ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
આજે ક્રિપ્ટોકરન્સીમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. ગ્લોબલ ક્રિપ્ટો માર્કેટમાં છેલ્લા 24 કલાક દરમિયાન 8.70 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ભારતીય સમય અનુસાર સવારે 10.20 કલાકે ગ્લોબલ ક્રિપ્ટો માર્કેટ કેપ 2.04 ટ્રિલિયન ડોલર પર આવી ગયુ હતુ. જો કે બુધવારે આ સમયે 2.23 ટ્રિલિયન ડોલર હતું. તમામ ક્રિપ્ટોકરન્સીસમાં ખૂબ મોટો ઘટાડો જોવા મળ્યો છે. સૌથી વધુ ઘટાડો સોલાના (Solana)માં જોવા મળ્યો છે અને તે બાદ સૌથી વધારે તૂટનારા કોઇન્સમાં અથેરિયમ અને બિટકોઇન સામેલ છે. આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યાં સુધીમાં બિટકોઇનમાં 7.65 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે ઇથેરિયમામં 9.63 ટકાનો ઘટાડો થયો હતો. ટેથરમાં હાલમાં કોઇ હલચલ જોવા મળી નથી. જ્યારે સોલાનામાં 11.79 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે બિનાંસ કોઇનમાં 9.38 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
કઇ કઇ કરન્સીમાં કેટલો ઘટાડો
ADVERTISEMENT
બિટકોઇમાં 7 ટકાથી વધારે ઘટાડા સાથે ડોલર 43.051.43 પર ટ્રેડ કરી રહ્યો હતો. જેનુ બજાર મૂલ્યાંકન ઘટીને 811 બિલિયન ડોલર રહ્યો. જ્યારે બુધવારે તે 879 બિલિયન ડોલર હતો. બિટકોઇને પાછલા 24 કલાકમાં ડોલર 42,761.46ની ઘટ અને ડોલર 46,929.05 વધારે બનાવ્યો છે. 9 ટકાથી વધારે ઘટાડા સાથે ઇથેરિયમને ટ્રેડ કરતા જોવા મળ્યો. ઇથેરિયમને પાછલા 24 કલાકમાં $3,432.90 ની ઘટ અને $3,842.06 હાઇ નોંધાયો છે. જેની માર્કેટ કેપ ઘટીને 410 બિલિયન ડોલર રહી ગઇ છે જે 24 કલાક પહેલા 448 બિલિયન ડોલર હતી.
અત્યાર સુધીની ટોપ ગેઇનર કરન્સી
ADVERTISEMENT
જો આપણે છેલ્લા 24 કલાકમાં સૌથી ઝડપી વધનારી કરન્સી/ટોકનની વાત કરીએ તો LUNI માં943.96%નો જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. જ્યારે બીજા નંબરે સૌથી વધુ ઉછાળો નોંધાવવા વાળી કરન્સી છે MoonRock. જેમાં 379.34%નો ઉછાળો નોંધવામાં આવ્યો છે. જે બાદ Brainiac Farm (BRAINS)માં 343.47%નો ઉછાળો નોંધાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો