બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / આ ખતરનાક એન્ડ્રોઇડ માલવેયરથી બચીને રહેજો! નહીંતર બેંક એકાઉન્ટ સાફ થતા વાર નહીં લાગે, જુઓ કેવી રીતે
Last Updated: 02:24 PM, 3 November 2024
દેશમાં સાયબર ઠગ ઘણા લોકોને છેતરપિંડીનો શિકાર બનાવી રહ્યા છે. આ સાયબર ઠગ લોકોને શિકાર બનાવતા પહેલા પોતાની જાળમાં ફસાવે છે અને આ પછી તેમના બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લે છે. આ દિવસોમાં એક એન્ડ્રોઇડ માલવેર ફેલાઈ રહ્યો છે જે તમારા બેંક કૉલ્સને સીધા સ્કેમર્સને રીડાયરેક્ટ કરી શકે છે.
ADVERTISEMENT
'ફેકકૉલ' તરીકે ઓળખાતું ખતરનાક એન્ડ્રોઇડ માલવેર તમારા બેંક કૉલ્સને સાયબર ગુનેગારો સુધી પહોંચાડી શકે છે. હવે આ માલવેર નવા વર્ઝન સાથે આવ્યું છે, જે સાયબર ગુનેગારોને તમારા સ્માર્ટફોનને દૂરથી નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે.
ADVERTISEMENT
આ ફેકકોલનું નવું વર્ઝન 'વિશિંગ' ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. વિશિંગનો મતલબ છે વૉઇસ ફિશિંગ, જેમાં યુઝર્સને તેમની ક્રેડિટ કાર્ડની માહિતી, લૉગિન વિગતો અને અન્ય બેંકિંગ માહિતીને ફોન કૉલ્સ અથવા વૉઇસ મેસેજ દ્વારા શેર કરવાનું કહેવામાં આવે છે.
FakeCall માલવેર તમારા ફોનમાં APK ફાઇલના રૂપમાં આવે છે, જ્યારે લોકો તેને ઇન્સ્ટોલ કરે છે ત્યારે તે ડિફોલ્ટ એપ્લિકેશન તરીકે સેટ કરવાનું કહે છે. એક વખત એક્સેસ આપી દેવામાં આવે એ પછી આ માલવેર તમારા ડિવાઇસને કંટ્રોલ કરવા લાગે છે અને તમારા ઇનકમિંગ અને આઉટગોઇંગ કૉલ્સ સહિત બેંકને કૉલ હેકરને રીડાયરેક્ટ કરે છે.
તેનાથી બચવા માટે ગૂગલ પ્લે સ્ટોર સિવાય બીજા કોઈ સોર્સથી કોઈપણ એપ ડાઉનલોડ કરવાનું ટાળો. સાથે જ અઠવાડિયામાં એકવાર તમારો ફોન રીબૂટ કરો. ખાસ કરીને Google Play Protection ચાલુ રાખો અને તેની સાથે એપ્સ સ્કેન કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.