બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શરુ થઇ ગયો સૂતક કાળ, જાણો કેટલા વાગે દેખાશે ભારતમાં ચંદ્રગ્રહણ

ધર્મ / શરુ થઇ ગયો સૂતક કાળ, જાણો કેટલા વાગે દેખાશે ભારતમાં ચંદ્રગ્રહણ

Last Updated: 02:49 PM, 7 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષની દ્રષ્ટિએ ચંદ્રગ્રહણને એક અશુભ ઘટના મનાય છે. શાસ્ત્રોમાં આ દિવસે અમુક કાર્યની મનાઈ કરવામાં આવી છે. અને સાથે અમુક કાર્ય કરવાથી સમસ્યામાંથી રાહત પણ મળે છે.

આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ આજે 7 સપ્ટેમ્બરે થશે. ચંદ્રગ્રહણથ પિતૃ પક્ષની શરૂઆત થઈ રહ્યું છે, જે એક દુર્લભ સંયોગ છે. ભારતીય સમય મુજબ ચંદ્રગ્રહણ રાત્રે 9:57 વાગ્યાથી 1:26 વાગ્યા સુધી રહેશે. જેનો સ્પર્શકાળ રાત્રે 11:09 વાગ્યે શરૂ થશે, આ ગ્રહણનો મધ્યકાળ રાત્રે 11:42 વાગ્યે હશે, તેનો મોક્ષકાળ બપોરે 12:23 વાગ્યે શરૂ થશે. ચંદ્રગ્રહણ 3 કલાક 29 મિનિટ રહેશે. આ ગ્રહણના 9 કલાક પહેલા સૂતકકાળ શરૂ થાય છે, ચંદ્રગ્રહણનો સૂતકકાળ બપોરે 12:57 વાગ્યે શરૂ થશે.

  • સૂતક કાળ શરૂ થઈ ગયો

ચંદ્રગ્રહણનો સૂતક કાળ શરૂ થઈ ગયો છે. આ સૂતક કાળ ચંદ્રગ્રહણના અંત સાથે પૂરો થશે. ચંદ્રગ્રહણ આજે રાત્રે 9:58 વાગ્યે શરૂ થશે અને 8 સપ્ટેમ્બરના રોજ સવારે 1:26 વાગ્યે સમાપ્ત થશે. આ સમય દરમિયાન, દેવી-દેવતાઓની મૂર્તિઓને સ્પર્શ ન કરવું જોઈએ તથા કોઈપણ શુભ કાર્ય કરવાથી પણ બચવું જોઈએ.

  • મોક્ષકાળ દરમિયાન આ વસ્તુઓનું કરો દાન

ચંદ્રગ્રહણના મોક્ષકાળ દરમિયાન દૂધ, અન્ન, ફળો અને સફેદ વસ્તુઓનું દાન કરો. આ ઉપરાંત ગ્રહણના બીજા દિવસે મંદિરમાં જઈને પૂજારીઓને દાન દક્ષિણા આપો.

  • આ 3 મહત્વપૂર્ણ કાર્યો કરો પૂર્ણ

સૂતક કાળ બપોરે 12.57 વાગ્યે શરૂ થયો છે. સૂતક કાળ શરૂ થાય તે પહેલાં ત્રણ મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવા જોઈએ. ગ્રહણ સમાપ્ત થાય ત્યાં સુધી કોઈ ધાર્મિક વિધિઓ કરવામાં નહીં આવે. આથી પૂર્ણિમા તિથિએ પૂજા-પાઠ અને શ્રાદ્ધ, પિંડદાન કરવા. સૂતક કાળ શરૂ થાય તે પહેલાં તુલસીના પાન તોડીને રાખવ, જેનો ઉપયોગ ખાદ્ય પદાર્થોમાં કરી શકાય.

  • આ ભૂલો ન કરવી
    ચંદ્રગ્રહણની અસરોથીબાળકો, વૃદ્ધો અને દર્દીઓ મુક્ત રહેશે છે. પરંતું ગ્રહણ સમયગાળા દરમિયાન સૂવું, ખાવું અને પીવું ન જોઈએ. આ સિવાય ગર્ભવતી સ્ત્રીએ પણ સૂવું જોઈએ નહીં અને ચક્કાનો ઉપયોગ ન કરવો. ગ્રંથ પણ વાંચવા ન જોઈએ. ખાદ્ય પદાર્થોમાં તુલસી ઉમેરવી.

  • જરૂરથી કરો આ કામ

ચંદ્રગ્રહણ દરમિયાન કેટલાક ઉપાયો ખૂબ અસરકારક મનાય છે. ચંદ્રગ્રહણના સમયગાળા દરમિયાન મંત્રોચ્ચાર, સ્તુતિ અથવા ધ્યાન કરવાને શ્રેષ્ઠ મનાય છે. આ દરમિયાન મંત્ર સાધના અથવા પ્રાર્થના અસરકારક સાબિત થાય છે. જો તમે કોઈ મંત્રને સિદ્ધ કરવા માંગતા હોવ અથવા દીક્ષા લેવા માંગતા હોવ તો તે પણ ગ્રહણ સમયગાળા દરમિયાન શુભ મનાય છે.

  • સૂતક આ લોકોને નહીં થાય લાગુ

ચંદ્રગ્રહણનો સૂતક કાળ બપોરે 12.57 વાગ્યે શરૂ થશે. પરંતુ આ સૂતક ત્રણ લોકો માટે લાગુ પડશે નહીં. જેમાં બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓને સમાવેશ થાય છે. આ સૂતકમાં ખાસ છૂટ રહેશે. તેમનો સૂતક 7 સપ્ટેમ્બરે સાંજે 6:35 પર શરૂ થશે અને ગ્રહણ સાથે સૂતક સમાપ્ત થઈ જશે.

વધુ વાંચો : ચંદ્રગ્રહણ વખતે આ મંત્રોનો જાપ કરશો તો મળશે શાંતિ, બગડેલા કામ સુધરી જશે, અશુભ પ્રભાવ દૂર થશે

  • ચંદ્રગ્રહણની દુનિયા પર કેવી અસર ?

આ ચંદ્રગ્રહણને કારણે પશ્ચિમી અને મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધવાની શક્યતા છે. પાકિસ્તાનમાં પણ અરાજકતા ફેલાઈ શકે છે. કુદરતી આફતો જોવા મળી શકે છે. વિમાન અને આગ સંબંધિત દુર્ઘટના થઈ શકે છે. ધાર્મિક અને વ્યાપારિક મોરચે નુકસાન થવાની શક્યતા છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lunar Eclipse Chandra Grahan Religion
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ