બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / miraculous fruit that eliminates cholesterol from body
Ajit Jadeja
Last Updated: 10:39 PM, 11 April 2024
કુદરતે આપણને ઘણા એવા ફળો અને શાકભાજી આપ્યાં છે,જેનો અદભૂત સ્વાદ સાથે તેના પોષકકત્વો શરીર માટે ઘણા જરૂરી છે. આ સાથે ઘણી ગંભીર બીમારીઓ અને આપણી જીવનશૈલી સંબંધિત સમસ્યાઓમાં મદદરૂપ બને છે. આ પૈકી એક ફળ છે જે સ્વાદમાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત શરીર માટે જરૂરી ઘણાં પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે, અને ઘણી ગંભીર બીમારીઓ ખાસ કરીને જીવનશૈલી સંબંધિત સમસ્યાઓમાં મદદરુપ નીવડે છે. આવું એક ફળ છે જેને આલુ બુખારા તરીકે ઓળખીએ છીએ. લાલ કલરનું આ ફળ છે. જેને આરોગવાના અનેક ફાયદા છે.
ADVERTISEMENT
આલુ બુખારામાં રહેલા પોષકતત્વો આપણને એક સાથે અનેક ફાયદાઓ આપે છે. તાજેતરમાં પ્લાટ બેસ્ડ નેચુરલ મોલિક્યૂલ નિષ્ણાત ડૉ. ડેન ગુબલરે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી અને ખાસ કરીને કોલેસ્ટ્રોલના દર્દીઓને દરરોજ આલુબુખારા ખાવાની સલાહ આપી છે. તેમણી આ પોસ્ટમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના અભ્યાસને ટાંકીને ડૉ. ડેને દાવો કર્યો છે કે કુલ 4 અઠવાડિયા સુધી દરરોજ માત્ર એક આલુ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે LDL કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ મળી શકે છે. કેવી રીતે મદદ મળીએ એ જાણીએ.
ADVERTISEMENT
કોલેસ્ટ્રોલ એ મીણ જેવો ચીકણો પદાર્થ છે.આપણા યકૃતમાં તે બને છે. અને ઘણા સ્વસ્થ ઉપયોગી કોષો બનાવવામાં મદદરૂપ થાય છે. આ સાથે કેટલાક હોર્મોન્સ અને વિટામિન ડી બનાવવા માટે કોલેસ્ટ્રોલ પણ જરૂરી છે. જો કે શરીરમાં તેની વધુ માત્રા ઘાતક પણ બની શકે છે.
કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે. એચડીએલ કોલેસ્ટ્રોલ અને એલડીએલ કોલેસ્ટ્રોલ. એચડીએલ કોલેસ્ટ્રોલને સારું કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે અને નામ પ્રમાણે તે સ્વાસ્થ્ય માટે સારું છે. બીજી તરફ, LDL કોલેસ્ટ્રોલને ખરાબ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે અને તેની વધુ પડતી માત્રા સ્વાસ્થ્યને અનેક ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. એટલું જ નહીં વધારે માત્રામાં એલડીએલ કોલેસ્ટ્રોલ હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક જેવી જીવલેણ સ્થિતિનું કારણ બની શકે છે.
વધારે માત્રામાં LDL કોલેસ્ટ્રોલ નસોમાં તકતીની જેમ જામવા લાગે છે. જેનાથી લોહીનું પરિભ્રમણને અસર કરે છે અને લોહીની સ્થિરતાને કારણે હાર્ટ એટેક, હૃદય ફેલ, સ્ટ્રોક અથવા લકવો થાય છે. આવી સ્થિતિમાં શરીરમાં એલડીએલની માત્રાને નિયંત્રિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.
આલુના ફાયદા વિશે વાત કરતા તેમની પોસ્ટને કેપ્શન આપતા ડૉ. ડેન લખે છે, 'કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે આલુ એક ઉત્તમ ખોરાક છે. આ માત્ર પ્લમ્સમાં હાજર ફાઇબરને કારણે નથી, પરંતુ આ નાના ફળમાં મોટી માત્રામાં ફાયટોન્યુટ્રિઅન્ટ સંયોજનો પણ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.