ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / CommonwealthGames Indias Shiva Thapa beat Pakistans B Suleman

BIG NEWS / કોમનવેલ્થ ગેમ્સ: પ્રથમ દિવસે ભારતે રંગ રાખ્યો, ભારતીય બૉક્સરે પાકિસ્તાનના ખેલાડીને 5-0થી હરાવ્યો

Published By: Pravin

Last Updated: 06:00 PM, 29 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોમનવેલ્થ ગેમ્સ 2022ના પ્રથમ દિવસે જ ભારતીય ખેલાડીઓએ રંગ રાખ્યો હતો. ટેબલ ટેનિસમાં પ્રથમ મેચ ભારતીય ખેલાડીએ જીતી છે, તો વળી બોક્સિંગમાં પણ ભારતીય ખેલાડીએ પાકિસ્તાનના ખેલાડીને હરાવ્યા છે.

ADVERTISEMENT

  • કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની શાનદાર શરૂઆત
  • પ્રથમ દિવસે ભારતીય ખેલાડીઓએ રંગ રાખ્યો
  • ટેબલ ટેનિસમાં જીત, બોક્સિંગમાં પણ જીત

કોમનવેલ્થ ગેમ્સ 2022ના પ્રથમ દિવસે જ ભારતીય ખેલાડીઓએ રંગ રાખ્યો હતો. ગેમ્સના પ્રથમ દિવસે ટીમ ઈંડિયાની કોઈ મેડલ ઈવેન્ટ તો નહોતી, પણ ટેબલ ટેનિસમાં ભારતે સારી શરૂઆત કરી છે. મહિલા ટીમ ઈવેંટમાં મનિકા બત્રાની કેપ્ટનસીવાળી ટીમ ઈંડિયાએ લીગ રાઉન્ડનો પ્રથમ ટક્કરમાં સાઉથ આફ્રિકાને માત આપી હતી. ભારતે 3-0થી જીત મેળવી અને શાનદાર શરૂઆત કરી. જો કે, સાઈકલિંગમાં ભારતને નિરાશા મળી છે. 

 

શિવ થાપાની પાકિસ્તાનના બોક્સર સામે જીત

બોક્સિંગમાં ભારતના શિવ થાપાએ 63 કિગ્રા વજન વર્ગમાં રાઉન્ડ ઓફ 32 મેચમાં પાકિસ્તાનના સુલેમાન બલોચને હરાવ્યો હતો. શિવ થાપાએ સુલેમાનને 5-0થી હરાવ્યો હતો.

ટેબલ ટેનિસમાં સાઉથ આફ્રિકા સામે જીત

કૉમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતની સારી શરૂઆત થઈ છે. હકીકતમાં જોઈએ તો, ટેબલ ટેનિસમાં મનિકા બત્રાએ મેચ જીતી છે. મનિકાએ પ્રથમ ગેમમાં 11-5થી જીત નોંધાવી હતી. તો વળી બીજી ગેમમાં 11-3 અને ત્રીજી ગેમમાં 11-2ના અંતરથી મેચ પોતાના નામે કરી હતી. તેની સાથે જ ભારતે સાઉથ આફ્રિકા પર 2-0થી લીડ મેળવી હતી. ભારતીય સ્ટાર મનિકા બત્રાની સામે મુશફિકુહ કલામ હતી.

ભારતીય ખેલાડી મનિકા બત્રાએ પ્રથમ ગેમમાં મુશફિકુહ કલામને 11-5ના અંતરથી હરાવી હતી. પ્રથમ ગેમ દરમિયાન તે પોતાના વિરોધી ખેલાડી પર હાવી થઈ ગઈ હતી. તો વળી બીજી ગેમમાં મનિકા બત્રાએ પોતાના વિરોધીને એક પણ મોકો આપ્યો નહોતો અને આ ગેમને એકતરફથી કરીને સરળતાથી જીતી લીધી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Shiva Thapa Sports News commonwealth games 2022 manika batra Commonwealth Games 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ