ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
બસ હવે બે દિવસ બાદ જુલાઇ મહિનો શરૂ થશે. ત્યારે કેટલાક નિયમોમાં ફેરફાર થવા જઇ રહ્યો છે. અત્યારે કેશલેસનો જમાનો છે. વધારે પ્રમાણમાં લોકો કેસલેશનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે કેશલેસ પેમેન્ટ કરવાનું એક માધ્યમ ક્રેડિટ કાર્ડ પણ છે. ક્રેડિટ રાખવાના ઘણા ફાયદા છે. ત્યારે ક્રેડિટકાર્ડને લઇને કેટલાક નિયમોમાં બદલાવ થવા જઇ રહ્યો છે આવો જાણીએ.
ADVERTISEMENT
1 જુલાઈથી ફેરફારો થશે
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ એક સૂચનામાં જાહેરાત કરી છે કે ક્રેડિટ કાર્ડ નિયમો 1 જુલાઈ, 2022 થી લાગુ થશે. આ નિયમોમાં ખોટા બિલ, બિલ જાહેર કરવાની તારીખ, બિલ મોડા મોકલવા અને ક્રેડિટ કાર્ડ બંધ કરવા વગેરેના સંબંધમાં ઘણા નિયમો બદલાવાના છે. આ નિયમો 1લી જુલાઈ 2022થી બદલાશે...
ADVERTISEMENT
ખોટું બિલ
જો કંપની દ્વારા ક્રેડિટ કાર્ડનું ખોટું બિલ મોકલવામાં આવે છે, તો ગ્રાહક દ્વારા ફરિયાદ કરી શકાય છે. તેમજ કંપનીએ કાર્ડધારકની ફરિયાદના 30 દિવસની અંદર તેનો ખુલાસો કરવો પડશે.
ADVERTISEMENT

બિલ મોકલવામાં વિલંબ નહીં
ADVERTISEMENT
આરબીઆઈએ કહ્યું છે કે કાર્ડ જાહેર કરનારાઓએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે બિલ અને સ્ટેટમેન્ટ બનાવવામાં, મોકલવામાં કે ઈમેલ કરવામાં કોઈ વિલંબ ન થાય. સાથે જ કાર્ડધારકો પાસે સંપૂર્ણ સમય હોવો જોઈએ જેથી કરીને તેઓ વ્યાજ વગર ચૂકવણી કરી શકે. આરબીઆઈની સૂચનાઓ અનુસાર, કાર્ડ-ઈશ્યુ કરનારે કાર્ડધારકને બિલિંગ વિગતો પ્રાપ્ત થાય તેની ખાતરી કરવા માટે એક સિસ્ટમ મૂકવી જોઈએ.
ક્રેડિટ કાર્ડ બંધ ન કરવા બદલ દંડ
ADVERTISEMENT
આરબીઆઈના જણાવ્યા અનુસાર જો ક્રેડિટ કાર્ડ ધારક ક્રેડિટ કાર્ડ બંધ કરવા માટે અરજી કરે છે તો ક્રેડિટ કાર્ડ રજૂકર્તાએ સાત કાર્યકારી દિવસોમાં કાર્ડ બંધ કરવું પડશે. આરબીઆઈના નિયમો મુજબ ક્રેડિટ કાર્ડ બંધ થયા પછી કાર્ડધારકને ઈમેલ અને એસએમએસ વગેરે દ્વારા કાર્ડ તરત જ બંધ થવાની જાણ કરવાની રહેશે. બીજી તરફ, જો ક્રેડિટ કાર્ડ જાહેર કરનાર કંપની સાત કામકાજના દિવસોમાં ક્રેડિટ કાર્ડ બંધ નહીં કરે તો કંપનીને દરરોજ 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. એકમાત્ર શરત એ છે કે ક્રેડિટ કાર્ડધારકના ખાતામાં કોઈ બેલેન્સ ન હોય.

સંમતિ વિના કાર્ડ આપવું
આરબીઆઈ દ્વારા અનિચ્છનીય ક્રેડિટ કાર્ડ જાહેર કરવા પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગ્રાહકની સંમતિ વિના કંપની ક્રેડિટ કાર્ડ આપી શકતી નથી. જો ગ્રાહકની સંમતિ વિના ક્રેડિટ કાર્ડ આપવામાં આવે અને બિલ મોકલવામાં આવે તો કંપનીએ દંડ ભરવો પડશે.
બિલિંગ સાઇકલ
આરબીઆઈનું કહેવું છે કે 1 જુલાઈ, 2022થી ક્રેડિટ કાર્ડ બિલિંગ સાઈકલ પાછલા મહિનાની 11મી તારીખથી શરૂ થશે અને ચાલુ મહિનાની 10મી તારીખ સુધી ચાલુ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો