બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / constipation treatment hmf rule to relieve indigestion
Arohi
Last Updated: 01:46 PM, 12 April 2024
આજના સમયમાં અનિયમિત અને અનહેલ્ધી ભોજનના કારણે નાની ઉંમરમાં કબજીયાત જેવી સમસ્યા સંબંધી મુશ્કેલીઓ ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર કોઈ પણ ઉંમરના વ્યક્તિ જો એક અઠવાડિયામાં 3થી ઓછી વખત ફ્રેશ થાય છે તો આવી સ્થિતિને કબજીયાત સાથે જોડવામાં આવે છે.
ADVERTISEMENT
હકીકતે કબજીયાત થવા પર વ્યક્તિને મળ ત્યાગમાં મુશ્કેલીઓ આવે છે. એવામાં પીડિતને શારીરિક અને માનસિક બન્ને પ્રકારે તે પ્રભાવ કરી શકે છે. ઘણા દિવસો સુધી પેટ સાફ ન થવાની સ્થિતિમાં સમય સમય પર પેટમાં દુખાવો, એસિડિટી, ગેસ વગેરેની સમસ્યા થઈ શકે છે. એવામાં પીડિતને ભૂખ પણ ઓછી લાગે છે. જો તમને પણ આ સમસ્યા છે તો HMF Rule અપનાવો
ADVERTISEMENT
શું છે HMF Rule?
HMF Ruleમાં Hનો મતલબ છે હાઈડ્રેશ, Mનો મતલબ છે મૂવમેન્ટ એટલે કે શારીરિક ક્ષમ, Fનો મતલબ છે ફાઈબર.
H- હાઈડ્રેશન
જો તમે દિવસમાં 2-3 લીટરથી ઓછુ પાણી પીવો છો તો તમારૂ મળ કઢણ થવા લાગે છે. જેને ત્યાગ વખતે ખૂબ જ મુશ્કેલી પડી શકે છે. તે ઉપરાંત વધારે પ્રમાણમાં ચા કે કોફીનું સેવન પણ કબજીયાતનું કારણ બની શકે છે. હકીકતે ચા કોફીમાં કેફીન હોય છે. જે શરીરનું પાણી શોસી લેવાનું કામ કરે છે. સરળ ભાષામાં કહીએ તો ચા-કોફી પીવાથી આપણું શરીર ડિહાઈડ્રેશન થવા લાગે છે. એવામાં ચા-કોફીનું સેવન ઓછુ કરો. સાથે જ શરીરમાં પાણીની કમી પણ ન થવા દો.
M- મૂવમેન્ટ
ન્યૂટ્રિશનિસ્ટ અનુસાર કબજિયાતથી છુટકારો મેળવવા માટે શારીરિક ગતિવિધિ ખૂબ જ જરૂરી છે. શારીરિક ગતિવિધિમાં કમી બાઉલ મૂવમેન્ટને અવરોધે છે. એવામાં લાંબા સમય સુધી એક જગ્યા પર બેસી ન રહો. સાથે જ ખાસ કરીને ભોજન બાદ કમસે કમ 10 મિનિટ વોક કરો.
વધુ વાંચો: શરીરમાંથી કોલેસ્ટ્રોલનો ખાતમો બોલાવતું ચમત્કારિક ફળ, 4 મહિના ખાઓ ઘટી જશે LDL લેવલ
F-ફાઈબર
ફાઈબર વિશે વાત કરવામાં આવે તો તે પાચન અને બાઉલ મૂવમેન્ટ વધારે સારૂ કરવા માટે ફાઈબર પણ ખૂબ જ જરૂરી છે. ફાઈબરની કમી પણ કબજીયાતના કારણે થઈ શકે છે. એવામાં પોતાની ડાયેટમાં ફાઈબરથી ભરપૂર વસ્તુઓને શામેલ કરો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.