બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 9 people died in Gamkhwar accident in Rajasthans Jhalawar

દુ:ખદ / રાજસ્થાનના ઝાલાવાડમાં ગમખ્વાર અકસ્માત, લગ્નમાંથી પરત ફરી રહેલી વાનની ટ્રક સાથે ટક્કર

Priyakant

Last Updated: 12:22 PM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jhalawar Road Accident Latest News : લગ્નના મહેમાનોથી ભરેલી વાનને ટ્રકે ટક્કર મારી, ઘટનાસ્થળે જ 9 લોકોના કમકમાટીભર્યા મોત

Jhalawar Road Accident : રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં એક દર્દનાક  માર્ગ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ લગ્નના મહેમાનોથી ભરેલી વાનને ટ્રકે ટક્કર મારી હતી. આ ઘટનામાં અત્યાર સુધી 9 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. ઝાલાવાડ જિલ્લાના અકલેરા નજીક પંચોલા ખાતે મધ્યપ્રદેશથી પરત ફરી રહેલા લગ્નની વાનને અકસ્માત નડ્યો હતો. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. એક ઘાયલ વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના અકલેરા શહેરમાં એક લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલા લોકોને અકસ્માત નડ્યો છે. મધ્યપ્રદેશના ખિલચીપુર વિસ્તારથી નીકળી શનિવારે મોડી રાત્રે 10 મિત્રો મારુતિ વાનમાં અકલેરા પરત ફરી રહ્યા હતા. આ સમય દરમિયાન જ્યારે તેમની વાન અકલેરાના NH-52 પર ખુરી પચોલા પહોંચી ત્યારે સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ ઘટના સ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. માહિતી મળતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કરી દીધું હતું. ઘાયલોને વાનમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ 9 લોકોને મૃત જાહેર કર્યા હતા. એક ઘાયલ વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

વધુ વાંચો : 'મારી પાસે કોઈ સત્તા નથી...', PM મોદીનું ED અને CBIની કામગીરીના સવાલ પર નિવેદન

મહત્વનું છે કે, અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહને અકલેરા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા હતા. આરોપી ટ્રક ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઝાલાવાડના એસપી રિચા તોમરના જણાવ્યા અનુસાર અકસ્માતનો ભોગ બનેલા લોકો બાગરી સમુદાયના હતા જેઓ તેમના સંબંધીના લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે મધ્યપ્રદેશ ગયા હતા. પરત ફરતી વખતે રવિવારે સવારે 3 વાગ્યાની આસપાસ ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેના કારણે વાન ધરાશાયી થઈ ગઈ હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Jhalawar Jhalawar Road Accident અકલેરા અકસ્માત જાનૈયાઓના મોત ઝાલાવાડ Jhalawar Road Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ