૦ મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ ત્રણ ટ્રેન ફરીથી શરૂ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
એક્શન / અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિની મોટી કાર્યવાહી, 22 શાળાઓને ફટકાર્યો મસમોટો દંડ
Dinesh Chaudhary
જાણી લો / ખરીફ સિઝનમાં કપાસના પાકને બચાવવા જાણી લો આ ઉપાયો, પાકમાં થશે મબલખ ઉત્પાદન
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.