બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / PM Modi statement on the functioning of ED and CBI

લોકસભા ચૂંટણી 2024 / 'મારી પાસે કોઈ સત્તા નથી...', PM મોદીનું ED અને CBIની કામગીરીના સવાલ પર નિવેદન

Priyakant

Last Updated: 10:44 AM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : PM મોદીએ કહ્યું કે, ED અને CBI માત્ર તેમનું કામ કરી રહ્યા છે એટલે કે ભ્રષ્ટાચારની તપાસ કરી રહ્યા છે અને તેમને કોઈએ રોકવું જોઈએ નહીં

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીની વચ્ચે PM મોદીનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, PM મોદીએ કહ્યું કે, ED અને CBI માત્ર તેમનું કામ કરી રહ્યા છે એટલે કે ભ્રષ્ટાચારની તપાસ કરી રહ્યા છે અને તેમને કોઈએ રોકવું જોઈએ નહીં. એશિયાનેટ ન્યૂઝેબલ સાથેની મુલાકાતમાં PM મોદીએ વિપક્ષના આરોપો પર એક પ્રશ્નનો જવાબ આપ્યો કે, કેન્દ્ર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહ્યું છે અને તેમના અવાજને દબાવવા માટે વિપક્ષી નેતાઓ સામે કાર્યવાહી કરી રહ્યું છે. PM મોદીએ કહ્યું કે, ભ્રષ્ટાચારની તપાસ કરવાનું કામ ED અને CBIનું છે. ઉદાહરણ તરીકે શું તમે ટિકિટ તપાસનારને ટ્રેનમાં ટિકિટ ચેક કરતા રોકશો? ED-CBIને આ કામ કરવા દો. PM એ કહ્યું કે, વડાપ્રધાન તરીકે મને પણ EDના કામમાં દખલ કરવાનો કોઈ અધિકાર નથી.

PM મોદી મોદીએ કહ્યું કે, જો ED અને CBI તેમનું કામ નથી કરતી તો સવાલો ઉઠાવવા જોઈએ, પરંતુ અહીં વિપક્ષ પૂછી રહ્યો છે કે, એજન્સીઓ તેમનું કામ કેમ કરી રહી છે. તેમણે નોંધ્યું હતું કે, ED દ્વારા નોંધાયેલા કેસોમાંથી માત્ર 3 ટકા કેસ રાજકીય વ્યક્તિઓ વિરુદ્ધ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બાકીના 97 ટકા કેસ બિન-રાજકીય વ્યક્તિઓ વિરુદ્ધ છે. તેમણે પૂછ્યું કે, કોઈ આ વિશે કેમ બોલતું નથી?'

2014 પછી 1.25 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, 2014 પહેલા EDએ 1800 કેસ નોંધ્યા હતા. જોકે ત્યારથી ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીએ 5,000 થી વધુ કેસ કબજે કર્યા છે અને આ પોતે જ EDની કાર્યક્ષમતા દર્શાવે છે. તેમણે વધુમાં કહ્યું કે, તપાસ એજન્સીએ 2014થી અત્યાર સુધીમાં 7000 સર્ચ હાથ ધર્યા છે, જ્યારે અગાઉ માત્ર 84 સર્ચ કરવામાં આવી હતી. PM મોદીએ કહ્યું કે, 2014 પછી 1.25 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. ગયા અઠવાડિયે અન્ય એક ઇન્ટરવ્યુમાં વડા પ્રધાન મોદીએ છેલ્લા દાયકામાં દેશમાં કાળા નાણાં અને ભ્રષ્ટાચારનો સામનો કરવામાં EDની ભૂમિકાની પ્રશંસા કરી હતી.

વધુ વાંચો : મુરાદાબાદ લોકસભા સીટ પર ફરીથી ચૂંટણી થશે? ભાજપના ઉમેદવારના અવસાન બાદ હવે કયા વિકલ્પો

ભ્રષ્ટાચારે દેશને બરબાદ કરી દીધો: PM મોદી
PM મોદીએ અગાઉ વિપક્ષી નેતાઓનો અવાજ દબાવવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવાના ભાજપના આરોપને રદિયો આપ્યો હતો. PM મોદીએ કહ્યું હતું કે, EDના 97 ટકા કેસ એવા લોકો વિરુદ્ધ છે જેઓ રાજકારણમાં સામેલ નથી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ઈમાનદાર વ્યક્તિને ડરવાનું કંઈ નથી, પરંતુ ભ્રષ્ટાચારમાં સામેલ લોકોને 'પાપનો ડર' હોય છે. PM મોદીએ કહ્યું હતું કે, ભ્રષ્ટાચારે દેશને બરબાદ કરી નાખ્યો છે અને તેની સામે પૂરી તાકાતથી સામનો કરવો પડશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

ED Lok Sabha Election 2024 PM મોદી cbi ભ્રષ્ટાચાર Lok Sabha Election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ