બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / મહાબળબાપાનો ચમત્કાર, કૂવા સિવાય બીજા કોઈ પણ પાણીમાં નથી પાકતી ખીચડી

દેવ દર્શન / મહાબળબાપાનો ચમત્કાર, કૂવા સિવાય બીજા કોઈ પણ પાણીમાં નથી પાકતી ખીચડી

Last Updated: 06:06 AM, 7 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં ઝાલાના વડોદરા ગામે પ્રાચીન મહાબળ બાપાનું મંદિર આવેલું છે અહીં ચૈત્ર-વૈશાખ મહિનામાં હજ્જારોની સંખ્યામાં ભાવિકો દર્શને અને માનતા પુરી કરવા આવે છે.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં ઝાલાના વડોદરા ગામે મહાબળ બાપાનું પ્રાચીન મંદિર આવેલું છે. મહાભારતકાળનું આ મંદિર સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં નાગદેવતાના પ્રાચીન મંદિરો પૈકીનું એક છે. અહીં ચૈત્ર-વૈશાખ મહિનામાં હજ્જારોની સંખ્યામાં ભાવિકો દર્શને અને માનતા પુરી કરવા આવે છે. મહાબળબાપા એ નાગદેવતા છે જેમને ખીચડીનો પ્રસાદ ખાસ પસંદ છે. સાચી શ્રદ્ધા સાથે અહિં આવતા ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં ઝાલાના વડોદરા ગામે પ્રાચીન મહાબળ બાપાનું મંદિર આવેલું છે. મંદિરે પહોંચવા કોડીનારથી વાયા સુત્રાપાડા વેરાવળ જતા રસ્તે ધામળેજ ગામ પછી ઝાલાના વડોદરા ગામના પાટિયાથી ત્રણ કિલોમીટરના અંતરે મહાબળ બાપાનું મંદિર આવેલુ છે. મહાબળ બાપાના મંદિરનું એક સદી પહેલા નવીનીકરણ કરવામાં આવ્યુ હતુ. વર્ષોથી ઝાલાના વડોદરાના વાસીઓ મહાબળબાપાના નિયમિત પૂજન અર્ચન કરતા આવ્યા છે અને કોઈપણ ગ્રામવાસી ગામથી સ્થળાંતર કરી બીજે ગયા હોય અને તેમને ત્યાં સંતાનનો જન્મ થાય ત્યારે તે અહિં અચૂક દર્શન કરવા આવે છે.

D 3

સુત્રાપાડામાં ઝાલાના વડોદરા ગામે મહાબળબાપાનું પ્રાચીન મંદિર

પ્રાચીન કાળમાં આ સ્થળ એક ડુંગર હતો ત્યારે આ મંદિર ડુંગરના કોતરમાં આવેલુ હતુ જે વર્તમાન સમયમાં ભોંયરામાં આવી ગયેલુ છે. હજારો શ્રદ્ધાળુઓ નાગદેવતા મહાબળ બાપામાં પૂર્ણ શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે. અઢારેય વર્ણ દાદાને પુરા ભક્તિ ભાવથી નમન કરી સ્વસ્થતાના આશીર્વાદ લઈ ખીચડી, ચોખા, ઘી, નાળિયેર અને સાકરનો પ્રસાદ ધરાવે છે. લોકવાયકા મુજબ મહાભારત કાળમાં દુર્યોધને ભીમને લાડુમાં અત્યંત વિષ આપી મૂર્છિત કરી દઈ દોરડાથી બાંધીને નદીમાં ફેંકી દેતા વધારે શારીરિક વજન ભીમને પાતાળમાં નાગલોકમાં ખેંચી ગયુ હતુ જ્યાં અસંખ્ય નાગે ભીમને દંશ દેતા 'ઝેરનું મારણ ઝેર' ઉક્તિ પ્રમાણે ભીમના શરીરમાંથી દુર્યોધને આપેલું તમામ વિષ નીકળી ગયુ હતું. સ્વસ્થ થયેલા ભીમ પાસે નાગરાજ વાસુકીએ પરિચય માંગ્યો ત્યારે તેમને જાણ થઈ કે ભીમ તેમનો ભાણેજ થાય છે એટલે તેણે ભીમને સહસ્ત્ર હાથીનું બળ આપી નાગ કન્યા સાથે લગ્ન કરાવ્યા હતા. ભીમ અને નાગકન્યાને જે પુત્ર થયો તે બર્બુ વાહન અને બર્બુ વાહનના ચાર પુત્ર થયા. તે ચાર પુત્રો એટલે, હાલ કેશોદ પાસે માણેકવાડાના માલબાપા, પેઢાવાડાના રગતિયાબાપા, સુત્રાપાડાના બરડા બાપા અને ઝાલાના વડોદરા ખાતેના મહાબળબાપા થયા. આ ચારેય નાગ દેવતાઓને ખીચડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે.

D 4

આ પણ વાંચો: માલધારીને રાફડાવાળી જગ્યાએ થયો હતો મહાદેવનો સાક્ષાત્કાર, સ્વયંભૂ પ્રગટેલા ભૂતનાથનો ઈતિહાસ 650 વર્ષ જૂનો

D 2

મહાભારતકાળથી છે મહાબળબાપાનું મંદિર

મહાબળબાપાના મંદિરે પાસે પ્રાચીન કૂવો આવેલો છે. આ કૂવામાં ચારથી પાંચ ફૂટ પાણી હંમેશા ભરાયેલું રહે છે. ભૂતકાળમાં જ્યારે પણ દુષ્કાળ પડ્યો છે ત્યારે આ કુવામાં ક્યારેય પાણી ખૂટ્યુ નથી. મહાબળબાપાના પ્રિય પ્રસાદ ખીચડી બનાવતી આ કુવામાંથી જ પાણી લઈને તે બનાવવી પડે છે. જો બીજા કોઈ પાણીથી ખીચડી બનાવવામાં આવે તો તે પાકતી નથી. મહાબળબાપા સંતાન આપનારા, ભક્તોના દુઃખદર્દ દૂર કરનારા અને જીવન સંસારથી હારી થાકી ચુકેલાનો આધાર બનનારા છે. જે કોઈ વ્યક્તિ મહાબળબાપાની શ્રદ્ધાપૂર્વક અને મનથી પ્રાર્થના કરે તેનું દુઃખ મહાબળબાપા દૂર કરે છે. અહીં ખીચડીની સાથે ડબ્બાઓ ભરી ઘી પણ વાપરવામાં આવે છે. સેંકડો લોકો અહીં ખીચડીનો પ્રસાદ લે છે. જેથી મહાબળબાપા ખુશ થાય છે અને પ્રસન્ન રહી ભક્તોને આશીર્વાદ આપી દરેકની મનોકામના પૂર્ણ કરે છે. ગીરના ઝાલાના વડોદરા ગામે બિરાજમાન નાગદેવતા મહાબળબાપા સાક્ષાત છે. તેમની ભાવપૂર્વક માનતા કરવાથી તે અચૂક ફળે છે. ગામમાંથી કોઈ બહારગામ જાય ત્યારે તે વ્યક્તિ કે પરિવાર દાદાના દિવા અચૂક કરે છે. અને ખીચડી પણ ધરાવે છે. એક લોક વાયકા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ અને તેના મોટા ભાઈ બલરામ નિત્ય શ્રી સોમનાથ મહાદેવની પૂજા કરવા મૂળદ્વારકાથી સોમનાથ જતા ત્યારે મહાબળ બાપાના મંદિરે વિશ્રામ કરતા હતા. મંદિરમાં બીજું એક ભોંયરૂ હતું સીધા જ સોમનાથ નીકળતા તે ભોંયરામાંથી ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી, દાદા સોમનાથની પૂજા કરવા સોમનાથ જતા હતા. હાલમાં તે બીજું ભોંયરૂ બંધ કરી દેવામાં આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mahabal Bapa Dev Darshan Mahabal Bapa Mandir
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ