ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / cwg 2022 medal indian womens hockey team wins

CWG 2022: / કોમનવેલ્થમાં ભારતીય દીકરીઓનો દમદાર દેખાવ, હોકી ટીમે બ્રોન્ઝ, બોક્સર નિતુએ ગોલ્ડ જીત્યો, સિંધુનો મેડલ પાક્કો

Published By: Pravin

Last Updated: 03:41 PM, 7 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ પરચમ લહેરાવ્યો છે. એક પછી એક મેડલ ભારતના ખાતામાં આવી રહ્યા છે. ત્યારે હવે આજના દિવસે પણ ભારત માટે સારા સમાચાર આવ્યા છે.

ADVERTISEMENT

  • બોક્સિંગમાં નીતૂએ અપાવ્યો ગોલ્ડ મેડલ
  • મહિલા હૉકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો, ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવી
  • પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ પાક્કો કર્યો


કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ પરચમ લહેરાવ્યો છે. એક પછી એક મેડલ ભારતના ખાતામાં આવી રહ્યા છે. ત્યારે હવે આજના દિવસે પણ ભારત માટે સારા સમાચાર આવ્યા છે. 

બોક્સિંગમાં નીતૂએ અપાવ્યો ગોલ્ડ મેડલ

બોક્સિંગમાં નીતૂ ઘંઘાસે ભારતને વધારે એક ગોલ્ડ મેડલ અપાવ્યો છે. મહિલાઓના 48 કિલો ભાર વર્ગમાં તેણે ઈંગ્લેન્ડની બોક્સરને હાર આપી છે. ભારતીય બોક્સર સામે ઈંગ્લેન્ડરની બોક્સર પાણીમાં બેસી ગઈ હતી. ત્રણ રાઉન્ડ સુધી ચાલેલી આ રમતના અંત સુધી શાનદાર રહ્યો. નીતૂને જજે ત્રણ રાઉન્ડમાં ઈંગ્લિશ બોક્સરને વધારે પોઈન્ટ આપ્યા હતા. 

મહિલા હૉકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો, ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવી

હૉકીમાં ભારતીય ખેલાડીઓએ કમાલ કરી છે. તેમણે બ્રોન્ઝ મેડલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. તેની સાથે જ ભારતના ખાતામાં વધુ એક મેડલ આવ્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડની મહિલા ટીમો વચ્ચે બ્રોન્ઝ મેચ જબરદસ્ત થઈ હતી. બંને ટીમ તરફથી શાનદાર હોકી રમત ખેલાઈ હતી. પણ અંતમાં જીત ભારતીય મહિલા ટીમની થઈ અને બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં દેશનું નામ રોશન થયું.

પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ પાક્કો કર્યો

પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં મેડલ પાક્કો કર્યો છે. સેમીફાઈનલમાં 2 વારની ઓલંપિક મેડલિસ્ટ સિંધુએ સિંગાપુરની જિયો મિનને હરાવી છે. જો કે, પ્રથમ ગેમમાં ભારતીય સ્ટારને સિંગાપુરની ખેલાડીએ કાંટાની ટક્કર આપી હતી. પણ સિંઘુએ પોતાના અભુનવનો પરચો આપ્યો હતો અને 21-19થી પ્રથમ મેચ અને 21-17થી બીજી ગેમ જીતીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Nitu Ganghas PV Sindhu commonwealth games 2022 indian womens hockey CWG 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ