બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / દધિચી ઋષિને ગંગા સ્નાન કરાવવા સાક્ષાત પ્રગટ થયા ગંગાજી, સૌરાષ્ટ્રની ગુપ્તગંગાનો છે રોચક ઈતિહાસ

દેવ દર્શન / દધિચી ઋષિને ગંગા સ્નાન કરાવવા સાક્ષાત પ્રગટ થયા ગંગાજી, સૌરાષ્ટ્રની ગુપ્તગંગાનો છે રોચક ઈતિહાસ

Last Updated: 06:11 AM, 9 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેરાવળ તાલુકામાં આદ્રી ગામે સમુદ્ર કિનારા નજીક મહાકાળી માતાજીનું પ્રાચીન મંદિર અને દધિચી ઋષિનો આશ્રમ આવેલો છે. અહીં દેવોના આહવાનથી ગંગાજી પ્રગટ થયા હતા જે ગુપ્તગંગા તરીકે ઓળખાય છે

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં આદ્રી ગામે સમુદ્ર કિનારા નજીક મહાકાળી માતાજીનું પ્રાચીન મંદિર અને દધિચી ઋષિનો આશ્રમ આવેલો છે. અહીં દેવોના આહવાનથી ગંગાજી પ્રગટ થયા હતા જે ગુપ્તગંગા તરીકે ઓળખાય છે. સંત અને સુરાની ભૂમિ એટલે સૌરાષ્ટ્ર, જ્યાં ભગવાન શ્રીરામ અને કૃષ્ણ પણ આવ્યા તે દેવભૂમિ એટલે સૌરાષ્ટ્ર, જ્યાં સુર્યના પ્રથમ કિરણોનો પાત થાય છે તે પ્રદેશ એટલે સૌરાષ્ટ્ર. જ્યાં સાક્ષાત સોમનાથ મહાદેવ બિરાજે છે. ભગવાન શ્રીકૃષ્ણ જયાંથી સ્વધામ ગયા, જ્યાં અનેક તીર્થો આવેલા છે તે સૌરાષ્ટ્રનો એક ભાગ એટલે પ્રભાસ ક્ષેત્ર. ઇતિહાસ સાક્ષી છે કે આ પ્રભાસ ક્ષેત્રમાં અનેક ઋષિઓ અને ખુદ દેવો પણ તપશ્ચર્યા કરવા માટે આવેલા. પ્રભાસ ક્ષેત્રની ધરતી પર 68 તીર્થો પૈકી ઘણા તીર્થો આવેલા છે. આ ધરતીને તીર્થભૂમિ પણ કહેવામાં આવે છે.

MATAJI 3

દેવોના આહવાનથી પ્રગટ થયા હતા ગંગાજી

શ્રદ્ધા, ભક્તિ અને શક્તિનો અનેરો ત્રિવેણી સંગમ રચાય છે. તેવુ જ એક તીર્થ એટલે આદ્રી ગામે આવેલું દેવધરા તીર્થ. હજારો વર્ષ પહેલા વિંધ્યાચલ પર્વત પર પોતાના આશ્રમમાં રહેતા પ્રખર તપસ્વી દધિચી ઋષિએ અહિં પ્રાણ છોડ્યા હતા. સતયુગમાં દેવતાઓએ પોતાના અસ્ત્ર-શસ્ત્ર ઋષિ દધિચીને સાચવવવા માટે સોંપી દીધા હતા. વર્ષો સુધી દેવતાઓને શસ્ત્રોની જરૂરિયાત પડી નહોતી. બીજી તરફ દધિચી ઋષિને ભારત ભ્રમણ કરવાની ઈચ્છા થઈ અને દેવોના શસ્ત્રો કોઈને સોંપી શકાય નહિં એટલે તમામ શસ્ત્રોને યોગબળે પાણીની અંજલિ સ્વરૂપ બનાવીને પી લીધા પછી ભારત ભ્રમણ કરવા નીકળ્યા હતા. સતયુગના અંતિમ પડાવે પ્રભાસ ક્ષેત્ર પાસે આવેલા આ તીર્થ ક્ષેત્રે દધિચી ઋષિની આશ્રમમાં તપશ્ચર્યા ચાલુ હતી તે દરમ્યાન વૃત્રાસુર નામના અસુરનો ત્રાસ ત્રણેય લોકમાં વર્તાયો અને દેવોના રાજા ઇન્દ્ર પણ વૃત્રાસુર સામે હારી ગયા એટલે અસુરનો નાશ કરવા દેવતાઓ દધિચી ઋષિ પાસે આવી પોતાના શસ્ત્રો માંગ્યા. અંજલિ ભરીને શસ્ત્રોને પી ગયેલા દધિચી ઋષિએ માર્ગ બતાવ્યો કે મારા હાડકામાંથી શસ્ત્ર બનાવો ઋષિએ બતાવેલા માર્ગથી અચંબિત થયેલા દેવોથી બ્રહ્મ હત્યાનું પાપ તો ના થાય એટલે આખરે ઋષિ એ જ માર્ગ સુઝાડયો અને કહ્યું પહેલા મને ગંગા સ્નાન કરાવો એટલે દેવોએ ગંગાજીને આવાહન કરી પ્રગટ કર્યા જ્યાં ગંગાજી પ્રગટ થયા તે આ આદ્રી ગામ નજીકના ગુપ્ત ગંગા.

D 4

જ્યાં છે શ્રદ્ધા, ભક્તિ અને શક્તિનો ત્રિવેણી સંગમ

અહીં જ દધિચી ઋષિએ ગંગા સ્નાન કર્યું ત્યાર બાદ ઋષિની પીઠ પર દેવોએ મધ લગાવી ગાયને ચટાડયું. દધિચી ઋષિની પીઠની ચામડી તૂટી અને ઋષિએ પોતાના તપોબળ વડે પ્રાણ ત્યાગ કર્યા. દેવોને ઋષિના હાડકા મળ્યા તેમાંથી જે શસ્ત્ર બનાવ્યું તે શસ્ત્ર એટલે ઈન્દ્રનું વજ્ર અને તે વજ્ર વડે ઇન્દ્રએ વૃત્રાસુરનો નાશ કર્યો. દધિચી ઋષિએ અહીંથી 6 કિલોમીટર દૂર વિસણવેલ ગામ નજીક પ્રાણનો ત્યાગ કર્યો હતો તે બન્યું દેવધરાતીર્થ. આદ્રી ગામ નજીક આવેલા મહાકાળી માતાજીના પ્રાચીન મંદિર પાસેથી પણ ગુપ્ત ગંગા વહે છે. ગુપ્ત ગંગાનું અમૃત સમાન પાણી પીવાથી ઉધરસ મટી જાય છે. અનેક ભાવિકો અહીં માનતા લઈને આવે છે. અને માતાજીના આશીર્વાદથી દરેકની માનતા પૂર્ણ પણ થાય છે. વર્ષો પહેલા એક સંત નવરાત્રીનું અનુષ્ઠાન અને ઉપાસના કરતા હતા નવરાત્રીના નવમા દિવસે માતાજીને સંતે નિવેદ ધરી પ્રાર્થના કરી ત્યારે દીવાલમાંથી ચૂડી પહેરેલો હાથ બહાર આવ્યો અને બાપુ પાસેથી હાથોહાથ નિવેદ સ્વીકાર્યા હતા. ત્યારથી અહીં માતાજી પ્રગટ થયા જે મહાકાળી માતાજી તરીકે ઓળખાય છે. પ્રાચીન મહાકાળી માતાજીના મંદિરે આખું વર્ષ પૂજા પાઠ અને ભોજન પ્રસાદ ધરાવવામાં આવે છે.

PROMOTIONAL 12

આ પણ વાંચો: મહાબળબાપાનો ચમત્કાર, કૂવા સિવાય બીજા કોઈ પણ પાણીમાં નથી પાકતી ખીચડી

D 5

ગુફાનો બીજો છેડો દ્વારકા નીકળે?

અતિ પવિત્ર ગીર સોમનાથની ભૂમિ તીર્થભૂમિ તરીકે ઓળખાય છે. આ જિલ્લામાં અનેક તીર્થ અને ઐતિહાસિક સ્થળ આવેલા છે. તેમાંનું એક પવિત્ર સ્થળ એટલે આદ્રી ગામ નજીકની દધિચી ઋષિની તપોભૂમિ. અહીં નાગનાથ મહાદેવનું મંદિર પણ આવેલું છે. ગંગાજી હોય ત્યાં મહાદેવ પણ અચૂક હોય, અહીં બે શિવલિંગ છે. એક દેવોએ પ્રતિષ્ઠિત કરેલું અને બીજુ મનુષ્યએ સ્થાપિત કરેલુ, બંને શિવલિંગ પર નાગદેવતા પણ છે. સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં આદ્રી નજીકનું આ ધામ આસ્થાનું પ્રતીક છે. અહીંની એક ગુફાનો બીજો છેડો દ્વારકા નીકળતો હોવાની લોકવાયકા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mahakali Mataji Ganga Mataji Dev Darshan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ