બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Signs are found a month before a heart attack, avoiding these symptoms can lead to death
Last Updated: 07:18 PM, 8 April 2024
ADVERTISEMENT
છેલ્લા કેટલાક વર્ષોમાં હાર્ટ અટેકથી મૃત્યુની સંખ્યા વધવા લાગી છે. જેમાં કેટલાક લોકોનું કહેવુ છે કે અનેક કેસમાં કોઈ પૂર્વ સંકેત આવ્યા વગર પણ સીધો હાર્ટ અટેક આવવાથી લોકોના મોત થયા છે. જેમાં યુવાનો પણ સામેલ છે. WHOના આંકડા મુજબ વિશ્વમાં 17.9 મિલિયન લોકો કાર્ડિયોવેસ્ક્યુલર રોગથી મૃત્યુ પામે છે. જેમાં દર 5 માંથી 4 લોકોના મૃત્યુ હાર્ટ એટેકથી થાય છે.
ADVERTISEMENT

ગત 2-3 વર્ષમાં એવા વીડિયો ફુટેજ આપણને જોવા મળ્યા કે જેમાં જીમ દરમિયાન, લગ્નમાં ડાન્સ કરતી વખતે અથવા ક્રિકેટ જેવી ગેમ રમતી વખતે અચાનક હાર્ટ અટેક આવવાથી મૃત્યુ થવાની ઘટનાઓ સામે આવી છે. જેથી એક ધારણા બનવા લાગી કે હાર્ટ એટેક અચાનક આવે છે પરંતુ તે માન્યતા ખોટી છે. જ્યારે હાર્ટ અટેક આવવાનો હોય ત્યારે શરીરમાં તેના લક્ષણો દેખાવા લાગે છે. જેને હાર્ટ એટેકનો પ્રારંભિક સંકેત કહેવાય છે. હમણા કરેલી એક સ્ટડીમાં હાર્ટ અટેક આવવા પહેલાના 7 લક્ષણોની ઓળખ કરાઈ છે.
ADVERTISEMENT
આ સ્ટડી NCBIમાં પ્રકાશિત થઈ છે. જે કુલ 243 લોકો પર કરવામાં આવી હતી. આ સ્ટડી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકો પર કરાઈ હતી. જેમાં 41 ટકા લોકો એવા હતા જેમને એક મહિના પહેલા હાર્ટ અટેક સંબંધિત કેટલાક લક્ષણોના અનુભવ થયા હતા.

ADVERTISEMENT
1 મહિના પહેલા આ લક્ષણો દેખાય છે
ADVERTISEMENT
આ લક્ષણ પણ સામાન્ય
હાર્ટ અટેક સંબંધિત કરવામાં આવેલી સ્ટડીમાં એવુ પણ જાણવા મળ્યુ છે કે, એક મહિના પહેલા વ્યક્તિને ઉંઘ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અને આ શરૂઆતી લક્ષણ પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. સ્ટડી મુજબ 50 ટકા મહિલાઓ હાર્ટ એટેક પહેલા ઊંઘ સંબંધિત સમસ્યાથી પીડાતી હતી. આ સમષ્યા 32 ટકા પુરુષોમાં જોવા મળી હતી.
ADVERTISEMENT
સામાન્ય લક્ષણ
છાતીમાં દુખાવો થવુ એ હાર્ટ એટેકનું સૌથી સામાન્ય લક્ષણ છે. જે લક્ષણ પુરુષો અને સ્ત્રીઓમાં સમાન જોવા મળે છે. સ્ટડીમાં સામેલ 93 ટકા પુરુષો અને 94 ટકા સ્ત્રીઓમાં આ લક્ષણ જોવા મળ્યુ હતુ.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.