બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
બર્મિંઘમમાં કોમનવેલ્થ 2022નું આયોજન થઈ રહ્યું છે, જેમાં દુનિયાના 72 દેશોના એથલિટ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ફેન્સ પણ ખેલાડીઓને ચીયર કરવામાં મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં જઈ રહ્યા છે. ખુશીની આ ક્ષણની વચ્ચે કોમનવેલ્થ ગેમ્સના ત્રીજા દિવસે ભયંકર દુર્ઘટના જોવા મળી છે. આ દુર્ઘટનામાં પુરુષોની 15 કિમી સ્ક્રેચ સાઈક્લિંગ ઈવેન્ટ દરમિયાન થઈ હતી.
Awful crash involving Matt Walls and spectators. #velodrome #crash #cycling #CommonwealthGames pic.twitter.com/Lbk2KtuMKV
ADVERTISEMENT
— Sky Sports 🇻 (@Sky5Sports) July 31, 2022
ADVERTISEMENT
વોલ્સ ગંભીર રીતે ઘાયલ
ઈંગ્લેન્ડના સાયકલ સવાર મેટ વોલ્સ અને કેનેડાના ડેરેક જી કાબૂ ગુમાવતા સાઈક્લિંગ ટ્રેક છોડીને દર્શક એરિયામાં ઘુસી ગયા હતા. જેને લઈને અરાજકતા ફેલાઈ ગઈ હતી. 24 વર્ષિય વોલ્સ તો ગંભીર રીતે ઘાયલ થયાં છે. તો વળી આઈલ ઓફ મેનના સાયકલ ચાલક મેથ્યૂ બોસ્ટોક પણ આ ઘટનામાં સામેલ હતા. વોલ્સ, ડેરેક જી અને બોસ્ટોક ત્રણેયને હોસ્પિટલમાં લઈ જવાની જરૂર પડી છે.
ADVERTISEMENT
ભારતીય સાયકલિસ્ટનો આબાદ બચાવ
ભારતીય સાઇકલિસ્ટ વિશ્વજીત સિંહ, જેણે પુરુષોની 15km સ્ક્રેચ રેસમાં ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું, તેઓ કોમનવેલ્થ ગેમ્સમાં થયેલી આ ભયાનક દુર્ઘટનામાંથી થોડા આગળ નિકળી ગયા હતા, જેથી આ દુર્ઘટનામાં તેમનો આબાદ બચાવ થયો છે અને તેમને કોઈ ઈજા થઈ નથી.
ADVERTISEMENT
વોલ્સ ગંભીર રીતે ઘાયલ
ઈંગ્લેન્ડના સાયકલ સવાર મેટ વોલ્સ અને કેનેડાના ડેરેક જી કાબૂ ગુમાવતા સાઈક્લિંગ ટ્રેક છોડીને દર્શક એરિયામાં ઘુસી ગયા હતા. જેને લઈને અરાજકતા ફેલાઈ ગઈ હતી. 24 વર્ષિય વોલ્સ તો ગંભીર રીતે ઘાયલ થયાં છે. તો વળી આઈલ ઓફ મેનના સાયકલ ચાલક મેથ્યૂ બોસ્ટોક પણ આ ઘટનામાં સામેલ હતા. વોલ્સ, ડેરેક જી અને બોસ્ટોક ત્રણેયને હોસ્પિટલમાં લઈ જવાની જરૂર પડી છે.
ADVERTISEMENT
આ દુર્ઘટનાથી લોકોમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. એક સત્તાવાર પ્રવક્તાએ કહ્યું કે, લી વૈલી વેલોપાર્કમાં ટ્રેક અને પેરા ટ્રેક સાયક્લિંગના સવારના સત્રમાં એક દુર્ઘટના બાદ મેદાન પર જ મેડીકલ ટીમ દ્વારા ત્રણ સાયકલ ચાલકો અને બે દર્શકોની સારવાર કરવામાં આવી હતી. બાદમાં ત્રણેય સાયકલ ચાલકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, બંને દર્શકોને હોસ્પિટલમાં સારવાર કરવાની જરૂર નહોતી. અમે આ ઘટનામાં સામેલ સાયકલ ચાલકો અને દર્શકોને શુભકામના આપવા માગીએ છીએ અને ત્વરિત મદદ માટે તબીબી ટીમને ધન્યવાદ આપીએ છીએ.
હોસ્પિટલમાંથી રજા આપી દીધી
બ્રિટેનમાં સાયક્લિંગના નિગમ તરફથી ટ્વિટ કરીને કહ્યું કે, મેટ ભાનમાં છે અને તે વાત કરી રહ્યા છે તેમને હોસ્પિટલમાં પુરી સારવાર મળી રહી છે, તેના પર નજર રાખવામાં આવી રહી છે. જો કે, બાદમાં મૈટ વોલ્સને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. આ બાજૂ ઈંગ્લેન્ડની ટીમે દાવો કર્યો હતો કે, ઓલંપિક ચેમ્પિયનને તેના માથા પર ઈજા થઈ છે અને ઘાના નિશાન છે, જેને લઈને માથામાં ટાંકા લેવા પડ્યા છે. પણ કોઈ મોટી ઈજા થઈ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT