ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / coronavirus in Gujarat congress Amit chavda on oxygen free for covid patient

માંગણી / અમિત ચાવડાએ અંબાણીને લખ્યો પત્ર, કહ્યું ગુજરાતને પણ આ મફતમાં આપો

Published By: Gayatri

Last Updated: 12:50 PM, 20 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના દર્દીઓનો હોસ્પિટલમાં ભારે ધસારાને પગલે રાજ્યમાં ઑક્સિજનની અછત વર્તાઈ છે. આવામાં અમિત ચાવડાએ મુકેશ અંબાણીને ઑક્સિજન પૂરો પાડવા માટે પત્ર લખ્યો છે.

ADVERTISEMENT

  • જામનગર રિફાઈનરીથી મહારાષ્ટ્રને પૂરો પડાયો ઑક્સિજન
  • ગુજરાતને ફ્રિ ઓક્સિજન આપો : અમિત ચાવડા
  • મુકેશ અંબાણીને પત્ર લખી રાજ્યને ઑક્સિજન આપવાની માંગ કરી

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાને કારણે હાલત ખરાબ થઈ રહી છે. સંક્રમણ વધી રહ્યું છે અને સામે હોસ્પિટલો ફૂલ થઈ રહી છે. આ બધા વચ્ચે સૌથી મોટી આફત એ થઈ રહી છે કે હોસ્પિટલોમાં ઑક્સિજનની ભારે અછત વર્તાઈ રહી છે. ત્યારે કોંગ્રેસના અમિત ચાવડાએ રિલાયન્સના મુકેશ અંબાણીને પત્ર લખ્યો છે. 

મુકેશ અંબાણીને પત્ર લખી રાજ્યને ઑક્સિજન આપવાની માંગ કરી

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે મુકેશ અંબાણીને પત્ર લખી રાજ્યને ઑક્સિજન આપવાની માંગ કરી છે. તેમણે લખ્યું છે કે મહારાષ્ટ્રની જેમ ગુજરાતને પણ ફ્રીમાં ઑક્સિજન રિલાયન્સ દ્વારા આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીની રિલાયન્સ દ્વારા મહારાષ્ટ્રને 100 મેટ્રિક ટન ઑક્સિજન વિના મૂલ્યે આપવામાં આવ્યો છે. જેનું ઉત્પાદન જામનગરમાં થઈ રહ્યું છે. 

ગુજરાતને ફ્રિ ઓક્સિજન આપો : અમિત ચાવડા

અમિત ચાવડાએ માંગ કરી છે કે ઑક્સિજનનું ઉત્પાદન જામનગરમાં થઈ રહ્યું છે ત્યારે ત્યાંથી ઑક્સિજન ગુજરાતને પણ આપવામાં આવે. ગુજરાતની અનેક હોસ્પિટલોમાં હાલ ઑક્સિજનની ઘટ વર્તાઈ રહી છે. 

જામનગર રિફાઈનરીથી મહારાષ્ટ્રને પૂરો પડાયો ઑક્સિજન

અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડ.લિમિટેડ જામનગર ખાતેની તેની રિફાઈનરીમાંથી ઓક્સિજન કાઢીને મહારાષ્ટ્રને મફતમાં પૂરો પાડી રહી છે. ઘણા રાજ્યોમાં ઓક્સિજનની ગંભીર અછત સર્જાઈ રહી છે ત્યારે મુકેશ અંબાણીએ મહારાષ્ટ્રને મફતમાં ઓક્સિજન પૂરો પાડવાનું કામ શરુ કર્યું છે. મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં પણ ઑક્સિજનની ભારે અછત છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Amit Chavda Oxygen congress coronavirus in Gujarat અમિત ચાવડા કોંગ્રેસ કોરોના વાયરસ ગુજરાત coronavirus in Gujarat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ