ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Politics / Crisis grips Sharad Pawar's government ahead of Maharashtra's development

BIG BREAKING / 'મહા'વિદ્રોહ: શરદ પવારે તમામ ધારાસભ્યોની ઈમરજન્સી બેઠક બોલાવી, ગુજરાતમાં ઘડાઈ રહ્યો છે મોટો પ્લાન!

Published By: ParthB

Last Updated: 10:03 AM, 21 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર પર સંકટના વાદળ છવાયા છે. શિવસેનાના નેતા અને મંત્રી એકનાથ શિંદે નારાજ થતાં શરદ પવારે ધારાસભ્યોની ઇમરજન્સી બેઠક બોલાવી

ADVERTISEMENT

  • મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર પર સંકટના વાદળ
  • મહારાષ્ટ્ર સરકાર પર સંકટથી શરદ પવાર થયા એક્ટિવ
  • શરદ પવારે ધારાસભ્યોની ઇમરજન્સી બેઠક બોલાવી

શરદ પવારે ધારાસભ્યોની ઇમરજન્સી બેઠક બોલાવી

મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર પર સંકટના વાદળ છવાયા છે. મહારાષ્ટ્ર શિવસેનામાં ભંગાણના સમાચાર સામે આવી રહ્યાં છે. શિવસેનાના નેતા અને મંત્રી એકનાથ શિંદે નારાજ જોવા મળી રહ્યાં છે. નેતા એકનાથ શિંદે સાથે સંપર્ક ન થતા શરદ પવાર એક્ટિવ થયા છે. અને મહારાષ્ટ્રમાં બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે.

CM ઉદ્ધવ ઠાકરેએ પણ મોડી રાત્રે MLA સાથે બેઠક યોજી હતી 

આ પહેલા CM ઉદ્ધવ ઠાકરેએ પણ ગત મોડી રાત્રે ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. એકનાથ શિંદેએ સમર્થક ધારાસભ્યો સાથે મહારાષ્ટ્ર છોડ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. એકનાથ શિંદેના 10થી વધુ સમર્થકોએ MLA સાથે ગુજરાતમાં ધામા કર્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

સુરતની હોટલ ગ્રાંડ ભગવતીમાં એકનાથ શિંદે કેટલાંક ધારાસભ્યો સાથે રોકાયા હોવાનું સામે આવ્યું

સુરતની હોટલ ગ્રાંડ ભગવતીમાં એકનાથ શિંદે કેટલાંક ધારાસભ્યો સાથે રોકાયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. હોટલના 100 મીટર દૂરથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તમને જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલાં બાલા સાહેબ નેશનલ મેમોરિયલના ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમનીના કાર્યક્રમની એક કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં શિંદેનું નામ ન હોતું.

દેવેન્દ્ર ફડણવીસે પણ અગાઉ દાવા કર્યા છે કે, મહાવિકાસ અઘાડી સરકાર ગમે ત્યારે પડી શકે

મહત્વનું છે કે, થોડાં દિવસો પહેલાં રાજ્યસભાની ચૂંટણી હતી તેમાં ભાજપ પોતાની રાજ્યસભાની સીટ ન હોવા છતાં તે મહાવિકાસ અઘાડી જે સરકાર છે તેને પછાડીને પોતાની સીટો રાજ્યસભામાં લાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દેવેન્દ્ર ફડણવીસે પણ અગાઉ દાવા કર્યા છે કે, મહાવિકાસ અઘાડી સરકાર ગમે ત્યારે પડી શકે છે. મહાવિકાસ અઘાડી સરકારના જો 14 જેટલાં ધારાસભ્યો જો સરકારનો સાથ છોડે તો સરકાર પડવાની સંપૂર્ણ સંભાવનાઓ દેખાઇ રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Sharad Pawar Uddhav Thackeray politics ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્ર શરદ પવાર politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ