બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / coronavirus in Gujarat morva hadaf by election bjp nimisha suthar coron positive

લો બોલો! / મોરવા હડફ પેટાચૂંટણીના ભાજપના ઉમેદવાર રેલીઓ, સભાઓ કરીને હવે કોરોનાની ઝપેટમાં

Published By: Gayatri

Last Updated: 11:33 AM, 19 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરવા હડફની પેચાચૂંટણી બાદ ભાજપના ઉમેદવાર કોરોનાગ્રસ્ત થયા છે.

  • નિમિષાબેન સુથાર કોરોના સંક્રમિત
  • કોરોના સંક્રમિત થતા હોમ આઇસોલેટ
  • અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ હતા સંર્પકમાં

મોરવા હડફના ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર કોરોના સંક્રમિત થયા છે. કોરોના સંક્રમિત થતા હોમ આઇસોલેટ થયા છે. પોતે અનેક સભાઓ અને પ્રચારમાં જોડાયા બાદ હવે રિપોર્ટ કરાવ્યો હતો જેને પગલે તેઓ સુપર સ્પ્રેડર બન્યા હોવાની વાત ચર્ચાઈ રહી છે. નિમિષાબેનના અનેક સંર્પકમાં નેતાઓ અને કાર્યકર્તાઓ હતા. હાલમાં જ મોરવા હડફ બેઠક પર પેટાચૂંટણી યોજાઇ હતી. 

3 ઉમેદવારના ભાવિ થશે EVMમાં કેદ

પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનું 17 એપ્રિલના દિવસે મતદાન થયુ છે. મોરવા હડફની બેઠક પર 3 ઉમેદવાર મેદાનમાં છે. જેમાં ભાજપના નિમિષાબેન સુથાર, કોંગ્રેસના સુરેશ કટારા અને અપક્ષ ઉમેદવાર સુશીલાબેન મૈડા પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.  

મોરવા હડફ વિધાનસભા પર કુલ 2 લાખ 19 હજાર 185 મતદારો છે. મતદાન માટે કુલ 124 જેટલા માઈક્રો ઓબ્ઝર્વરની નિમણૂક કરાઈ છે. 60 જેટલા મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટિંગ થશે. કોરોનાની મહામારીને લઈને પણ ચૂંટણીપંચે તૈયારીઓ સજ્જ કરી છે. કોવિડ ગાઈડલાઈન પ્રમાણે 400 થર્મલ ગન, માસ્કની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો 2 લાખ 25 હજાર પોલીથીન હેન્ડલ ગ્લોઝ મતદારોને અપાશે. 1260 શંકાસ્પદ કોરોનાગ્રસ્ત મતદારોને PPE કીટ પણ અપાશે.

મોરવા હડફની બેઠક પર પેટાચૂંટણીની તારીખ

મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર થઇ ગઇ છે. આગામી 17 એપ્રિલના મતદાન યોજાશે. જ્યારે 2 મેના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરાશે. ભાજપમાંથી નિમિષાબેન સુથાર પ્રબળ દાવેદાર પહેલા જ હતા. જે બાદ હવે તેમનું નામ પણ જાહેર થઈ ગયું છે. મહત્વનું છે કે, મોરવા હડફના ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટ ખોટા પ્રમાણપત્રને લઇ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ખોટા પ્રમાણપત્રનો મામલો સુપ્રીમકોર્ટ સુધી પહોંચ્યો હતો. જોકે બાદમાં ભૂપેન્દ્ર ખાંટનું નિધન થયું હતું. ભૂપેન્દ્ર ખાંટનું નિધન થતા બેઠક ખાલી જાહેર કરાઇ હતી.

સંકળાયેલા મુદ્દાઓ

BJP coronavirus in Gujarat morva hadaf nimisha suthar coronavirus in Gujarat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ