ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / Controversy between Ashok Gehlot and Sachin Pilot in Rajasthan

નિવેદન / રાજસ્થાનમાં PM મોદીનો પગ પડતાં ફેલ થયું રાહુલનું સમાધાન, પાયલટનું મોટું એલાન, કોંગ્રેસમાં ફરી ઉકળ્યો 'લાવા'

Published By: Mahadev Dave

Last Updated: 11:54 PM, 31 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનમાં અશોક ગહેલોત અને સચિન પાયલટ વચ્ચે ખટરાગ દિવસેને દિવસે વધતો જ જાય છે. આવી સ્થિતિ વચ્ચે બન્ને વચ્ચેના યુદ્ધવિરામની કોશિશ વધુ એક નાકામ રહી છે.

ADVERTISEMENT

  • રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી ટાણે મોટા નેતાનો ખટરાગ ચરમસીમાએ
  • યુદ્ધવિરામની કોશિશ વધુ એક વાર નઠાડી નીવડી
  • પાયલટ પોતાની માંગ પર અડગ

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માથે છે આવી સ્થિતિ વચ્ચે કોંગ્રેસના બે દિગ્ગજ નેતા અશોક ગહેલોત અને સચિન પાયલટ વચ્ચે ખટરાગ દિવસેને દિવસે વધતો જ જાય છે. આવી સ્થિતિ વચ્ચે બન્ને વચ્ચેના યુદ્ધવિરામની કોશિશ વધુ એક વાર નઠાડી નીવડી છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાત બાદ પણ સમાધાન અંગે દિલ્હીમાં એલાન કરવામાં આવ્યું હતું. જોકે આ સમાધાન રાજસ્થાનની રેતની માફક સાબીત થયું છે અને સચિન પાયલોટે બુધવારે તે પોતાની માંગ પર અડગ હોવાનો ફોડ પાળી દીધો હતો. પાઈલટે 15 દિવસનું અલ્ટીમેટમ આપી અને કહ્યું હતું કે જો પોતાની માંગ સંતોષમાં નહીં આવે તો તે રાજ્યમાં આંદોલન કરશે. આવી સ્થિતિ વચ્ચે જ્યારે નરેન્દ્ર મોદી રાજસ્થાનમાં ચૂંટણી અભિયાનને લઈને રાજસ્થાનની મુલાકાતે છે. ત્યારે બનેં વચ્ચેની ખાય વધતી જાય છે.

અમિત શાહના ઘરે થઈ હતી બેઠક: પાયલટ પર ગેહલોતનો પ્રહાર | ashok gehlot accused sachin  pilot of doing meeting with amit shah


પાયલટની શુ છે માંગ ?
પાયલટ દ્વારા કરવામાં આવેલી માંગણીઓ અનુસાર વસુંધરા રાજે સરકારના ભ્રષ્ટાચારની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય કમિશન બને, રાજસ્થાન સેવા પસંદગી આયોગ જેના પેપર લીક થયા છે, તે કમિશનની પુનઃરચના થવી જોઈએ અને પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓને થયેલા નુકસાનની ભરપાઈ થવી જોઈએ તેવી માંગ હોઇ શકે છે.

રાજસ્થાનમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી
રાજસ્થાન કોંગ્રેસમાં ચાલતા ખટરાગ અને અંદરો અંદરની ટાંટીયાખેચ તથા મધ્યપ્રદેશની ચૂંટણીની રણનીતિ ઘડી કાઢવા માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસ્થાન દિલ્હી ખાતે બે દિવસ અગાઉ હાઈકમાન્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજસ્થાનમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે દિલ્હીમાં અશોક ગહેલોત અને સચિન પાયલટ વચ્ચે લાંબી સમજાવટ બાદ હવે રાજસ્થાનમા સચિન પાયલટ અને સીએમ અશોક ગહેલોતના વડપણ હેઠળ ચૂંટણી લડવામાં આવશે. તેવી જાહેરતા પણ કરવામાં આવી હતી. જોકે આ જાહેરાત ક્ષણભંગુ સાબિત થઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ashok Gehlot Controversy Rajasthan અશોક ગહેલોત ખટરાગ રાજસ્થાન Rajasthan election

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ