બ્રેકિંગ ન્યુઝ
Priyakant
Last Updated: 10:01 AM, 21 April 2024
Weather Update : દેશના અનેક વિસ્તારોમાં હાલ અતિશય ગરમી પડી રહી છે. આ દરમિયાન અનેક રાજ્યોના હવામાનમાં પલટો આવતા ગરમીથી થોડી રાહત મળી છે. પંજાબ-હરિયાણા જેવા રાજ્યોમાં વરસાદની સાથે કરા પણ પડી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા સહિત પૂર્વી રાજ્યોમાં 21 એપ્રિલથી 24 એપ્રિલ સુધી વાવાઝોડા, વીજળી અને તીવ્ર પવન સાથે ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે.
ADVERTISEMENT
હવામાન વિભાગે 22 એપ્રિલથી 23 એપ્રિલની વચ્ચે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા અને ઝારખંડના વિસ્તારમાં અલગ-અલગ વાવાઝોડાં, વીજળી અને તીવ્ર પવન સાથે મધ્યમ વરસાદની આગાહી કરી છે. IMD અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 21 એપ્રિલથી 26 એપ્રિલ સુધી જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના વિસ્તારોમાં મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.
IMD અનુસાર 21 એપ્રિલે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક ભાગોમાં ગરમીની લહેર જોવા મળી શકે છે જ્યારે 21 એપ્રિલ અને 24 એપ્રિલે ઝારખંડ અને બિહારમાં ગરમીની લહેર જોવા મળી શકે છે . દક્ષિણ પ્રદેશમાં 22 એપ્રિલ અને 24 એપ્રિલ સુધી દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં ગરમ અને ભેજવાળું હવામાન પ્રવર્તે તેવી શક્યતા છે. 21 એપ્રિલે પૂર્વીય ઉત્તર પ્રદેશ અને ઉત્તર મધ્ય પ્રદેશમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
ADVERTISEMENT
વધુ વાંચો : રિઝલ્ટ જોવા ન રોકાયા ! વોટિંગના બીજા દિવસે હાર્ટ એટેકથી ભાજપ સાંસદનું અવસાન
સ્કાયમેટ વેધર અનુસાર આગામી 24 કલાક દરમિયાન 21 થી 26 એપ્રિલની વચ્ચે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. ઉત્તરી પંજાબ, ઉત્તરી હરિયાણામાં ગાજવીજ, વીજળી અને જોરદાર પવન (30-40 kmph) સાથે છૂટાછવાયા વરસાદનો અનુભવ થઈ શકે છે. અને 22 એપ્રિલે પશ્ચિમ રાજસ્થાનમાં વરસાદ અને ગાજવીજ પડી શકે છે. મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં 21 અને 22 એપ્રિલની વચ્ચે અને કોંકણ અને ગોવામાં 21 અને 22 એપ્રિલે હળવો વરસાદ થઈ શકે છે. કેરળ, તટીય આંધ્રપ્રદેશ અને આંતરિક કર્ણાટકમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.