બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / રાજકોટના સમાચાર / coronavirus in rajkot mp mohan kundaria 33 family member positve
ADVERTISEMENT
ગુજરાતમાં કોરોનાના કહેર વરસી રહ્યો છે કોરોનાગ્રસ્તોની સંખ્યા 10000ને પાર કરી ગઈ છે અને હવે આખાના આખે પરિવાર સોસાયટી કોરોના ગ્રસ્ત આવી રહ્યા છે ત્યારે સાંસદ મોહન કુંડારિયાનૉ પરિવાર કોરોના સંક્રમિત થયો છે.
સાંસત મોહન કુંડારિયાનો 35 સભ્યોનો પરિવાર છે જેમાંથી 31 લોકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ ચુક્યુ છે. કોરના સંક્રમિત તમામ સભ્યો હાલ સારવાર હેઠળ છે. મોહન કુંડારિયાના પત્ની સહીત 9 સભ્યો આઇસોલેશનમાં છે. સાંસદ મોહન કુંડારિયાને અગાઉ કોરોના થયો હતો.
ADVERTISEMENT
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 10,340 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણએ 110 લોકોના મોત નિપજ્યા છે. અને 3,981 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,37,545 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
ADVERTISEMENT
છેલ્લા 24 કલાકમાં 110 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 110 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5377 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 329 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 61,647 પર પહોંચ્યો છે.
ADVERTISEMENT
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 3641 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 53 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1929 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 496 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 325 કેસ, જ્યારે ગ્રામ્યમાં 184 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 683 કેસ અને ગ્રામ્યમાં 128 કેસ નોંધાયા છે.
ADVERTISEMENT
ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...

સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.