બ્રેકિંગ ન્યુઝ
VTV / Baba Ramdev has to pay service tax for yoga camp
Priyakant
Last Updated: 01:29 PM, 21 April 2024
Baba Ramdev : બાબા રામદેવના પતંજલિ યોગપીઠ ટ્રસ્ટને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. કોર્ટે એપેલેટ ટ્રિબ્યુનલના નિર્ણયને માન્ય રાખ્યો હતો જેમાં ટ્રસ્ટને યોગ શિબિરોના આયોજન માટે વસૂલવામાં આવતી પ્રવેશ ફી પર સર્વિસ ટેક્સ ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની ખંડપીઠે કસ્ટમ, એક્સાઈઝ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (CESTAT)ની અલ્હાબાદ બેંચના 5 ઓક્ટોબર 2023ના નિર્ણયમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો.
ADVERTISEMENT
પતંજલિ યોગપીઠ ટ્રસ્ટની અપીલને ફગાવી દેતાં ખંડપીઠે કહ્યું, ટ્રિબ્યુનલે યોગ્ય રીતે કહ્યું છે કે, ફી વસૂલાતા શિબિરોમાં યોગ કરવું એ સેવા છે. અમને આ આદેશમાં દખલ કરવાનું કોઈ કારણ નથી. અપીલ ફગાવી દેવામાં આવે છે. CESTAT એ તેના આદેશમાં જણાવ્યું હતું કે, પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ દ્વારા આયોજિત રહેણાંક અને બિન-રહેણાંક યોગ શિબિરોમાં ભાગ લેવા માટે ફી લેવામાં આવે છે, તેથી તે સ્વાસ્થ્ય અને ફિટનેસ સેવાની શ્રેણીમાં આવે છે અને તે સેવા કર માટે જવાબદાર છે.
ટ્રિબ્યુનલે શું કહ્યુ ?
યોગ ગુરુ રામદેવ અને તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણના નેતૃત્વમાં કાર્યરત આ ટ્રસ્ટ વિવિધ શિબિરોમાં યોગની તાલીમ આપવામાં રોકાયેલું હતું. ટ્રિબ્યુનલે તેના આદેશમાં કહ્યું હતું કે, યોગ શિબિરોની ફી સહભાગીઓ પાસેથી દાન તરીકે લેવામાં આવી હતી. જોકે આ રકમ દાન તરીકે એકઠી કરવામાં આવી હતી તે માત્ર ઉપરોક્ત સેવાઓ પૂરી પાડવા માટેની ફી હતી. તેથી તે ફીની વ્યાખ્યા હેઠળ આવે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : રાજસ્થાનના ઝાલાવાડમાં ગમખ્વાર અકસ્માત, લગ્નમાંથી પરત ફરી રહેલી વાનની ટ્રક સાથે ટક્કર
જાણો કેટલો ટેક્ષ ભરવો પડશે ?
મેરઠ રેન્જના કસ્ટમ્સ અને સેન્ટ્રલ એક્સાઇઝના કમિશનરે ઓક્ટોબર 2006થી માર્ચ, 2011ના સમયગાળા માટે દંડ અને વ્યાજ સહિત લગભગ રૂ. 4.5 કરોડના સર્વિસ ટેક્સની માગણી કરી હતી. આના જવાબમાં ટ્રસ્ટે દલીલ કરી હતી કે તે સેવાઓ પૂરી પાડે છે જે રોગોની સારવાર માટે છે. એવું કહેવામાં આવ્યું હતું કે, આ સેવાઓ 'હેલ્થ એન્ડ ફિટનેસ સર્વિસીઝ' હેઠળ કરપાત્ર નથી. હવે પતંજલિએ આ 4.5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.