બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

logo

આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ

VTV / ભારત / પ્રોપર્ટી ખરીદતા પહેલા અવશ્ય તૈયાર કરી લેજો આ ડોક્યુમેન્ટસ, નુકસાનીનો કોઇ અવકાશ જ નહીં રહે!

કામની ટિપ્સ / પ્રોપર્ટી ખરીદતા પહેલા અવશ્ય તૈયાર કરી લેજો આ ડોક્યુમેન્ટસ, નુકસાનીનો કોઇ અવકાશ જ નહીં રહે!

Last Updated: 09:43 AM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે કોઈ પ્રોપર્ટી ખરીદવા જઈ રહ્યા હોવ, પછી ભલે તમે તેને તમારા પોતાના નામે ખરીદો કે કોઈ કંપની કે પેઢીના નામે, કેટલાક દસ્તાવેજો હંમેશા તૈયાર રાખવા જોઈએ. NRI પણ દેશમાં રહેણાંક અને વ્યાપારી મિલકત ખરીદી શકે છે, પરંતુ તેમને પણ કેટલાક દસ્તાવેજોની જરૂર હોય છે.

પ્રોપર્ટી પોતાના નામે ખરીદતા હોવ કે કોઈ કંપની કે ફર્મના નામે, કેટલાક દસ્તાવેજો એવા છે જે તૈયાર રાખવાથી તમને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. ડીલ પણ ઝડપથી થશે અને નુકસાનનો અવકાશ નહીં રહે. એવા કયા દસ્તાવેજો છે કે જે તૈયાર રાખો છો તો મિલકત ખરીદતી વખતે ખરીદદારને છેલ્લી ક્ષણે કોઈ મુશ્કેલી નહીં પડે. ભલે તમે તમારા પાર્ટનર સાથે પ્રોપર્ટી ખરીદતા હોવ કે પછી એનઆરઆઈ પ્રોપર્ટી ખરીદવા માંગતા હોય, તે બધાને હંમેશા કેટલાક દસ્તાવેજોની જરૂર હોય છે. ત્યારે આજે કેટલાક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો વિશે જાણીએ.

documents-for-investment-in-property-1

વ્યક્તિગત માલિકી સૌથી મહત્ત્વપૂર્ણ

વ્યક્તિગત માલિકીનો અર્થ એ છે કે જ્યારે કોઈ એક વ્યક્તિ નવી બાંધેલી અથવા અગાઉના માલિક પાસેથી કોઈ મિલકત ખરીદે છે, ત્યારે તેણે પાન કાર્ડ એટલે કે પરમેનેન્ટ એકાઉન્ટ નંબરની સાથે સાથે ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલું કોઈ વ્યક્તિગત ઓળખ કાર્ડ આપવું પડે છે. ઓળખ કાર્ડ તરીકે આધાર કાર્ડ, વોટર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા ભારત સરકાર દ્વારા જારી કરાયેલ અન્ય કોઈપણ માન્ય ઓળખ કાર્ડ રજૂ કરી શકાય છે. મિલકતની ખરીદી માટે ચૂકવવામાં આવતી રકમનો એક ભાગ બેંકિંગ ડ્રાફ્ટ, બેંકર ચેક, બેંક ખાતામાંથી ટ્રાન્સફર જેવા માધ્યમો દ્વારા કરી શકાય છે.

જયારે કંપનીના નામે મિલકત ખરીદો

વ્યક્તિગત ઉપરાંત, મિલકતની નોંધણી પણ કંપનીઓના નામે પણ કરાવવામાં આવે છે અને આવી સ્થિતિમાં, એ મિલકતનો હક તે કંપનીના નામ પર હોય છે. જ્યારે કોઈ પણ મિલકત કોઈ કંપનીના નામે ખરીદવામાં આવે છે, તો તે કિસ્સામાં કંપનીના માલિકે કંપનીનું પાન કાર્ડ, કંપનીનું મેમોરેન્ડમ એન્ડ આર્ટિકલ, કંપનીનો CIN એટલે કે કોર્પોરેટ આઇડેન્ટિટી નંબર, બોર્ડ રિઝોલ્યુશન, કંપની દ્વારા નિયુક્ત અધિકારી સાઈનિંગ ઓથોરિટી એટલે કે કંપની તરફથી તેની ખરીદી માટે અધિકૃત વ્યક્તિ, અધિકૃત વ્યક્તિના વ્યક્તિગત ઓળખ સંબંધિત દસ્તાવેજ તેમજ કંપનીનો GST નંબર આપવાનો રહે છે. આમાં થર્ડ પાર્ટી પેમેન્ટની મંજૂરી આપવામાં આવતી નથી.

documents-for-investment-in-property-2

NRI માટે અલગ નિયમો

NRI એટલે કે ભારતીય મૂળના વિદેશી નાગરિકોને તેમના દેશમાં મિલકત ખરીદવાનો સંપૂર્ણ અધિકાર છે. ઉપરાંત, તેઓએ ભારતના કોઈપણ વિભાગ પાસેથી કોઈ વિશેષ પરવાનગી લેવાની જરૂર પડતી નથી. એટલું જ નહીં, ભારતીય મૂળના વિદેશીઓને ભારતમાં માત્ર રહેણાંક જ નહીં પરંતુ કોમર્શિયલ પ્રોપર્ટી પણ ખરીદવાનો અધિકાર છે, પરંતુ તેઓ ખેતીની જમીન, કોઈ બગીચો કે ફાર્મ હાઉસ ખરીદી શકતા નથી. જો એનઆરઆઈ કોઈ રહેણાંક અથવા કોમર્શિયલ મિલકત ખરીદવા માંગતા હોય, તો તેમના માટે પાસપોર્ટ જેવા દસ્તાવેજો અને વ્યક્તિગત ઓળખ કાર્ડ અને પાન કાર્ડ જેવા સામાન્ય વ્યક્તિ માટે નિર્ધારિત દસ્તાવેજો સબમિટ કરવા ફરજિયાત છે. NRI ભારતમાં રહેતા ભારતીય નિવાસી સાથે સંયુક્ત રીતે મિલકત પણ ખરીદી શકે છે.

વધુ વાંચો: શું બુકિંગ ફ્લેટને કેન્સલ કરાવતા પૈસા ગયા કે પછી રિફન્ડ મળશે? જાણો શું કહે છે સરકારી નિયમ

પાર્ટનરશીપ ફર્મ પણ લઈ શકે છે મિલકત

પાર્ટનરશીપ ફર્મ માટેના મોટાભાગના દસ્તાવેજો વ્યક્તિગત મિલકતના દસ્તાવેજો જેવા જ હોય ​​છે. આ ફોર્મમાં, ખરીદદારે ભાગીદારી ડીડ સાથે પાર્ટનરશીપ ફર્મના અધિકૃતતા પત્રની નકલ સબમિટ કરવાની હોય છે. પાર્ટનરશીપ ફર્મે તેનો GST નંબર તેના પાન કાર્ડ નંબર સાથે રજૂ કરવાનો હોય છે. ફરી એકવાર જણાવી દઈએ કે માલિકી તરીકે લેવામાં આવેલી આ મિલકતમાં પણ થર્ડ પાર્ટી પેમેન્ટ માટે કોઈ અવકાશ નથી હોતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ