બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Coronation slows down every business in the world but these two businesses boom

કોરોના ઈફેક્ટ / કોરોનાના કારણે વિશ્વના દરેક ધંધામાં મંદી, તોય આ બે ધંધામાં જબરજસ્ત તેજી

Published By: Intern

Last Updated: 04:37 PM, 20 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાઈરસને કારણે વિશ્વના લગભગ 160 દેશોની રફતારને બ્રેક વાગી ગઇ છે. ઘણા દેશોમાં લોકડાઉનની પરિસ્થિતિ સર્જાઇ છે. તેથી મોટાભાગની કંપનીઓએ તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સલાહ આપી છે. જે કામ કરતા નથી અથવા રજા પર છે તેઓ ટાઇમ પાસ કરવા વીડિયો સ્ટ્રીમિંગ અને ઓનલાઇન ગેમિંગ તરફ વળ્યા છે.

  • દુનિયાભરમાં લોકો વીડિયો સ્ટ્રીમિંગ અને ઓનલાઇન ગેમિંગ તરફ વળ્યા
  • લોકો દ્વારા વીડિયો સ્ટ્રીમિંગ પાછળ સમય પસાર કરાય છે
  • માર્ચના પહેલા સપ્તાહ કરતાં બીજા સપ્તાહમાં દુનિયાભરમાં લોકો જોડાયા

 

વીડિયો સ્ટ્રીમિંગ જોનારા લોકોમાં ઘણો મોટો વધારો થયો

વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર જાહેરાત આપનાર કંપની વૂર્લ ઇન્કે એક રિપોર્ટ જાહેર કર્યો છે. જે મુજબ કોરોના વાઈરસના કારણે જે લોકો ઘરોમાં બંધ છે. આવી સ્થિતિમાં, વીડિયો સ્ટ્રીમિંગ જોનારા લોકોમાં ઘણો મોટો વધારો થયો છે. માર્ચ 2020ના પહેલા સપ્તાહ કરતાં બીજા સપ્તાહમાં દુનિયાભરમાં લોકો દ્વારા વીડિયો સ્ટ્રીમિંગ પાછળ પસાર કરવામાં આવતા 20 ટકાનો વધારો થયો છે. જયારે  ઓસ્ટ્રિયા અને સ્પેનમાં આ વધારો 40 ટકા જેટલો છે.

જર્મની 32 ટકા સાથે ત્રીજા સ્થાને, કેનેડા 17 ટકા સાથે ચોથા ક્રમે છે. 14 ટકાના વધારા સાથે ફ્રાન્સ પાંચમાં ક્રમે છે. જોકે અહેવાલમાં એવી સ્પષ્ટતા નથી કરાઇ કે લોકો એમેઝોન પ્રાઇમ પર વીડિયો વધુ જુવે છે કે નેટફ્લિક્સ પર?  ગયા અઠવાડિયે નેટફ્લિક્સના ડાઉનલોડિંગમાં સ્પેનમાં 34 ટકાનો વધારો થયો હતો. 

ભારતમાં પણ ફિલ્મ, સિરિયલનાં શૂટિંગ બંધ કરી દેવાયાં

જોકે બીજી બાજુ વેબ સિરીઝ અને ફિલ્મ નિર્માણ લગભગ ઠપ થઇ ગયું છે. ભારતમાં પણ ફિલ્મ, સિરિયલનાં શૂટિંગ બંધ કરી દેવાયાં છે. તેથી લોકોને નવા પ્રોગ્રામ જોવા નહીં મળે. કોરોના વાઈરસને કારણે સમગ્ર વિશ્વમાં આર્થિક સંકટનું જોખમ રહેલું છે, જ્યારે વીડિયો સ્ટ્રીમિંગ કરનારી કંપનીઓને ફાયદો થઈ શકે છે, વીડિયો સાથે મોબાઇલ અને ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગ પણ તેજીમાં છે. 

ઘરે હોવાથી, લોકો ગેમ્સ રમી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઓનલાઇન ગેમિંગમાં 10 ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે યુટ્યૂબ ગેમિંગમાં 15 ટકાનો વધારો થયો છે. ઓનલાઇન જાહેરખબર આપનારી કંપનીઓ પણ તેનો લાભ લઇ રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Business News corona effect gaming and video કોરોના ઈફેક્ટ ધંધા-રોજગાર વીડિયો સ્ટ્રીમિંગ અને ઓનલાઇન ગેમિંગ corono virus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ