બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / VTV વિશેષ / અન્ય જિલ્લા / congress can t choose easily a candidate for Radhanpur tharad assembly election gujarat

વિધાનસભા પેટાચૂંટણી / રાધનપુર અને થરાદ બેઠક માટે કોંગ્રેસ ગોથે ચઢી, આ નેતાઓએ કરી દાવેદારી

Published By: Gayatri

Last Updated: 01:29 PM, 25 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસમાંથી રામ રામ કરીને ભાજપની શરણે જનારા અલ્પેશ ઠાકોરને હરાવવા આ વખતે કોંગ્રેસ કોઈ કસર બાકી રાખવા નથી માંગતી. ત્યારે પ્રશ્ન ઉઠે કે કોંગ્રેસમાં કોઈ એવો ઉમેદવાર છે ખરો જે આ બેઠક ભાજપના પલ્લુમાં જતી અટકાવી શકે? ત્યારે કોંગ્રેસ પાસે મા મા છમ્મ વડા જેવી સ્થિતિ છે. વળી થરાદમાં પણ દાવેદાર ઘણા છે પણ કોઈ ઠોસ દાવેદાર નથી.

  • થરાદ બેઠક પર ટિકિટને લઇ કોંગ્રેસ મૂંઝવણમાં
  • રાધનપુર બેઠક માથાનો દુખાવોઃ ગોવિંદજી ઠાકોર અલ્પેશનો જ સાથીદાર છે
  • થરાદમાં પીઢ નેતા માવજી પટેલ પણ દાવેદારીમાં

ગુજરાતમાં યોજાનારી પેટાચૂંટણીમાં રાધનપુર અને થરાદ બેઠક ઉપર આ વખતે જોવા જેવી થશે. ભાજપમાંથી આયાતી ઉમેદવાર અલ્પેશ ઠાકોરને રાધનપુર બેઠક ઉપરથી ચૂંટણી માટે ભાજપ તરફથી સત્તાવાર રીતે જાહેર નથી કરાયા પણ હાલ ઘાટ એવો છે કે, અલ્પેશે ખાલી કરેલી જગ્યા ઉપર ફરી અલ્પેશ બેસશે કે પછી અન્ય તે માટે જાત જાતની વાતો વહેતી થઈ છે. સામે પક્ષે કોંગ્રેસે કોને બેસાડવા એ માટે પણ કોંગ્રેસે ખાસ્સી કવાયત કરવી પડી રહી છે. થરાદમાં પણ સ્થિતિ એવી જ છે. 

કોંગ્રેસ ઠાકોરને હરાવવા ઠાકોરની વ્યૂરહરચના ઘડી રહી છે
અલ્પેશ ઠાકોરને હરાવવા માટે કોંગ્રેસ ઠાકોર ઉમેદવાર ઉતારવાની વ્યૂહરચના ઘડી રહી છે. આ માટે જો જગદીશ ઠાકોર ચૂંટણી લડવા માટે નહીં માને તો કોંગ્રેસ ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતારવાની કવાયત હાથ ધરાશે. શકે છે. ગેનીબેન ઠાકોર વાવના ધારાસભ્ય છે. જો પક્ષ કહે તો ગેનીબેન ઠાકોર પણ અલ્પેશ ઠાકોર સામે ચૂંટણી લડવા માટે તૈયાર છે. પણ પ્રદેશ કોંગ્રેસ હાઈકમાન્ડની લીલીઝંડીની રાહ જોઈ રહ્યું છે.

કોંગ્રેસ પાસે બીજુ નામ ગોંવિદજીનું 
અલ્પેશ બાદ કોંગ્રેસ પાસે એક માત્ર ગોવિંદજી ઠાકોર સિવાય કોઈ મોટું નામ નથી રહ્યુ પણ ગોવિંદજી ઠાકોર એક સમયના અલ્પેશનો જ સાથીદાર છે એટલે પક્ષ એના ઉપર વિશ્વાસ મૂકવો કે ન મુકવો તેની અવઢવમાં છે.  

થરાદમાં પણ કોંગ્રેસ પાસે દાવેદાર ઘણા પણ ઠોસ દાવેદારીનો અભાવ
થરાદ બેઠક પર ટિકિટને લઇ કોંગ્રેસ મૂંઝવણમાં છે. ટિકિટ માટે મોટી સંખ્યામાં ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે ટિકિટ કોને આપવી તેને લઇ કોંગ્રેસ અસમંજસમાં છે. પીઢ નેતા માવજી પટેલ પણ દાવેદારીમાં છે. ઉપરાંત માંગીલાલ પટેલ, ડી.ડી. રાજપૂત, આંબા સોલંકી પણ રેસમાં છે. ત્યારે મળતી માહિતી મૂજબ કોંગ્રેસ મોવડી મંડળ સાથે નેતાઓ મુલાકાતો પણ કરી રહ્યાં છે. પરબત પટેલે ખાલી કરેલી જગ્યા ઉપર પટેલ જ ઉમેદવાર આવી શકે છે. 

કઈ કઈ બેઠક પર કરવામાં આવી છે તારીખો જાહેર 
રાજ્યની થરાદ, ખેરાલૂ, અમરાઇવાડી, બાયડ, રાધનપુર અને લુણાવાડા બેઠકની જાહેરાત કરવામાં આવી છે. હાલ ગુજરાત વિધાનસભાની સાત બેઠકો ખાલી છે. જેમાંથી હાલ ચૂંટણી પંચે કુલ છ બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. 

ક્યારે થશે ચૂટણી
ચૂંટણીપંચે 7 બેઠકોમાંથી 6 બેઠકોની જાહેરાત કરી હતી જેમાં 21 ઓક્ટબરે મતદાન યોજાવાની જાહેરાત કરી હતી. 24 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. 30 સપ્ટેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, જ્યારે 23 સપ્ટેમ્બરે પેટાચંટણીઓને લઇને નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.

કેમ પડી છે બેઠકો ખાલી?
અમરાઈવાડી બેઠક
ભાજપના ધારાસભ્ય એચ.એસ.પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી. 
ખેરાલુ બેઠક
ભાજપના ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી.  
લુણાવાડા બેઠક  
ભાજપના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી.   છે. 
થરાદ બેઠક  
થરાદ બેઠક ની વિધાનસભાની બેઠક ભાજપના ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠા લોકસભાની બેઠકમાં વિજેતા બનતા ખાલી પડી છે
રાધનપુર બેઠક
કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી.
બાયડ બેઠક 
કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી.
મોરવા હડફ બેઠક 
કોંગ્રેસના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટને અનુસુચિત જાતિના પ્રમાણપત્ર મામલે ગેરલાયક ઠેરવતા બેઠક ખાલી પડી.

સંકળાયેલા મુદ્દાઓ

BJP RadhanPur Tharad congress કોંગ્રેસ થરાદ પેટા ચૂંટણી ભાજપ રાધનપુર Election

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ