ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
એક તરફ ખેડૂતો પર મોસમનો માર પડી રહ્યો છે તો બીજી તરફ જનતા પર મોંઘવારીનો માર પડી રહ્યો છે. મહાચક્રવાતનું સંકડ ભલે ટળી ગયું પરંતુ કમોસમી વરસાદ હજુ પણ શાકભાજીના ભાવમાં ભડકો કરે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ સ્થિતિમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ડુંગળીના ભાવ તો આસમાને આંબી ગયા છે પરંતુ શિયાળામાં જેના ભાવ ઘટવાની આશા હોય તેવા લીલાં શાકભાજી પણ લોકોનો જીવ બાળી રહ્યા છે.
ADVERTISEMENT
હાલ માર્કેટમાં બટાકા જે પહેલા 15થી 25 રૂ. માં મળતા હતા તેનો ભાવ હવે 40થી 45 રૂ. થયો છે. તો ટામેટા જે પહેલા 15થી 25 રૂ. માં મળતા હતા તેનો ભાવ હવે 40થી 45રૂ. થયો છે તો આદું જે પહેલા 50થી 60 રૂ.માં મળતું હતું તેનો ભાવ હવે80થી 90 રૂ. એ પહોંચ્યો છે તો સરગવો જે પહેલાં 50 રૂ.માં મળતો હતો તેના ભાવ ડબલ થઈને 100 રૂ. સુધી પહોંચી ગયા છે. શાકભાજીના સતત વધતા ભાવોથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે, અને ઘર કેમ ચલાવવું તે એક કોયડો બન્યો છે.
મોંઘવારીના માર થી આમ આદમી ત્રાહિમામ પોકારી ગયો છે ત્યારે કુદરતી આફત પણ મુશ્કેલીઓમાં વધારો કરી રહી છે એક તરફ કમોસમી વરસાદ થી ખેડૂતો ને પાકને વધુ નુકસાન થયું છે પાકની સાથો સાથ ખેડૂત બાદ હવે શાકભાજીના વેપારીઓને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ADVERTISEMENT
દેશનું અર્થતંત્ર વરસાદ અને મોસમ પર ચાલે છે, વિવિધ ક્ષેત્રમાં જોડાયેલા લોકોની રોજી રોટીના સીધા તાર કૃષિ ઉપજ સાથે જોડાયેલા છે.ટેકનોલોજીના સહારે આકાશને આંબી શકાય પરંતુ, જીવતા રહેવા માટે તો કૃષિ પેદાશ પર આધાર રાખવો પડે છે. કેમ કે કૃષિપેદાશ એ અર્થતંત્રનું પણ અમૃત છે.
સંકળાયેલા મુદ્દાઓ