બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Politics / Congress raised questions after Satyapal Maliks claim on Pulwama

આક્રમક / CRPF જવાનો માટે કેમ વિમાન ન મોકલાયું? પુલવામા પર સત્યપાલ મલિકના દાવા બાદ કોંગ્રેસ ઉઠાવ્યાં સવાલ

Kishor

Last Updated: 02:03 AM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આતંકવાદી હુમલાની ધમકી છતાં સૈનિકોને રોડ માર્ગે મુસાફરી કરવાની ફરજ કેમ પડી હતી.?પુલવામા આતંકી હુમલાના મુદ્દે કોંગ્રેસે સરકારને ઘેરી હતી.

  • પુલવામા આતંકી હુમલાના મુદ્દે કોંગ્રેસે સરકારને ઘેરી
  • આતંકવાદી હુમલાની ધમકી છતાં સૈનિકોને રોડ માર્ગે મુસાફરી કરવાની ફરજ કેમ પડી
  • સીઆરપીએફ જવાનને એરલિફ્ટ કેમ ન કરવામાં આવ્યા

પુલવામા આતંકી હુમલાના મુદ્દે કોંગ્રેસે વધુ એક વખત ભાજપને બરાબરની ઘેરી છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો કે CRPFએ ગૃહ મંત્રાલયને જવાનોને લઈ જવા માટે વિમાનોની માંગ કરી હતી. જોકે સરકાર દ્વારા આ માટે મંજૂરી અપાઈ ન હતી. ત્યારે મલિકના દાવા બાદ કોંગ્રેસ આકરા પાણીએ થઈ છે અને અણિયારો સવાલ
કરતા કહ્યું કે આતંકવાદી હુમલાની ધમકી છતાં સૈનિકોને રોડ માર્ગે મુસાફરી કરવાની ફરજ કેમ પડી હતી.

કોંગ્રેસ આગેવાનોએ કેન્દ્રને પૂછ્યું કે...

પુલવામા આતંકી હુમલાના મુદ્દે કેન્દ્ર સરકારને અનેક સવાલો પૂછતાં કોંગ્રેસ આગેવાનોએ કેન્દ્રને પૂછ્યું કે CRPF જવાનોને વિમાન કેમ આપવાનો ઇનકાર કરવા પાછળનું કારણ શું હતું. એટલું જ નહી આતંકી હુમલાની તપાસના પરિણામ અંગે પણ કોંગ્રેસે સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. મહત્વનું છે કે  કે 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો હતો. જેમાં 40 જેટલા CRPF જવાનો શહીદ થયા હતા. 

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કેન્દ્ર સરકાર પર પ્રહાર
તો બીજી બાજુ કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું હતુ કે આતંકીઓની ધમકીની અવગણના કેમ કરવામાં આવી ! સીઆરપીએફ જવાનને એરલિફ્ટ કેમ ન કરવામાં આવ્યા? વધુમાં આતંકવાદીઓ પાસે 300 કિલો આરડીએક્સ ક્યાંથી આવ્યું? તેવા પણ સવાલો ઉઠાવ્યા હતા.સત્યપાલ મલિકના એક મીડિયાના ઇન્ટરવ્યુના દાવાને લઈને કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કેન્દ્ર સરકાર પર 'લઘુત્તમ શાસન અને મહત્તમ મૌન'નો આરોપ લગાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે વિપક્ષ જે પણ મુદાને ઉઠાવે છે. તેના જવાબ આપવાની જવાબદારી સરકારના શિરે છે. આગામી સમયમાં પણ કોંગ્રેસ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ પર પ્રશ્નો ચાલુ રાખશે તેવો અંતમાં દાવો કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ