બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Congress leader Kanhaiya Kumar hit out at AAP and BJP and said that AAP and BJP are one team and not 'A' and 'B' team.

તંજ કસ્યો / ...આ કરતાં ભાજપને વોટ આપો, ગુજરાતીયો માટે આવું કેમ બોલ્યા કનૈયા કુમાર, AAP પર કાઢી ભડાસ

Dinesh

Last Updated: 06:57 PM, 7 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના નેતા કન્હૈયા કુમારે આપ અને ભાજપ કર્યા તીખા પ્રહાર; "'A' અને 'B' ટીમનો સવાલ ઉઠતો જ નથી, ભાજપ અને 'આપ' એક જ ટીમ છે જો ગુજરાતના લોકો પરિવર્તન ઈચ્છે તો કોંગ્રેસને તક આપશે

  • કોંગ્રેસના નેતા કન્હૈયા કુમારે આપ અને ભાજપ કર્યા પ્રહાર
  • "આપ, ભાજપ 'A' અને 'B' ટીમ નહી એક જ ટીમ છે" 
  • "ગુજરાતના લોકો પરિવર્તન ઈચ્છે તો કોંગ્રેસને તક આપશે"


ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા કન્હૈયા કુમારે કહ્યું છે કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી એક જ ટીમનો બે ભાગ છે અને બંને એકબીજાની નકલ કરે છે. એક ઈન્ટરવ્યુમાં કન્હૈયા કુમારે એમ પણ કહ્યું હતું કે ભાજપનો એક વૈચારિક પક્ષ છે અને કોંગ્રેસ તનો વિરોધી પક્ષ છે જે દેશને વૈકલ્પિક વિચારધારા આપે છે. કન્હૈયાએ આ વાતમાં અરવિંદ કેજરીવાલની પાર્ટી બીજેપીને એકસમાન ગણાવી છે. 
  
"પરિવર્તન ઈચ્છે છે તો તેઓ કોંગ્રેસને તક આપશે"
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે ત્યારે કન્હૈયા કુમારે કહ્યું કે દેશમાં એવું માનવામાં આવે છે કે ગુજરાત આજે જે વિચારે છે તે ભારત આવતીકાલે વિચારે છે. ગુજરાત ઘણી સારી બાબતની શરૂઆત થઈ, અમને આશા છે કે અહીંથી જ નવો રાજકીય સંદેશ પણ મળશે. જો લોકો ભાજપથી ખુશ છે તો તેમને પસંદ કરશે પરંતુ જો ગુજરાતના લોકો પરિવર્તન ઈચ્છે છે તો તેઓ કોંગ્રેસને તક આપશે તેવી મને આશા છે. તેમણે કહ્યું હતું 2022 વિધાનસભાની ચૂંટણી પરિણામ જે પણ આવશે પરંતું મીલના પથ્થર સમાન ગણાશે.

"ભાજપ અને 'આપ' એક જ ટીમ છે"
કન્હૈયાએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપને 2017 માં સમજાયું કે તે ગુજરાતમાં આગામી ચૂંટણી જીતી શકશે નહીં. તેથી જ તે 'આપ' લઈને આવી છે.  'A' અને 'B' ટીમનો સવાલ ઉઠતો જ નથી. ભાજપ અને 'આપ' એક જ ટીમ છે. એક બીજાને અનુસરે  અને મોદી અને કેજરીવાલના વિચારશ્રેણી એક સમાન છે. તેમણે કહ્યું કે, બંનેની વચ્ચે વૈચારિક તફાવત શું છે ? નફરત, હિંસા અને ધ્રુવીકરણની રાજનીતિ તમે આના પર ચૂપ રહીને રાજનીતિ કરવા માંગો છે. તો વૈચારિક મતભેદો ક્યાં છે?

"કોંગ્રેસ દેશમાં ભાજપનો વિરોધ પક્ષ"
કોંગ્રેસમાં જોડાતા પહેલા ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ)ના નેતા રહેલા કન્હૈયા કુમારે જણાવ્યું હતું કે, ભાજપ એક વૈચારિક અને કેડર આધારિત પાર્ટી છે, આપણે સમજવું પડશે કે જો કોઈ પક્ષ વૈચારિક કે કેડર આધારિત ન હોય તો તે ભાજપને પડકારી શકે નહીં, તે ભાજપનો વિકલ્પ બની શકે નહીં. તેમણે કહ્યું કે, કોંગ્રેસ દેશમાં ભાજપનો વિરોધ પક્ષ છે અને કોંગ્રેસ એકમાત્ર એવી પાર્ટી છે જેણે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી છે. શું AAP કોંગ્રેસના મતોનું વિભાજન કરી શકે છે? આ સવાલના જવાબમાં કન્હૈયાએ કહ્યું કે, ગોવા અને ઉત્તરાખંડની ચૂંટણીમાં શું થયું? વોટ શેરિંગના કારણે ભાજપને ફાયદો થયો તેમણે પ્રહાર કરતા કહ્યું કે, ગોવામાં મુખ્યમંત્રી વિરુદ્ધ સત્તા વિરોધી લહેર ખૂબ જ ઉંચી હતી. તેમણે કહ્યું હતું કે, ઉત્તરાખંડમાં અમે મુખ્યમંત્રીને હરાવવામાં સફળ રહ્યા ભલે અમે હારી ગયા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ