બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Coronavirus in Gujarat DyCM Nitin Patel on oxygen
ADVERTISEMENT
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે અને ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. ત્યારે આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર હસ્તકની 11 હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓની સારવાર માટે PSA મેડીકલ ઓક્સીજન જનરેશન પ્લાન્ટ સ્થાપિત કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.
ક્યાં ક્યાં બનશે પ્લાન્ટ
ADVERTISEMENT
જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે 2 હજાર લીટર પ્રતિ મિનિટનો પ્લાન્ટ પ્રસ્થાપિત કરવાનું આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ સોલા હોસ્પિટલ અને વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે 1200 લીટર પ્રતિ મિનિટની ક્ષમતાવાળા પ્લાન્ટ નખાશે. જ્યારે પાટણ, જૂનાગઢ, બોટાદ, લુણાવાડા, મહેસાણા, પોરબંદર, સુરેન્દ્રનગર અને વેરાવળમાં પણ 700 લીટર પ્રતિ મિનિટની ક્ષમતાવાળા પ્લાન્ટ પ્રસ્થાપિત કરવાનું આગોતરૂ આયોજન કરાયું છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ADVERTISEMENT
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 11,403 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણએ 117 લોકોના મોત નિપજ્યા છે આ સાથે જ 4,179 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,41,724 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 117 દર્દીઓના મોતથી ખળભળાટ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 117 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5494 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 341 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 68,754 પર પહોંચ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ADVERTISEMENT
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 4207 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 51 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1879 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 484 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 436 કેસ, જ્યારે ગ્રામ્યમાં 189 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 663 કેસ અને ગ્રામ્યમાં 98 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...

સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.