બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

logo

આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ

VTV / ગુજરાત / આવતીકાલ સાંજથી ગુજરાતમાં પ્રચાર પડઘમ થશે શાંત, જાણો કોણ ક્યાં સભાઓ ગજવશે?

લોકસભા ચૂંટણી 2024 / આવતીકાલ સાંજથી ગુજરાતમાં પ્રચાર પડઘમ થશે શાંત, જાણો કોણ ક્યાં સભાઓ ગજવશે?

Last Updated: 11:43 AM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની તમામ સીટો પર 7 મેએ મતદાન થવાનું છે ત્યારે આવતીકાલે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. એવામાં રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો રાજ્યમાં સભાઓ ગજવશે.

અમદાવાદ: લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં 7 મેએ મંગળવારેના રોજ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની 94 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે. ગુજરાતની તમામ 25 લોકસભા બેઠકો પર એક જ તબક્કામાં 7 મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે હવે મતદાનને આડે માત્ર 3 જ દિવસ બચ્યા છે, ત્યારે આવતીકાલે સાંજે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે. ત્યારે ચૂંટણી પ્રચાર કરવા માટે તમામ રાજકીય પક્ષો પોતાની તમામ તાકાત લગાવી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ પણ સભાઓ, રેલીઓ અને રોડ શોમાં વ્યસ્ત રહેવાના છે.

મતદારોને રિઝવવા છેલ્લી ઘડીનો પ્રચાર

રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટેના પ્રચારનો પડઘમ તેના ચરમ પર પહોંચી ગયો છે. પ્રચાર કરવા માટે હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપના દિગ્ગજ નેતાઓ રાજ્યમાં પ્રચાર કરતા જોવા મળશે. આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ જેવા ભાજપના નેતાઓ પોતાના પક્ષનો પ્રચાર કરશે તો કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધી, શશી થરૂર જેવા નેતાઓ સભા કરશે.

છોટાઉદેપુર અને વલસાડમાં સભા સંબોધશે કેન્દ્રીય ગૃહમંત્રી

ચૂંટણી પ્રચારનો પડઘમ અંતિમ તબક્કામાં છે, ત્યારે અમિત શાહ, પાટીલ, પ્રિયંકા ગાંધી, આ સ્ટાર પ્રચારકો રાજ્યમાં વિવિધ સ્થળે સભાઓ ગજવશે. ત્યારે ભાજપનો પ્રચાર કરવા ગૃહમંત્રી અમિત શાહ છોટાઉદેપુર અને વલસાડમાં સભા સંબોધશે. આ સિવાય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર અને પેટલાદ સહિત ત્રણ સ્થળોએ પ્રચાર કરશે. ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ બે દિવસમાં આઠ સભાઓ ગજવશે. મહારાષ્ટ્રના સાંસદ નવનીત રાણા અને રાજસ્થાનના કેબિનેટ મંત્રી રાજ્યવર્ધન રાઠોડ પણ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.

વધુ વાંચો: પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા જ બનાસકાંઠા કોંગ્રેસમાં ભંગાણ, ગુલાબસિંહ રાજપૂતના અંગતે આપ્યું રાજીનામું

પ્રિયંકા ગાંધી કરશે બનાસકાંઠામાં સભા

ગુજરાતમાં બધી જ બેઠકો કબજે કરવા માટે ભાજપનાં પ્રચારકોએ સભાઓ ગજવી છે તો કોંગ્રેસે વધુમાં વધુ બેઠકોને તોડી પાડવા માટે કમર કસી લીધી છે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી પણ બનાસકાંઠાના લાખણીમાં સભા ગજવશે. પૂર્વ વિદેશ મંત્રી શશી થરૂર વડોદરામાં ચૂંટણી પ્રચાર કરશે. ત્યારે આવતીકાલે સાંજે પ્રચારનાં પડઘમ શાંત થઈ જશે અને કાલે છેલ્લો દિવસ હોવાને કારણે તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટે જોર લગાવશે. ત્યારે સ્ટાર પ્રચારકો ગુજરાતને બે દિવસમાં ખૂંદી વળશે. કાલે સાંજે 6 વાગે પ્રચાર શાંત થઈ ગયા પછી ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર થશે. ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થતા જ મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ