બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / There will be re-election in Moradabad Lok Sabha seat?

લોકસભા ચૂંટણી 2024 / મુરાદાબાદ લોકસભા સીટ પર ફરીથી ચૂંટણી થશે? ભાજપના ઉમેદવારના અવસાન બાદ હવે કયા વિકલ્પો

Priyakant

Last Updated: 10:35 AM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sarvesh Singh Passes Away News : મુરાદાબાદ બેઠક પર ફરીથી ચૂંટણી થશે કે કેમ? શું ઉમેદવારના અવસાનને કારણે શુક્રવારે યોજાનારી ચૂંટણી રદ થશે? શું આ લોકસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની શક્યતા છે?

Sarvesh Singh Passes Away : ઉત્તર પ્રદેશની મુરાદાબાદ લોકસભા સીટના BJPના ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું શનિવારે સાંજે અવસાન થયું હતું. તેમણે 71 વર્ષની વયે દિલ્હી એઈમ્સમાં સાંજે 6:30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે કુંવર સર્વેશને ભાજપમાંથી ટિકિટ મળી, ત્યારથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા.કુંવર સર્વેશ કેન્સરથી પીડિત હતા. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ આ સીટ પર શુક્રવારે 19 એપ્રિલે મતદાન થયું હતું. PM મોદીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, 'તેમનું નિધન પાર્ટી માટે અપુરતી ખોટ છે.'

તો શું હવે ચૂંટણી રદ થશે?
સર્વેશ સિંહના નિધનની માહિતી સામે આવતાં જ રાજકીય વર્તુળોથી લઈને સામાન્ય લોકોમાં એક પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે. વાસ્તવમાં કુંવર સર્વેશ સિંહ ભાજપના ઉમેદવાર હતા. મુરાદાબાદ બેઠક પર પણ ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં મુરાદાબાદ બેઠક પર ફરીથી ચૂંટણી થશે કે કેમ? શું ઉમેદવારના અવસાનને કારણે શુક્રવારે યોજાનારી ચૂંટણી રદ થશે? શું આ લોકસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની શક્યતા છે? છેવટે ચૂંટણી બાકી હોય ત્યારે ઉમેદવારના મૃત્યુ પછી કયા વિકલ્પો હોઈ શકે?

આવો જાણીએ શું કહી રહ્યા છે નિષ્ણાતો ? 
નિષ્ણાતો મુજબ મુરાદાબાદ લોકસભા સીટ પર શુક્રવારે યોજાયેલ ચૂંટણીને રદ ગણવામાં આવી શકે છે. આ  સાથે જ અહીં પેટા ચૂંટણી યોજાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે રાજકીય નિષ્ણાતો આ ચર્ચાઓને 'ખૂબ ઝડપથી નિષ્કર્ષ પર પહોંચવા' તરીકે માની રહ્યા છે. નિષ્ણાતો કહી રહ્યા છે કે શુક્રવારના મતદાનને રદ ગણવું હજુ પણ 'દૂરનું કામ' છે. તેમનું કહેવું છે કે, આ માટે મત ગણતરીના દિવસ સુધી રાહ જોવાનો એકમાત્ર વિકલ્પ છે. આ પાછળ તેમનો તર્ક એ છે કે, અત્યારે માત્ર મુરાદાબાદ બેઠક પર જ મતદાન થયું છે, સર્વેશ સિંહ કે અન્ય કોઈ ઉમેદવાર જીતશે કે હારશે તે હજુ નક્કી નથી. જો સર્વે સિંહની હાર થશે તો આ પ્રશ્નો આપોઆપ ખતમ થઈ જશે.

મતગણતરી પછી વિકલ્પો ખુલશે
નિષ્ણાતોનું કહેવું છે કે, મુરાદાબાદ સીટ પર વોટિંગ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં તાત્કાલિક પેટાચૂંટણીની કોઈ શક્યતા નથી. જો મતગણતરીમાં સર્વેશ સિંહ જીતી જાય છે તો પેટાચૂંટણીની શક્યતા છે જો મતગણતરીના દિવસે સર્વેશ સિંહની હાર થાય છે અને અન્ય કોઈ ઉમેદવાર વિજેતા બને છે તો તે સાંસદ બનશે. પેટાચૂંટણીની જરૂર રહેશે નહીં. આ સમગ્ર મામલામાં પેટાચૂંટણી માત્ર એક જ સ્થિતિમાં શક્ય છે કે જ્યારે સર્વેશ સિંહને મત ગણતરીમાં વિજયી જાહેર કરવામાં આવશે તો તે સ્થિતિમાં તેઓ તેમના સંસદીય ક્ષેત્ર માટે હાજર રહેશે નહીં તેથી ચૂંટણી રદ કરવામાં આવશે અને ફરીથી ચૂંટણી થશે.

Facebook Photo

આવો જાણીએ કુંવર સર્વેશ સિંહની રાજકીય સફર
કુંવર સર્વેશ સિંહનો જન્મ 22 ડિસેમ્બર 1951ના રોજ થયો હતો. સર્વેશ સિંહે પહેલીવાર 1991માં ભાજપની ટિકિટ પર ઠાકુરદ્વારા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી. આ પછી તેઓ સતત ચાર વખત ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. 1991 બાદ સર્વેશ સિંહે 1993, 1996 અને 2002માં સતત ચૂંટણી જીતી હતી. જોકે 2007માં તેમને બસપાના ઉમેદવાર પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો. BJP નેતા સર્વેશ સિંહના પુત્ર સુશાંત સિંહ, બિજનૌરની બાદપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય છે. ભાજપે સર્વેશ સિંહને મુરાદાબાદ લોકસભા સીટ પરથી ચોથી વખત ઉમેદવાર બનાવ્યા છે. 2009માં તેઓ ભૂતપૂર્વ ક્રિકેટર અઝહરુદ્દીન સામે ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા. ત્યારબાદ 2014માં તેમણે સપાની ટિકિટ પર ડૉ. એસટી હસનનો સામનો કર્યો હતો. તેઓ આ ચૂંટણી જીત્યા હતા. આ પછી તેમણે 2019ની લોકસભા ચૂંટણી પણ લડી હતી પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો.

વધુ વાંચો : પંજાબ અને હરિયાણામાં કમોસમી વરસાદ તો યુપી-બિહારમાં હીટવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી

શું છે મુરાદાબાદ બેઠકનું રાજકીય સમીકરણ?
મુરાદાબાદ લોકસભા હેઠળ 6 વિધાનસભા મતવિસ્તાર છે. જિલ્લાની 56.77 ટકા વસ્તી સાક્ષર છે. આમાં પુરુષોનો સાક્ષરતા દર 64.83 ટકા અને સ્ત્રીઓનો 47.86 ટકા છે. મુરાદાબાદ લોકસભા સીટ પર સત્તાની ચાવી મુસ્લિમ મતદારોના હાથમાં માનવામાં આવે છે. અહીંની કુલ વસ્તી 52.14% હિંદુ અને 47.12% મુસ્લિમ છે. 2014માં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીએ મુરાદાબાદ લોકસભા સીટ પર જીત મેળવી હતી. ભાજપે ઉત્તર પ્રદેશમાં 71 બેઠકો જીતી હતી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ક્લીન સ્વીપ કર્યું હતું. કુંવર સર્વેશ કુમારે તેમના હરીફ સમાજવાદી પાર્ટીના ડૉ.એસ.ટી.હસનને હરાવ્યા હતા. સર્વેશ કુમાર લગભગ 87 હજાર મતોથી જીત્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Kunwar Sarvesh Singh Lok Sabha Election 2024 Moradabad Kunwar Sarvesh Singh Sarvesh Singh Passes Away મુરાદાબાદ Lok Sabha Election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ