ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / cyclone maha severe storm gujarat

વાાવઝોડું / 'મહા' ની ગુજરાત પર શું થશે અસર? આ તારીખે વરસી શકે છે આફત

Published By: Mehul

Last Updated: 12:07 AM, 4 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત પર મહા કહેર વરસાવવા આવી રહ્યું છે. જેમ-જેમ મહા ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તેમ-તેમ તેના કહેરના ભણકારા વાગી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં. કારણ કે, જો મહા ટકરાયું તો તેની તસ્વીરો તમારી કલ્પનાથી પણ ભયાનક હશે. ત્યારે કેવી રીતે મહા વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. તે જરા જુઓ પણ ખરા અને ધ્યાનથી સાંભળી પણ લો.

ADVERTISEMENT

ગુજરાતના દરિયા કિનારે તેના સૂસવાટા સંભળાઇ રહ્યા છે. એ ભયાનક રૌદ્ર રૂપ ધારણ કરી આગળ વધી રહ્યું છે. એ જેમ-જેમ આગળ વધી રહ્યું છે. તેમ તેમ તેનું ભયાનક રૂપ મારક બનતુ જઇ રહ્યું છે. તે જેમ-જેમ આગળ વધી રહ્યું છે તેમ-તેમ વિનાશક દ્રશ્યો ભયભિત કરી રહ્યા છે. હવે જરા આ વાવાઝોડું કેવી રીતે ત્રાટકશે તે પણ સમજો. 

મહત્વનું છે કે, ગુજરાત પર આ પાંચમાં વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યું છે. કારણ કે, આ પહેલા ફેની, વાયુ, હિકા અને ક્યારનું સંકટ મંડરાયું હતું. પરંતુ તેનો કહેર ગુજરાત પર વરસ્યો નહોતો. જ્યારે મહા ગુજરાતના દરિયા કિનારે ટકરાઇ તેવા એંધાણ છે. અને જો ટકરાયું તો તે ભયાનક હશે. ત્યારે આ ભયાનક મહાના ભણકારાની અસરો કેવી થઇ શકે છે.

તેના પર નજર કરીએ તો, મહાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર -કચ્છ સાથે સાથે મધ્ય ગુજરાતમાં જોવા મળશે. ખાસ કરીને રાજ્યના 12થી વધારે જિલ્લાઓમાં, વાવાઝોડું ટકરાવા પર સૌરાષ્ટ્રમાં તોફાની પવન સાથે અતિભારે વરસાદ ત્રાટકવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ થશે. આ વાવાઝોડુ ત્રાટકવાથી નારિયેળી, ચીકુ અને આંબાના પાકને ભારે નુકશાન થઇ શકે. 

હવામાન વિભાગે પણ 6-7 તારીખ વચ્ચે વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી રહ્યું છે. એટલે કે, એક વાત તો સ્પષ્ટ છે કે, તો મહા ગુજરાત પર ત્રાટક્યું તેના પરિણામ ગંભીર હશે. પરંતુ આ ગંભીર પરિણામને પહોંચી વળવા સરકાર શું પગલા ભરશે. તે તો હવે સરકાર જ જાણે છે. કારણ કે, સરકારનો હજુ સુધી કોઇ એક્શન પ્લાન સામે આવ્યો નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone Gujarati News Maha Cyclone ગુજરાતી ન્યૂઝ Maha Cyclone

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ