જેમ જેમ શિયાળો નજીક આવી રહ્યો છે, તેમ તેમ યૂરોપમા કોવિડ - 19નાં કેસ વધી રહ્યા છે. જાણો વિગતવાર
શિયાળો નજીક આવવાની સાથે સાથે વધી રહ્યો છે કોરોનાની નવી લહેરનો ખતરો
બ્રિટેન અને યૂરોપમાં વધવા લાગ્યા મામલાઓ
ઓમિક્રૉનના નવા સબવેરિયન્ટ પર WHOનાં વૈજ્ઞાનિકોની નજર
શિયાળો નજીક આવવાની સાથે સાથે વધી રહ્યો છે કોરોનાની નવી લહેરનો ખતરો
યૂરોપ જેમ જેમ શિયાળા તરફ વધી રહ્યું છે, એક નવો કોવિડ લહેરનો ખતરો પણ વધતો જઈ રહ્યો છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે ઉપલબ્ધ વેક્સિનના પ્રકાર પર ભ્રમની સ્થિતિ સંભવતઃ બૂસ્ટર ડોઝ સીમિત કરી દેશે. ઓમિક્રૉન સબવેરિયન્ટ BA.4 અને BA.5, જે ગત ઉનાળામા હાવી હતા, અત્યારે પણ મોટાભાગના સંક્રમણો પાછળનું કારણ છે. પરંતુ ચિંતાની વાત એ છે કે હવે ઓમિક્રૉનના નવા સબ વેરિયન્ટ સામે આવવા લાગ્યા છે. WHOના અધિકારીઓએ આ અઠવાડિયે કહ્યું કે વૈજ્ઞાનિકો ઓમિક્રૉનના નવા સ્વરૂપો પર નજર રાખી રહ્યા છે.
રિપોર્ટ્સ અનુસાર, બુધવારે મોડી રાત્રે જાહેર કરવામાં આવેલા WHOના આંકડાઓ જણાવે છે કે ટેસ્ટિંગમાં મોટા ઘટાડા છતાં પણ, યૂરોપમાં કોરોનાના મામલાઓ ગત અઠવાડિયા કરતાં આઠ ટકા વધારે હતા. જોકે, વૈશ્વિક સ્તર પર મામલાઓની સંખ્યામા ઘટાડો જોવા મળ્યો છે. હાલના અઠવાડિયાઓમા 27 દેશોની સાથે સાથે બ્રિટેનની હોસ્પિટલોમાં પણ ભરતી થનારા દર્દીઓની સંખ્યા વધી છે.
બ્રિટેનમાં 45 ટકા વધી હોસ્પિટલમા દર્દીઓની સંખ્યા
એક સ્વતંત્ર સાઇન્ટિફિક ફાઉન્ડેશન ગિમ્બેનાં આંકડાઓ અનુસાર, ઇટલીમાં લક્ષણોની સાથે સાથે કોવિડ 19 થી હોસ્પિટલમા ભરતી થનારા દર્દીઓની સંખ્યા 32 ટકા વધી છે, જ્યારે ICUમા ભરતી થનારા દર્દીઓ ગયા અઠવાડિયાની તુલનામાં 21 ટકા વધ્યા છે. આ અઠવાડિયે બ્રિટેનમાં કોવિડને કારણે હોસ્પિટલમાં ભરતી થનારા લોકોની સંખ્યા ગયા અઠવાડિયાની તુલનામા 45 ટકા વધી છે.
હેલ્થ સિસ્ટમ પર વધી શકે છે દબાણ
ઓમિક્રૉન પર પ્રભાવી વેક્સિન સપ્ટેમ્બરમા યૂરોપમા લોન્ચ થઈ ગઈ છે. આ BA.1 અને BA.4/5 પર અસરકારક છે. જ્યારે બ્રિટેનમાં માત્ર BA.1 પર અસરકારક વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. યૂરોપીય અને બ્રિટિશ અધિકારીઓએ માત્ર વૃદ્ધો અને નબળા ઇમ્યુન સિસ્ટમવાળા લોકો માટે નવા બૂસ્ટર શોટ્સનું સમર્થન આપ્યું છે. આ દરમિયાન, બ્રિટિશ અધિકારીઓએ ગત અઠવાડિયે ચેતવણી આપી હતી કે ફ્લૂનો પ્રસાર અને કોવિડ - 19ની વાપસી પહેલાથી જ દબાણનો સામનો કરી રહેલી નેશનલ હેલ્થ સર્વિસ પર દબાણ હજુ વધારી શકે છે.