ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Corona's attack on Team India, this veteran player came Corona positive, big blow in Test against England

ચિંતાજનક / ટીમ ઈન્ડિયા પર કોરોના અટેક, આ દિગ્ગજ ખેલાડી આવ્યો કોરોના પોઝિટિવ, ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં પડશે મોટો ફટકો

Published By: ParthB

Last Updated: 09:28 AM, 21 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાના સ્પિનર રવિચંદ્રન અશ્વિન કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે અને તેના કારણે તે ઈંગ્લેન્ડ માટે રવાના થઈ શક્યો નથી.

ADVERTISEMENT

  • ટીમ ઈન્ડિયા પર કોરોના વાયરસનો એટેક
  • રવિચંદ્રન અશ્વિન પોઝિટિવ આવ્યો હતો
  • ટેસ્ટ મેચ પહેલા સ્વસ્થ થવાની આશા

ઈંગ્લેન્ડ જઈ રહેલી ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર કોવિડ-19 મહામારીનો હુમલો થયો છે. ભારતીય ક્રિકટના ઑફ-સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન કોરોનાની ચપેટમાં આવી ગયા છે.જેના કારણે તે તેના સાથી ખેલાડીઓ સાથે યુનાઇટેડ કિંગડમ માટે રવાના થઈ શક્યો નથી. તેને 'પાંચમી ટેસ્ટ'માં ભાગ લેવામાં પણ મુશ્કેલી પડી શકે છે. અશ્વિન હાલમાં ક્વોરેન્ટાઇનમાં છે અને પ્રોટોકોલની તમામ આવશ્યકતાઓને પૂર્ણ કર્યા પછી જ તે ટીમમાં જોડાશે.

અશ્વિન ટીમ સાથે યુકે ગયો નથી કારણ કે તે જતા પહેલા કોરોના ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો  

ભારતીય ટીમ 16 જૂને યુકે જવા રવાના થઈ હતી.BCCIના સૂત્રોએ કહ્યું, 'અશ્વિન ટીમ સાથે યુકે ગયો નથી કારણ કે તે જતા પહેલા કોવિડ 19 ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો હતો. અમને આશા છે કે 1 જુલાઈથી શરૂ થનારી ટેસ્ટ મેચ પહેલા તે સમયસર સ્વસ્થ થઈ જશે."જો કે, તે લિસેસ્ટરશાયર સામેની પ્રેક્ટિસ મેચ ચૂકી શકે છે," સૂત્રએ જણાવ્યું હતું. બાકીની ટીમ પહેલેથી જ લેસ્ટરમાં છે અને તેણે બોલિંગ કોચ પારસ મ્હામ્બરે અને બેટિંગ કોચ વિક્રમ રાઠોરની દેખરેખ હેઠળ તાલીમ શરૂ કરી છે. રાહુલ દ્રવિડ, ઋષભ પંત અને શ્રેયસ અય્યર દક્ષિણ આફ્રિકા સામેની ટી20 મેચ પૂરી કરીને લંડન પહોંચી ગયા છે અને મંગળવારે લેસ્ટર જશે.  

આયર્લેન્ડ સામે પણ મેચો રમાવાની છે

ઉલ્લેખનીય છે કે, રાહુલ દ્રવિડ, ઋષભ પંત અને શ્રેયસ અય્યર દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી સમાપ્ત થયા બાદ લંડન પહોંચી ગયા છે અને તે બધા મંગળવારે લેસ્ટર જશે. વીવીએસ લક્ષ્મણના નેતૃત્વમાં આયર્લેન્ડ જતી ટીમ 23 અથવા 24 જૂને ડબલિન જવા રવાના થશે કારણ કે ટીમના સભ્યોને ત્રણ દિવસનો આરામ આપવામાં આવ્યો છે.ટીમ ઈન્ડિયાએ 1-5 જુલાઈ દરમિયાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચમાં સામનો કરવાનો છે. નોંધપાત્ર વાત એ છે કે, ગયા વર્ષે ઈંગ્લેન્ડના પ્રવાસ પર ભારતીય ટીમ કોવિડ-19ના કેસને કારણે છેલ્લી ટેસ્ટ મેચ રમી શકી ન હતી. ટીમ ઈન્ડિયા હાલમાં ચાર ટેસ્ટ મેચ બાદ 2-1થી આગળ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus Cricket England Ravichandran Ashwin ઈંગ્લેન્ડ કોરોના વાયરસ રવિચંદ્રન અશ્વિન Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ