બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:00 PM, 21 April 2024
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી વચ્ચે INDIA ગઠબંધનમાં PM પદને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. જેના કારણે મહારાષ્ટ્ર શિવસેના (UBT-ઉદ્ધવ બાબાસાહેબ ઠાકરે)ના સાંસદ સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, સંજય રાઉતે કહ્યું કે, INDIA ગઠબંધનમાં ઉદ્ધવ ઠાકરે PM કેમ ન બની શકે. તેનો નિર્ણય ગઠબંધનમાં બેસીને લેવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, જો આપણે PM માટે ઉદ્ધવ ઠાકરેનું નામ લઈએ તો તેમાં મરચું લગાડવાની જરૂર નથી.
ADVERTISEMENT
સંજય રાઉતે PM પદ માટે ઉદ્ધવ ઠાકરેના નામનું સમર્થન કરતા કહ્યું કે, જો ઉદ્ધવ ઠાકરેને PM પદ માટે તક મળશે તો શરદ પવાર પણ તેમને ચોક્કસ સમર્થન આપશે. તેમણે વધુમાં કહ્યું કે, મહારાષ્ટ્રને સન્માન કેમ નથી મળી શકતું. નોંધનિય છે કે, સંજય રાઉતે શનિવારે કહ્યું હતું કે, દેશને ઉદ્ધવ ઠાકરે જેવા વડાપ્રધાનની જરૂર છે. જે બાદ સંજય રાઉતે હવે પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેમની પાર્ટીના નેતાનું નામ લેવામાં શું ખોટું છે.
#WATCH | Mumbai: Shiv Sena (UBT) leader Sanjay Raut says, "It is not the fight for PM's position. Congress is not fathoming what we are trying to say. Rahul Gandhi is the leader of this nation and if he wants to become the PM he is welcomed. However, there are many other faces as… pic.twitter.com/3Jq62amp7v
— ANI (@ANI) April 21, 2024
ADVERTISEMENT
આવો જાણીએ એવું તે શું કહ્યુ સંજય રાઉતે ?
સંજય રાઉતે સાંગલીમાં મીડિયાને સંબોધતા કહ્યું કે, જો મહારાષ્ટ્રને દેશનું નેતૃત્વ કરવાની તક મળી રહી છે તો તેમાં ખોટું શું છે? ઘણા વર્ષો સુધી અમે માનતા હતા કે શરદ પવારને વડાપ્રધાન બનવાની તક મળશે પરંતુ આંતરિક રાજકારણ અને અન્ય મુદ્દાઓને કારણે એવું થઈ શક્યું નહીં.
ADVERTISEMENT
વધુ વાંચો: બાબા રામદેવને 'સુપ્રિમ' ઝટકો, હવે યોગ શિબિર માટે ચૂકવવો પડશે સર્વિસ ટેક્સ
PM પદ માટે કોઈ લડાઈ નહીં: સંજય રાઉત
PM પદ માટે ઉદ્ધવ ઠાકરેનું નામ લેવાના નિવેદન બાદ હવે સંજય રાઉતે કહ્યું કે, આ PM પદની લડાઈ નથી. અમે શું કહેવા માંગીએ છીએ તે કોંગ્રેસ સમજી શકતી નથી. તેમણે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધી આ દેશના નેતા છે અને જો તેઓ PM બનવા માંગતા હોય તો તેમનું સ્વાગત છે. જોકે મમતા બેનર્જી, અખિલેશ યાદવ, ઉદ્ધવ ઠાકરે અને મલ્લિકાર્જુન ખડગે જેવા અન્ય ઘણા ચહેરાઓ છે. તો આપણે આપણા પક્ષના નેતાનું નામ લઈએ તો એમાં ખોટું શું છે? સંજય રાઉતે કહ્યું કે તેમાં મરચું લગાડવાની જરૂર નથી.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.